________________
૨
બૃહદ્ આલોચના
૭૧ ગલોમાં ફરી પાણીથી ભીના થવાથી, (૧૧) વિનય-ગીયારે;જીવરહિત શરીરમાં, (૧૨) સ્થીરિક સંબોગસુ–સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૩) પારણિતમોસુ-નગરની મોરી-ગટરમાં અને (૧૪) સવ બહુફાળેલુ–અશુચિના બઘા સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત ચૌદ સ્થાનોમાં એક અંતર્મુહૂર્તમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. એમની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પરિમાણ હોય છે. એમનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે, અર્થાત્ એ જીવો અંતર્મુહૂર્તમાં જ મરી જાય છે. આ અસંજ્ઞી-મનરહિત જીવો મિથ્યાદ્રષ્ટિ એવં અજ્ઞાની હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં જ એમનું મરણ થઈ જાય છે. -નવ તત્વ (પૃ.૨૧)
ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુ:પ્રમાર્જના સંબંધી, અઘિકી ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાથી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો.
ભાવાર્થ - ઊઠવા, બેસવામાં કે હાલતાં ચાલતાં શરીરની ક્રિયાઓ કરતા તેમજ શસ્ત્ર, વસ્ત્ર કે મકાન આદિના ઉપકરણો એટલે સાઘનસામગ્રીને આઘી પાછી કરતાં અપડિલેહણા એટલે પૂરેપુરું ધ્યાન રાખ્યા વગર, દુપડિલેહણા એટલે જ્યાં ધ્યાન રાખવું જોઈએ ત્યાં ન રાખવું અને ન રાખવું હોય ત્યાં રાખવું, અપ્રમાર્જના એટલે યત્નાપૂર્વક સાફસફાઈ ન કરવી અને દુ:પ્રમાર્જના એટલે અયત્નાપૂર્વક સાફસફાઈ કરવી તે. અથવા ભગવાને કહ્યું તેથી અધિક અથવા ઓછી કે વિપરીત રીતે કરવી, ઊલટીસુલટી કે ક્રમથી રહિત કે ઝાટકીને કે ફટકારીને સફાઈ કરવી તે વિપરીત છે. એવી પૂજના પડિલેહણા એટલે સાફસફાઈ તે મેં કરી.
બૃહદ્ આલોચના તેમજ આહાર વિહાર આદિ કરતાં તેમાં કે નાના પ્રકારના એટલે અનેક પ્રકારના ઘણા ઘણા કાર્યો કરતા મેં સંખ્યાત અસંખ્યાત કે નિગોદ આશ્રયી અનંતા જીવોના પ્રાણ લૂંટ્યા જેવા કે જમીકંદ એટલે કંદમૂળ, અથવા ફુગ આવે તેવી વસ્તુઓ કે ઘઊં, મગ વગેરેના અનાજને પલાળવાથી ફણગા ફૂટે તેમાં અનંત જીવોનો નિવાસ હોવાથી તે અનંતકાય કહેવાય છે. આ બધા નિગોદ આશ્રયી અનંતા જીવોના પ્રાણ લૂંટ્યા. તે સર્વ જીવોને હું દુઃખ દેનાર હોવાથી પાપી છું. સર્વ જીવોને જીવવાનો અધિકાર છે. પણ તેમને હણવાથી હું અપરાથી છું. નિશ્ચય કરી એટલે નિયમથી હું નક્કી તેમના બદલાનો દેણદાર છું. માટે હે સર્વ જીવો મને માફ કરો, મારી અજ્ઞાનવશ થયેલી ભૂલચૂકને માફ કરો. મારા પર દયા કરી મારા સર્વ અવગુણ અપરાધ માફ કરો.
જીવન ચલાવવા માટે પ્રતિદિન જળકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય, વાયુકાય વગેરેની હિંસાઓ થાય છે. કારણ પરવશતા છે. પણ હિંસા તે હિંસા જ છે. માટે તેની ભાવપૂર્વક માફી માગવાથી તે કર્મો હલકા થાય છે.
દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંથી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો.
ભાવાર્થ :- દેવસીય એટલે પૂરા દિવસમાં મારાથી જે જે દોષ લાગ્યા હોય અને રાઈય એટલે પૂરી રાત્રિમાં મારાથી જે જે પાપ સેવાયા હોય, પાક્ષિક એટલે પંદર દિવસમાં જે જે દોષો થયા હોય, ચૌમાસી એટલે ચાર માસમાં જે જે પાપ થયા હોય અને સાંવત્સરિક એટલે પૂરા એક વર્ષમાં મારાથી જે જે પાપો સેવાયા હોય તેનો મિચ્છા મિ દુક્કડે એટલે મિથ્યા મેં દુષ્કૃતમ્ અર્થાત્ મારા તે તે પાપો મિથ્યા થાઓ એમ આપની સમક્ષ પ્રાર્થના કરું છું તથા તે તે સર્વ જીવોની ક્ષમા માંગુ છું. તેથી સર્વ જીવો મારા ઉપર દયા કરી મને ક્ષમા આપજો એમ વારંવાર સાચા હૃદયે ભાવના ભાવવાથી બળવાન કર્મોની નિર્જરા થાય છે. અને નવીન કર્મો બાંધવામાં પણ જીવ પાછો પડે છે.