________________
બૃહદ્ આલોચના આપનું સ્વરૂપ નીરાગી હોવાથી સચિદાનંદસ્વરૂપ
છો આપ નીરાગી, અનંત ને અવિકારી;
વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. II૧પ અર્થ:- હે ભગવંત! આપ તો નીરાગી છો. આપનું નીરાગી સ્વરૂપ વિચારતાં અમારા રાગદ્વેષ દૂર થાય છે. આપ અનંત છો અર્થાત્ આપને પ્રગટેલ શુદ્ધ આત્મસ્વરૂપનો હવે કોઈ કાળે અંત આવનાર નથી. તથા આપ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં વિકારથી રહિત હોવાથી સદા અવિકારી છો.
સતું એટલે આત્મા. ચિદ્ એટલે જ્ઞાન. આપનું સ્વરૂપ સત્ ચિત્ આનંદ સ્વરૂપ એટલે તે આત્માને જાણવાથી ઉત્પન્ન થતાં આનંદ સ્વરૂપ છે. તેથી આપ સદા આત્મિક સુખને અનુભવનારા છો. f/૧૫
સહજાનંદી અનંતદર્શી અને અનંતજ્ઞાની છો
છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની;
મૈલોક્ય પ્રકાશક, નાથ! શું આપું નિશાની? ૧દા અર્થ - આપ સદા સહજાનંદી એટલે સહજ આત્મસ્વરૂપથી ઉત્પન્ન થતા નિરાકુળ સુખના ભોક્તા છો. જ્યારે સંસારી જીવ તો રાગ, વિકાર કે વિષયાદિના આનંદને કારણે સદા ત્રિવિઘતાપરૂપ દુઃખનો ભોક્તા થાય છે.
હે પ્રભુ! આપને કેવળદર્શન હોવાથી અનંતદર્શી છો. તેથી સકળ વિશ્વનું આપને સહેજે દર્શન થાય છે તથા કેવળજ્ઞાન હોવાથી આપ અનંતજ્ઞાની છો. જેથી આપને સકળ વિશ્વનું એક સાથે જ્ઞાન ઉપલબ્ધ છે.
સર્વ કર્મના આવરણ દૂર થવાથી આપ ત્રણેય લોકના સકળ પદાર્થને પ્રકાશવા સમર્થ છો, તેથી આપ ગૈલોક્ય પ્રકાશક છો. એવા આપના અનંત સ્વરૂપને જણાવવા હું પામર શું નિશાની એટલે ઉપમા આપીને બતાવી શકું? કંઈ જ નહીં. ‘ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ છે. I/૧૬ાા.
મારા હિતને અર્થે સર્વેને ક્ષમાવું છું મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. ૧૭.
બૃહદ્ આલોચના અર્થ - સર્વ કર્મ બંધનથી મુક્ત થઈ મારા આત્માનું હિત થાય તેના માટે ખરા ભાવથી આપને અંતરમાં સાક્ષી રાખી હું બીજાને ક્ષમા આપું છું. તથા બીજા પ્રત્યે ક્ષમા યાચના કરું છું. ભવિષ્યમાં ફરી આવા દોષો થવા ન પામે તેના માટે મને સદા સારી મતિ આપજો. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. I/૧૭ના
નિઃશંકિતપણું સમકિતનો પહેલો ગુણ તુમ પ્રણીત તત્ત્વમાં, શંકાશીલ ન થાઉં;
જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. ||૧૮ અર્થ :- આપે પ્રણીત કરેલા તત્ત્વમાં હું શંકાશીલ ન થાઉં એવી મારી આકાંક્ષા છે. કેમકે નિઃશંકતા એ સમકિતનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમકિતીને રાતદિવસ પુરુષાર્થ જાગે છે તથા આત્મામાં તેની વૃત્તિ લાગી રહે છે.
જે આપ બતાવો તે જ મોક્ષમાર્ગમાં હું સદા ગમન કરું. ‘પુષ્પમાળા'માં ભક્તિકર્તવ્ય અને ઘર્મકર્તવ્ય એમ બે ભેદ ઘર્મના બતાવ્યા છે. સત્પષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવો તે ભક્તિ છે. અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માના પરિણામ સ્થિર થાય તે ઘર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે; પછી તેનું પરિણામ ઘર્મ આવે છે. ૧૮
માત્ર આત્માર્થની જ મારી આકાંક્ષા રહો મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો;
લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. ૧૯ અર્થ - મારી આકાંક્ષા અને વૃત્તિ હમેશાં એવી રહેજો કે જ્યારે મારે દેહને અંગે બીજા કાર્યમાં પ્રવર્તવું પડે અથવા રાત્રે નિદ્રા લઉ ત્યારે પણ ભાવના તો મારી એક આત્માર્થ કરવાની જ રહે. એવી આપ પ્રભુ પ્રત્યે મારી વાચના છે. જેથી હું મહદ્ એટલે સર્વથી મહાન એવા મોક્ષસુખને માણવાનો લહાવો લઈ શકું. ૧૯iા.