________________
૬૦
બૃહદ્ આલોચના
૫૯ યોગ્ય સુંદર પ્રતિમા બનાવે છે. અને લોકો તેના નિમિત્તે અનેક ઉત્તમ, સાક્ષાત્ ભગવંતના ભાવ કરી ભક્તિપૂર્વક તેનું પૂજન કરે છે. તેમ શ્રીગુરુ પોતાના ઉત્તમ વચનરૂપી ટાંકણાવડે શિષ્યને ઘડી ઘડી અર્થાત્ હિતાહિતનું ભાન કરાવી તેની અંદર સુંદર આત્મવિચારણા ઉત્પન્ન કરે છે. તેના ફળસ્વરૂપ સર્વોત્કૃષ્ટ સમ્યક્રદર્શનને પામી પ્રતિમાની જેમ જગતમાં તે પૂજનીય બને છે અને પરિણામે આગળ વધી કેવળજ્ઞાનને પ્રગટાવી મુક્તિને મેળવે છે. એવા શ્રી સદ્ગુરુ જ્ઞાની ભગવંતની મહિમાનો કોઈ પાર નથી. તે તો અપરંપાર છે. ||૧૬ાા
જ્ઞાની ગુરુની આજ્ઞા ઉઠાવે તો પ્રભુ પ્રસન્ન થાય
સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ;
જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ. ૧૭ અર્થ :- “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ સદ્ગુરુ અને સંત તુજ એટલે ભગવાનના સ્વરૂપને પામેલા આત્મજ્ઞાની પુરુષો છે. માટે આત્મજ્ઞાની સંતપુરુષોની સેવા કરવી તે પ્રભુની સેવા કરવા બરાબર છે. સાચા સંતો પ્રભુના બાળક જેવા છે. કાળાંતરે સંતો પણ સર્વજ્ઞ બનશે. તે માર્ગમાંજ નિશદિન તેઓ પ્રયાણ કરી રહ્યાં છે. સર્વજ્ઞો મોક્ષમાં બિરાજે છે. તેઓ કહેવા આવે નહીં. પણ સર્વજ્ઞ ભગવાનના ઉપદેશનો આશય શ્રી સદ્ગુરુ બતાવે છે. માટે એવા જ્ઞાની સંતપુરુષોની સેવા જે કરે અથવા તેમની આજ્ઞા ઉઠાવે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. કારણ કે તે આશયને પામી ભવ્યાત્મા મુક્તિને વરે છે; માટે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. અહીં ભગવાનની અંતરંગ ભાવનાને પ્રદર્શિત કરી છે. જેમ કોઈના બાળકને રમાડવાથી તેના પિતા અંતરમાં પ્રસન્ન થાય છે, તેમ જ્ઞાની ગુરુની મોક્ષદાયક આજ્ઞા ઉઠાવવાથી પ્રભુ પ્રસન્નતા અનુભવે છે. ૧૭મા
આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મવડે મુક્તિ ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ;
ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ઘર્મ જહાજ, ૧૮ અર્થ - આ ભવ એટલે સંસાર, તે સાગર એટલે સમુદ્ર જેવો
બૃહદ્ આલોચના અપરંપાર છે. તેમાં સર્વત્ર દુઃખરૂપી જળ ભરેલું છે. ત્યાં દીપા એટલે દીવાદાંડી સમાન માર્ગદર્શક શ્રી જિનરાજ છે. જે જગતના સર્વ સુખદુઃખના કારણોને જાણે છે. શ્રી સદ્ગુરુ પણ તેમનો આશય લઈને માર્ગ બોધે છે. તેમના કહ્યા પ્રમાણે જો જીવ ઘર્મરૂપી જહાજમાં બેસી ઉદ્યમ કરે તો તે સંસારરૂપી સમુદ્રના કિનારે પહોંચી જાય. આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજીને જીવ રત્નત્રય માટે ઉદ્યમ કરે તો અવશ્ય સંસારના જન્મજરામરણરૂપ દુઃખોનો અંત આણી શાશ્વત સુખને પામે. ૧૮ાા.
ઇન્દ્રિયોનું દમન કરી પરમાત્માનું ભજન કરવું નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન;
પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ અર્થ – ઘર્મ પામવાની યોગ્યતા માટે હે ભવ્યાત્મા! તારામાં રહેલી ઇન્દ્રિયોની વિષયવાસનાનું દમન કર. તે ક્ષણિક સુખ ખરું સુખ નથી પણ સુખાભાસ છે. પરિણામે અનંત દુઃખમાં લઈ જનાર છે. માટે ઇન્દ્રિયોનું દમન કર અને તેના માટે ઉત્પન્ન થતાં કષાયોનું શમન કર. વળી “પર આતમકું ચીન' એટલે બીજાના આત્માની પણ ચીન એટલે ઓળખાણ કર, તે બધા આત્માઓ તારા જેવા જ છે, એમ જાણી કોઈને પણ મનવચનકાયાથી દુઃખ આપીશ નહીં. તથા મનને હમેશાં પરમાત્માની ભજનભક્તિમાં જોડી રાખ કે જેથી તે નવરું બેઠું નખોદ વાળે નહીં. એમ શુદ્ધના લક્ષે શુભ એવા ભક્તિભજન સ્વાધ્યાય કે સ્મરણમાં મનને રોકી ઇન્દ્રિયનું દમન કરવું તથા બીજા સર્વ જીવાત્માઓની રક્ષા કરવી એ જ પ્રવીણ એવા સર્વ જ્ઞાની પુરુષોનો અભિમત છે. એ પ્રમાણે વર્તવાથી આપણો આત્મા પણ પોતાના વસ્તુસ્વભાવરૂપ ઘર્મને પામી શાશ્વત સુખશાંતિને મેળવે છે. ૧૯લા.
અજ્ઞાની આસક્તિભાવે ચીકણા કર્મબંઘ કરે સમજુ શંકે પાપસૅ, અણસમજુ હરખંત;
વે લુખાં વે ચીકણાં, ઇણ વિથ કર્મ બચંત. ૨૦ અર્થ - સમજુ એવા જ્ઞાની પુરુષો પાપથી શકે એટલે ડરે છે.