________________
બૃહદ્ આલોચના
“જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ.”
૩૭
શ્રીમદ્ રાજચંદ્ર ||૧૬|| અમૂલ્ય અવસર જાય છે, શીઘ્ર આત્મહિત કરી લો અવસર વીત્યો જાત હૈ, અપને વશ કુછ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપકજ્યોત. ૧૭
અર્થ :— ઘણા ભવના પુણ્યના સંચયવડે આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. સદ્ગુરુનો યોગ તથા આત્માર્થને અનુકૂળ સામગ્રી પણ પ્રાપ્ત થઈ છે. છતાં અવસર હાથમાંથી વહ્યો ન જાય ત્યાં સુધીમાં મારા આત્માનું હિત સદ્ગુરુની આજ્ઞાએ વર્તીને કરી લઉં. કેમકે પુણ્ય હોય ત્યાં સુધી નવું પુણ્ય ઉપાર્જન કરી શકાય છે. જેમકે દીપકની જ્યોતમાં બીજા દીવાની દીવેટ અડાડવાથી તેની પણ જ્યોત પ્રગટાવી શકાય છે તેમ. ‘ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં.’
-શ્રીમદ્ રાજચંદ્ર (પુષ્પમાળા–૪) હવે એવું થવા ન પામે તેના માટે જ્ઞાનીપુરુષો આપણને આમ ચેતાવે છે. ।।૧૭।
સભ્યજ્ઞાન વૃદ્ધિથી સર્વ દુઃખનો સંપૂર્ણ નાશ કલ્પવૃક્ષ, ચિંતામણિ, ઇન ભવમેં સુખકાર; જ્ઞાનવૃદ્ધિ ઇનસે અથિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮
અર્થ :– દેવલોકમાં કે ભોગભૂમિમાં એવા કલ્પવૃક્ષો હોય છે કે જે તેવા પુણ્યવંતને ભૌતિક ઇચ્છિત પદાર્થોની પૂર્તિ કરે છે. તેમ ચિંતામણિરત્ન પણ એક એવો પદાર્થ છે કે જેના આગળ વિધિપૂર્વક ચિંતવન કરવાથી તે પણ ઇચ્છિત પદાર્થોને આપે છે. પણ તે પદાર્થોનો ઉપભોગ તે ભવ પૂરતો જ છે. એક આ ભવમાં જ તે ઇન્દ્રિયસુખના આપનાર થાય છે. તે ઇન્દ્રિયસુખ પણ પર પદાર્થને આધીન હોવાથી કે પોતાની શરીરની સ્વસ્થતાને આધીન હોવાથી પરાધીન, ક્ષણિક, વિષમ તથા રાગદ્વેષના કરાવનાર હોઈ અંતે દુઃખનું જ કારણ થઈ પડે છે, તેથી
૩૮
બૃહદ્ આલોચના તે ઇચ્છવા યોગ્ય નથી. જ્યારે વૈરાગ્ય ઉપશમ વડે આત્મજ્ઞાન વૃદ્ધિ પામી અંતે કેવળજ્ઞાન પ્રગટાવે છે ત્યારે આત્મા સર્વકાળને માટે અનંત અવ્યાબાધ સુખનો ભોક્તા થાય છે. તથા સર્વે સંસારના દુઃખોનો અંત આણી સિદ્ધ ભગવાન બને છે. માટે તે જ ઇચ્છવા યોગ્ય છે. ।।૧૮।। કેવળી ભગવંતે જોયું તેમ જ થશે, માટે આર્તધ્યાનને મૂક રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન;
યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પ૨થમ ધ્યાન. ૧૯ અર્થ : કેવળી ભગવંતો, કેવળજ્ઞાનવડે જગતમાં રહેલ સર્વ પદાર્થોનું ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કેવું પરિણમન થઈ રહ્યું છે તે સર્વ જોઈ રહ્યાં છે. તેમાં રાઈના દાણા માત્ર પણ ઘટવધ થવાની નથી. એવો નિશ્ચયભાવ હૃદયમાં આણીને હે ભવ્યો! તમે ધ્યાનનો પ્રથમ ભેદ આર્તધ્યાન છે તેનો ત્યાગ કરો.
આર્તધ્યાન એટલે દુઃખીત પરિણામ, ક્લેશિત પરિણામ. આ ધ્યાન પ્રાયેઃ તિર્યંચગતિ કે અશાતાવેદનીયનું કારણ થાય છે.
આ આર્તધ્યાનના કુલ ચાર ભેદ છે. (૧) ઇષ્ટ વિયોગ એટલે ગમતી વસ્તુઓનો વિયોગ થઈ જવો. સ્ત્રી, પુત્ર, ધનાદિનો વિયોગ થઈ જવો વગેરે. (૨) અનિષ્ટ સંયોગ એટલે જે ગમે નહીં એવી વસ્તુઓનો મેળાપ થવો. (૩) વેદના આર્તધ્યાન એટલે શરીરમાં વેદના આવ્યે દુઃખિત પરિણામ થવા તે અને (૪) નિદાન આર્તધ્યાન એટલે ભવિષ્યમાં ભોગોની વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા. જેમકે ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવની પદવી મેળવવાની ઇચ્છા. એ ચારેય પ્રકારના આર્તધ્યાન ત્યાગવા યોગ્ય છે. કારણ કે–
“નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિએ, જેથી ચિંતા જાય.''
એમ માની પૂર્વે બાંધેલા કર્મના ઉદય સમયે હર્ષશોકમાં કે રાગદ્વેષમાં નહીં પડતા સમભાવનો અભ્યાસ કરવાનો જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે કે જેથી જીવ આ ભવમાં શાંતિ પામે અને પરભવમાં પણ ઉચ્ચગતિને સાથે.
||૧૯||