________________
૬૫
બૃહદ્ આલોચના સમક્ષ મારા દોષોની નિંદા કરી, ગર્હ કરી, આલોચના કરીને તે તે પાપોને નિવારી શુદ્ધ થવાની મારી કામના છે. તે આપ પ્રભુની કૃપાએ સિદ્ધ થાઓ એવી આપ પ્રભુ પ્રત્યે મારી હાર્દિક પ્રાર્થના છે. હું અનાદિકાળનો અપરાધી, મેં કૂરભાવે અઢારે પાપસ્થાનકો સેવ્યાં
(અંજનાની દેશી) હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
અર્થ - હું અનાદિકાળથી અજ્ઞાનવશ અનેક અપરાશ કરતો આવ્યો છું. પૂર્વે ચોરાશી લાખ જીવયોનિમાં અનંતવાર જન્મ લઈ મેં અનેક ગુના એટલે અપરાધો કર્યા છે. દ્રવ્યથી અને ભાવથી મેં અનંત દોષો સેવ્યાં છે. દ્રવ્યથી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાય જીવોના મેં અનંતવાર પ્રાણ લૂંટ્યા. તથા અઢારે. પાપસ્થાનકોને મેં દ્રવ્ય અને ભાવથી દૂર રીતે સેવ્યા. તેના ફળમાં અનંતકાળથી ચારગતિઓમાં ભટકી હું અનંત દુઃખ પામ્યો છે. ખરેખર હું મોટો અપરાથી છું. નક્કી હું તે દોષોના બદલાનો દેણદાર છું. માટે સદ્ગુરુ ભગવંત સમક્ષ મારા અપરાધોને સાચા ભાવે ખમાવું છું. હે સર્વ જીવો! મને માફ કરો, મારા અપરાધોને ક્ષમા કરો. એવી આપ સર્વ પ્રત્યે મારી ભાવભીની વિનંતિ છે. તે સ્વીકારી અને સર્વ દોષોથી નિવૃત કરો, જેથી હું શાશ્વત સુખસ્વરૂપ એવી મુક્તિને મેળવી સ્વરૂપાનંદમાં લીન થાઉં.
તે અઢાર પાપસ્થાનક વગેરે કયા કયા દોષો સેવ્યા છે તેનું વિશેષ વર્ણન હવે ગદ્યમાં નીચે જણાવે છે. (હવેનું ગદ્ય મૂળ હિન્દી ભાષામાં છે તેનું ગુજરાતી ભાષાંતર મૂક્યું છે.)
આજ સુધી આ ભવમાં, પહેલા સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુશર્મની સદુહણા, પ્રરૂપણા, કરસના સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
૬૬
બૃહદ્ આલોચના ભાવાર્થ – હે પ્રભુ! આજ સુધી અક્ષણ પર્યત આ ભવમાં કે આ ભવ પહેલાં અજ્ઞાન અવસ્થામાં કરેલ સંખ્યાત, અસંખ્યાત કે પૂર્વે કરેલા અનંતા ભવોમાં કુગુરુ, કુદેવ અને કુઘર્મની સહણા એટલે શ્રદ્ધા કરી હોય, પ્રરૂપણા એટલે તેમના ઉપદેશનો ફેલાવો કર્યો હોય, અથવા તેની ફરસના એટલે તે પ્રમાણે વર્યો હોઉં, સેવના એટલે તેમની દ્રવ્ય કે ભાવથી સેવા કરી હોય, તે સંબંધી જે જે પાપદોષ લાગ્યા હોય તે સર્વે મિચ્છા મિ દુક્કડે એટલે મિથ્યા મે દુષ્કૃત અર્થાત્ તે બઘા મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ અર્થાત્ નાશ પામો, એમ હું સાચા અંતઃકરણથી આપની પાસે ભાવના ભાવું છું. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા બઘા કુગુરુ છે. અને આત્મજ્ઞાનથી યુક્ત તે સદ્ગુરુ છે. વીતરાગતા રહિત રાગી દ્વેષી દેવો તે કુદેવ છે. જેના પડખામાં સ્ત્રી છે તે રાગનું ચિહ્ન છે અને જેના હાથમાં શસ્ત્ર છે તે બધા કુદેવ છે. વીતરાગ પરમાત્મા જેવો કોઈ દેવ થયો નથી અને થશે પણ નહીં. તેમજ ધર્મ એ આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવને પામવા જે વ્યવહાર ઘર્મના મૂળમાં દયા છે તે જ સત્ય ધર્મ છે. “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર,
અહિંસા પરમો ધર્મ” એમ ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ છે.
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ - અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડ..
ભાવાર્થ - હે પ્રભુ! અજ્ઞાનપણે એટલે આપના કહેલા બોઘથી વિપરીત જાણીને, કે મિથ્યાત્વપણે એટલે આપના બોઘથી વિપરીત માન્ય કરીને જેમકે દેહમાં આત્મબુદ્ધિ કે પરમાં મારાપણું માનીને, અવ્રતપણે એટલે આપના દ્વારા ઉપદિષ્ટ શ્રાવક કે મુનિના વ્રતોને ન સ્વીકારીને, કષાયપણે એટલે ક્રોથમાન-માયાલોભાદિ અથવા કષાયના કારણ એવા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આદિ નોકષાય પણે વર્તીને, અશુભયોગ એટલે મન, વચન કાયાના ત્રણે યોગ વડે અશુભ પ્રવૃત્તિ કરીને, પ્રમાદ એટલે આત્માને ભૂલી બધી પ્રવૃત્તિ કરીને મેં અપછંદ એટલે ઉશૃંખલપણે સદેવગુરુઘર્મનું અવિનીતપણું