________________
બૃહદ્ આલોચના
૪૫ કરે છે માટે તેના ફળનો ભોક્તા થાય છે. વળી પોતે જ સુખદુઃખાદિને સમતાભાવે ભોગવી સર્વ કર્મોને દૂર કરી શાશ્વત એવા મોક્ષપદને પણ મેળવી લે છે. આ૨કા.
સુખ દુઃખનું કારણ પુયપાપા પથ કુપથ ઘટવઘ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય;
પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. ૨૭ અર્થ - પથ્ય આહાર એટલે રોગને ઘટાડનાર એવો આહાર. કુપથ્ય એટલે જે રોગની વૃદ્ધિ કરે એવો આહાર. પથ્ય આહારના સેવનથી રોગની હાનિ થાય છે અને કુપથ્ય આહારના સેવનથી રોગની વૃદ્ધિ થાય છે. તેમ પુણ્યના સાઘન એવા દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ, સ્વાધ્યાય આદિ ક્રિયા કરવાથી સહેજે જગતમાં ભૌતિક સામગ્રીને મેળવી જીવ સુખ પામે છે. અને પાપના સાઘન એવા હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ તથા પરિગ્રહ આદિમાં મમત્વભાવ કરવાથી જીવ દુઃખને પામે છે. આત્માર્થના લક્ષે પુણ્યના કારણોમાં પ્રવૃત્તિ વધારવાથી જીવ કાળાંતરે મોક્ષને પામે છે. અને સંસારના લક્ષે પાપની પ્રવૃત્તિ વઘારવાથી જીવ શારીરિક અને માનસિક દુઃખ પામી અનંત સંસારમાં ભટક્યા કરે છે. આ સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય એક માત્ર સમ્યકજ્ઞાન છે. રા.
સુખ આપે સુખ અને દુઃખ આપે દુઃખ મળે સુખ દીઘે સુખ હોત હૈ, દુઃખ દીઘાં દુઃખ હોય;
આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. ૨૮ અર્થ :- કોઈપણ પ્રાણીને સુખ આપવાથી પુણ્યકર્મનો બંધ થાય છે. તે પુણ્યના ઉદયમાં પોતે પણ સુખના સાઘનોને પામે છે. તેથી વિપરીત કોઈને મન વચન કાયાવડે દુઃખ આપવાથી જીવ પાપનો બંધ કરે છે. અને તે અશુભ ભાવોના ફળમાં પોતે પણ સંસારમાં અનેક પ્રકારે દુઃખના કારણોને પામે છે. આંબો વાવવાથી કેરી મળે પણ બાવળીઓ વાવવાથી તો કાંટા જ મળે છે.
પોતે બીજાને મનથી, વચનથી કે કાયાથી હણે નહીં, હણાવે નહીં કે
૪૬
બૃહદ્ આલોચના અનુમોદે નહીં તો તેથી પુણ્યબંઘની પ્રાપ્તિ થાય છે. તેના ફળમાં પોતે સદા સુખી રહે છે. ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ “અહિંસા પરમોધર્મ છે. ભગવાન “માહણો મા હણો’ શબ્દના કરનાર છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું કે-“જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.” “ભાનું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન” શ્રીમદ્ રાજચંદ્ર /૨૮ાા.
હમેશાં ગુણગ્રાહી રહેવું જ્ઞાન ગરિબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ;
ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯ અર્થ :- આત્મજ્ઞાન પામવા અર્થે અર્થાત્ શાશ્વત સુખ મેળવવા માટે નીચેના આત્મગુણોને કદી છોડવા નહીં. ન હોય તો સદેવ મેળવવા પ્રયત્ન કરવો. જ્ઞાન એટલે સમ્યજ્ઞાન, જ્ઞાની ગુરુએ આપેલી સાચી સમજ. ગરિબી એટલે લઘુતા, નિરભિમાનપણું. ગુરુવચન એટલે ગુરુએ આપેલી આજ્ઞાભક્તિ વગેરે આત્મસાઘન. નરમ વચન નિર્દોષ એટલે કઠોરતા રહિત હિત, મિત અને પ્રિય વચન. શ્રદ્ધા એટલે દેવગુરુધર્મની દૃઢ શ્રદ્ધા, અથવા સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છે પદ પ્રત્યે અતુટ આસ્થા. શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. સંતોષ એટલે પોતાના કર્માનુસાર મળેલ પદાથોંમાં પૂર્ણ સંતોષભાવ. આ ઉપરોક્ત ગુણોને ગમે તેવી પરિસ્થિતિ આવી પડે તો પણ તજવાં નહીં; જેથી આત્મા પોતાના સહજ સ્વભાવને પામી અનંતસુખમાં લીન થાય. ૨૯ll
ગમે તેવી સ્થિતિમાં પણ પ્રામાણિકતા છોડવી નહીં.
સત મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય;
સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦ અર્થ :- હે ભવ્યો! તમે જીવનમાં સત્ એટલે આત્મા જેથી ઊંચો આવે એવા સત્ય, પ્રામાણિક વ્યવહારનો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ત્યાગ કરશો નહીં. તે સહુના પ્રભાવે પુણ્ય વૃદ્ધિ પામી લક્ષ્મી ચાર ગુણી થાય છે. અથવા પૂર્વ પુણ્યના પ્રભાવે લક્ષ્મી ચાર ગણી થઈ ગઈ હોય તો પણ તમે જીવનમાં સદ્વ્યવહારનો કદી ત્યાગ કરશો નહીં. કેમકે સુખ કે