________________
બૃહદ્ આલોચના આપવું, અને સંલીનતા એટલે અંગઉપાંગની કુચેષ્ટાને રોકવી તે તપના છ બાહ્ય ભેદ છે. તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય એટલે સેવા કરવી, સ્વાધ્યાય, ધ્યાન એટલે આર્ત, રૌદ્ર ધ્યાન છોડી ઘર્મધ્યાન કે શુકલ ધ્યાનમાં રહેવું, અને કાયોત્સર્ગ એટલે કાયાની મમતાનો ત્યાગ કરવો એ છ અત્યંતર તપના ભેદ છે. એ તપ કર્મોની નિર્જરા કરવા માટે છે. ઇચ્છાઓનો વિરોધ કરવાથી એ તપ સમ્યક ગણાય છે.
ઉપર પ્રમાણે સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાઘના કરીને જીવ સર્વ કમોને બાળી મોક્ષ પદ પ્રાપ્ત કરી શકે છે. (૧૨ા.
કર્મમળથી રહિત આત્મજ્યોતિ કેવળજ્ઞાન પામે
કર્મરૂપ મલકે શુ, ચેતન ચાંદી રૂપ;
નિર્મળ જ્યોતિ પ્રગટ ભયા, કેવળજ્ઞાન અનૂપ. ૧૩ અર્થ - કર્મરૂપી મેલ આત્મા ઉપરથી દૂર થયે શુદ્ધ એવું ચૈતન્ય દ્રવ્ય જે ચાંદી જેવું સ્વચ્છ છે તે પ્રગટ થાય છે. આત્માની નિર્મળ જ્યોતિ સમ્યકદર્શનરૂપે પ્રગટી, આગળ વધીને તે અનુપમ કેવળજ્ઞાનને પામે છે. I૧૩ના
યથાર્થ ઉપાય મળવાથી આત્મશદ્ધિ અવશ્ય થાય
મૂસી પાવક સોહગી, ફુકાં તનો ઉપાય;
રામચરણ ચારુ મિલ્યા, મેલ કનકકો જાય. ૧૪ અર્થ :- મૂસી એટલે સોનું ગાળવાની કુલડી, પાવક એટલે અગ્નિ તથા સોહગી એટલે ટંકણખાર તથા અગ્નિને ફૂંકવાની ઘમણ એ ચાર ઉપાય જો મળી જાય તો શ્રી રામચરણ કવિ કહે છે કે કનક એટલે સોનામાં રહેલો મેલ જરૂર નાશ કરી શકાય છે.
તેમ આત્મામાં રહેલ અનાદિની મલિનતાને દૂર કરવા માટે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય ઉપાય યથાયોગ્ય છે. એ ઉપાયો આદરીને આત્માને સો ટચના સોના જેવો શુદ્ધ કરવા યોગ્ય છે કે જેથી મલિનતાનો અંશ પણ રહે નહીં. તેથી આત્મા ઉપર ઊઠીને મોક્ષસ્થાનને પામી સર્વકાળને માટે સુખમાં વિરાજમાન થાય. ૧૪ો.
બૃહદ્ આલોચના કર્મરૂપ વાદળા દૂર થયે આત્માની જ્ઞાનજ્યોત પ્રગટે
કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ;
જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મલ જ્યોતિ અમંદ. ૧૫ અર્થ :- કર્મરૂપી વાદળા જો ખસી જાય તો ચંદ્રમા જેવો આત્મા પ્રગટ થાય. તથા આત્માની જ્ઞાનગુણરૂપ ચાંદની જે મૂળસ્વરૂપે સદા નિર્મળ તથા અમંદ એટલે સદા જ્યોતિ સ્વરૂપ છે, તે સર્વકાળને માટે પ્રકાશિત થાય.
આત્મા નિશ્ચયનયે જોતાં અનંતજ્ઞાન અને અનંતદર્શનાદિ ગુણોનો સ્વામી છે. તે ગુણો કર્મરૂપી વાદળાઓને લઈને ઢંકાયેલ છે. તે વાદળા દૂર થયે આત્માની કેવળજ્ઞાનરૂપ નિર્મળ જ્યોતિ ત્રણેય લોકને પ્રકાશવા સમર્થ છે. તેથી આ કર્મરૂપી વાદળાને દૂર કરવા માટે પ્રથમ આત્મજ્ઞાન પ્રગટાવવાનો જ્ઞાની પુરુષોનો આપણને ઉપદેશ છે. I/૧૫ના
સર્વ દુઃખનું કે સંસારનું મૂળ રાગદ્વેષ રાગદ્વેષ દો બીજમેં, કર્મબંઘકી વ્યાઘ;
આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાથ. ૧૬ અર્થ :- સર્વ કમનું મૂળ રાગદ્વેષ છે. પરપદાર્થો પ્રત્યે રાગદ્વેષ કરવારૂપ બીજથી જ બધા કર્મબંઘની વ્યાધિ ઊભી થાય છે. તે કર્મરૂપી રોગને નાશ કરવાનો ઉપાય આત્મજ્ઞાન અને વૈરાગ્ય છે. આ બે કારણોને મેળવવાથી જીવ આત્મસમાધિરૂપ મુક્તિને પામી સર્વકાળને માટે અનંતસુખને પામે છે.
રાગદ્વેષ એ ભાવકર્મ છે. તેથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો બંધ થાય છે. તે દ્રવ્યકર્મનું ફળ નો કર્મરૂપે શરીરાદિ ઘારણ કરવા પડે છે. તેથી સર્વકર્મનું મૂળ એવા રાગદ્વેષનો જ અભાવ કરવા ભગવંતનો આપણને ઉપદેશ છે.
તે રાગદ્વેષનો અભાવ ભૌતિક પદાર્થ પ્રત્યે વૈરાગ્યભાવ આવવાથી તથા આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવાથી સંભવે છે. જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત થયે જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્તિ, આગળ વઘીને મુક્તિને મેળવી લે છે.