________________
બૃહદ્ આલોચના
૧૯ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની જ આ પંચ પરમેષ્ઠી પદમાં ગણતરી કરાય છે. આત્મજ્ઞાનથી રહિત પુરુષોની આ પદમાં ગણતરી નથી. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે :
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” -શ્રીમદ્ રાજચંદ્ર આવા સાચા સપુરુષોની નવકાર મંત્રમાં ગણતરી કરવામાં આવેલ છે. તેમના શુદ્ધ સ્વરૂપની ગુરુ આજ્ઞાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રરૂપે સદા ભજના કરવામાં આવે તો કર્મરૂપી શત્રુઓ સર્વ ભાગી જાય અને આત્માનું પરમ કલ્યાણ થઈ જાય એમ છે. કા.
પ્રભુના ચરણકમળમાં મારું મન સદા લીન રહો
શ્રી જિનયુગ પદકમલમેં, મુજ મન ભમર વસાય;
કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. ૭ અર્થ :- જેણે રાગ દ્વેષ અજ્ઞાનને જીતી લીધા છે એવા વીતરાગ જિન પુરુષોના ચરણકમળમાં ભમરા જેવું આ મારું મન સદા વાસ કરીને રહો. તથા મારા ભાગ્યોદયરૂપ સૂર્યનો ઉદય ક્યારે થશે કે જ્યારે હું શ્રીમુખે પ્રત્યક્ષ ભગવાનના દર્શનને પામીશ. //શા
પ્રભુને પ્રણામ કરી સ્વદોષનું હવે વર્ણન કરું પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત;
કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત. ૮ અર્થ :- અરિગંજન એટલે કર્મરૂપી શત્રુઓના જુલમને નાશ કરનાર એવા શ્રી અરિહંત પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને હવે મારા જીવ દ્વારા થયેલ પાપોનું કિંચિત્ વિરતંત એટલે વૃત્તાંત, પાપના ભારથી હલકા થવા માટે પશ્ચાત્તાપપૂર્વક આપની સમક્ષ વર્ણવું છું. ૮. સંસારમાં અનંતકાળથી ભટકવાનું કારણ વિષયકષાય
આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯
બૃહદ્ આલોચના અર્થ :- હે ભગવંત! અનંતકાળથી પાંચ ઇન્દ્રિયના વિષયભોગોને વશ થઈ મેં અનેક પ્રકારના આરંભ એટલે હિંસાના કામો કર્યા. ભોગાદિ પદાર્થ મેળવવા માટે લોભાદિ કષાયભાવો કર્યો. તથા તેમાં વિઘ્નકર્તા પ્રત્યે ક્રોધાદિ કષાયભાવોને પણ સેવ્યા. તેના ફળસ્વરૂપ ચોરાશી લાખ જીવયોનિમાં હું અનંત દુ:ખ પામ્યો. માટે હે નાથ ! દયા કરીને હવે મને આ ભયંકર સંસાર સમુદ્રમાં ડૂબતાને તારો, પાર ઉતારો. કેમકે આપના સિવાય આ જગતમાં બીજો કોઈ મને તારનાર નિષ્કારણ તારક પુરુષ નથી. દેવગુરુ ઘર્મની આશાતના એ અનંત સંસારવૃદ્ધિનું કારણ
દેવ ગુરુ ઘર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય;
અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દુષ્કૃત મોય. ૧0 અર્થ:- સાચા દેવ કોણ? તો કે જે કામ ક્રોધાદિ અઢાર દૂષણોથી રહિત હોય છે. સાચા ગુરુ કોણ? તો કે જેની મિથ્યાત્વની ગ્રંથી એટલે ગાંઠ ગળી ગઈ છે તે સાચા નિગ્રંથ ગુરુ. સાચો ઘર્મ કયો? તો કે વ્યવહારથી દયામૂળ “અહિંસા પરમો ઘર્મ’ છે, તથા નિશ્ચયથી જોઈએ તો વસ્તુનો સ્વભાવ એ જ પોતાનો ઘર્મ છે. એ સતુદેવગુરુઘર્મનું વર્ણન જે શાસ્ત્રમાં કર્યું હોય અથવા સૂત્રરૂપે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા તથા પાપ અને પુણ્યનું વર્ણન જેમાં કર્યું હોય; અથવા જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અથર્મો-સ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ દ્રવ્યનું વર્ણન જેમાં કર્યું હોય, અથવા પ્રથમ પદ આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ છ પદનું જેમાં વર્ણન કર્યું હોય તે શાસ્ત્રોની તથા એવા કોઈ પણ ભગવાનના ઉપદેશેલ વચનોની મારાથી કંઈપણ અજ્ઞાનવશ ઓછી વત્તી પ્રરૂપણા થઈ હોય તો તેની હું ખરા અંતઃકરણથી માફી ચાહું છું. આપની કૃપાએ તે દુષ્કૃત્યો એટલે ખોટા કરેલા કામો મિથ્યા થાઓ, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે, કેમકે ‘તત્ત્વાર્થ શ્રદ્ધનમ્ સન્થર્શનમ્' -મોક્ષશાસ્ત્ર
ઉપરોક્ત તત્વોની શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમકિત છે; જે નિશ્ચય સમકિતનું કારણ છે, અને એ તત્ત્વોની ઓછી વત્તી પ્રરૂપણા કરવી એ