________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ક્ષમાપનાપાઠનું પદ્ય
( વિવેચન સાથે ) ( પૂજ્યશ્રી બ્રહ્મચારીજીકૃત ક્ષમાપના પાઠના વિવેચનના આધારે )
સ્વરૂપને ભૂલવાથી ભવસાગરમાં થતું ભ્રમણ હે નાથ ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો;
નહિ અથમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. /૧૫ અર્થ - હે નાથ! હે પ્રભુ! હું મારા આત્મસ્વરૂપને ભૂલીને ભવસાગર એટલે ચારગતિરૂપ સંસારસમુદ્રમાં અટક્યા વણ ભટક્યા કરું છું. તેનું મૂળ કારણ શું છે? તે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું” એ છે. પરવસ્તુમાં મિથ્યા મારાપણું માની આ જીવ કમથી બંધાઈને સંસારમાં જન્મમરણ કર્યા કરે છે, વળી અઘમ કામ એટલે જે આત્માને અધોગતિમાં લઈ જાય એવાં કામ તે વિષય, કષાય, વિકથા અને હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ છે. તે પાપોને સેવતા હું આજ દિવસ સુધી અટક્યો નથી. /૧
તમારા કહેલા અમૂલ્ય વચનને લક્ષમાં લીઘા નહીં
તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીઘાં;
નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીઘાં. રા અર્થ :- વળી હે ભગવંત! તમારા અમૂલ્ય વચનોને કે જેનું મૂલ્ય કોઈ રીતે પણ થઈ શકે એમ નથી એવા ઉત્તમ વચનામૃતોને મેં લક્ષમાં લીધાં નહીં. લક્ષમાં એટલે ધ્યાનમાં લીધા નહીં. ઉપયોગપૂર્વક ધ્યાનમાં લઈ તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કર્યો નહીં. સપુરુષના એક વચનને લઈ મંડે તો પણ જીવનો મોક્ષ થઈ જાય એવા અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ ભગવાનના વચનામૃત છે.
બૃહદ્ આલોચના આપે ઉપદેશેલ જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિર્જરા એ સાત તત્ત્વો કે નવ પદાર્થો કે છ દ્રવ્ય અથવા છ પદને મેં ઊંડા ઊતરી વિચાર્યા નહીં. ‘તત્ત્વ' એ સિદ્ધાંત બોઘ છે. એને સમજવા માટે પ્રથમ વૈરાગ્ય ઉપશમરૂપ ઉપદેશબોઘની જરૂર છે. પણ તે ઉપદેશબોથ મારામાં પરિણમેલો નહીં હોવાથી તત્ત્વને યથાર્થ સમજી તમારા કહ્યા પ્રમાણે હજુ સુધી હું વર્તી શક્યો નથી. રા.
આત્મસ્વભાવમાં રહેવું એ સર્વોત્તમ શીલ સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું;
તજી યાદી આપની, મેં જ બગાડ્યું મારું. રૂા. અર્થ :- હે પ્રભુ! આપે પ્રણીત કરેલ ઉત્તમશીલને મેં સેવ્યું નહીં. સમ્યક્દર્શન સહિત આત્મસ્વભાવમાં રહેવું તે નિશ્ચયથી ઉત્તમ શીલ છે. અથવા મુખ્યત્વે બ્રહ્મચર્ય પાળવું તે બાહ્ય શીલ છે. વ્યવહારથી મુનિના થર્મો અને ગૃહસ્થના ઘર્મો પાળવા તે બાહ્યશીલ અથવા ચારિત્ર છે. અને ભાવથી આત્મામાં રમણતા કરવી તે નિશ્ચયથી શીલ છે. પણ તેની મેં સેવના કરી નહીં, અર્થાત્ તે ઘર્મો પ્રમાણે મેં મારું વર્તન સુથાર્યું નહીં.
બીજી ગાથામાં કહ્યું તેમ પ્રથમ સપુરુષોની વાતને ધ્યાનમાં લે તો શ્રદ્ધા દ્રઢ થાય, પછી તેને ઊંડા ઊતરી વિચારે તો તત્ત્વજ્ઞાન થાય. પછી તે પ્રમાણે આચરણ કરે ત્યારે ચારિત્રદશા આવે છે. આમ શરૂઆતના આ પદોમાં આપે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રની આવશ્યકતા જણાવી. પણ હે નાથ! મારામાં તે છે નહીં, તો મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થશે? તેનો મને ખેદ થાય છે.
આપ સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામી છો. મૂળસ્વરૂપે જોતાં તે જ મારું સ્વરૂપ છે. પણ તેની યાદને તજી દઈ ઘરકુટુંબ દેહ આદિમાં જ હું પણું અને મારાપણું કરી મેં જ મારા આત્માનું બગાડ્યું છે. બીજો કોઈ મારું બગાડનાર નથી. પોતે જ પોતાનો વૈરી અને પોતે જ પોતાનો મિત્ર છે. પોતાને સ્વર્ગે કે નરકે લઈ જનાર પણ પોતે જ છે. પણ તે તરફ મેં ધ્યાન આપ્યું નહીં. રૂા.