Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ૭૮ બૃહદ્ આલોચના ૭૭ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ઘાર્યો, થરાવ્યો, ઘરતા પ્રત્યે અનુમોદ્યો તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર, ચિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ભાવાર્થ - પરિ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડે. ચારે બાજુથી મોહમૂછના કારણે જીવને પકડી રાખે તે પરિગ્રહ. સચિત પરિગ્રહ એટલે જીવંત પરિગ્રહ તે દાસ, દાસી એ દ્વિપદ એટલે બે પગવાળા અને ચૌપદ એટલે ઢોર પશુ ચાર પગવાળા આદિ તથા મણિ, માણેક, પત્થર આદિ અનેક છે અને અચિત પરિગ્રહ તે સોનું, રૂપું, એટલે ચાંદી, વસ્ત્ર, આભરણ એટલે ઘરેણાં આદિ અનેક વસ્તુ છે. તે પદાર્થો પ્રત્યે મમતા એટલે મારાપણું કર્યું. મૂચ્છ એટલે આસક્તિ રાખી પોતાપણું કર્ય, ક્ષેત્ર એટલે જમીન, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને મિથ્યાત્વ એ ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે; તેને મેં મોમૂછ સહિત ઘારણ કરી તેમાં મમતા બુદ્ધિ કરી, કરાવી અને ઘારણ કરનારની અનુમોદના કરી, તથા રાત્રિભોજન, અભક્ષ્ય, આહારાદિ કરવાથી જે પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર હો, ધિક્કાર હો, વારંવાર તે દુષ્કૃત્યો મિથ્યા થાઓ એવી ભાવના ભાવું છું. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના સર્વ પ્રપંચોથી નિવર્તીશ; તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોઘ પાપસ્થાનક : ક્રોથ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તમાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ બૃહદ્ આલોચના અંતરમાં બળે છે, સંતાપ પામે છે, આંખો લાલ થાય છે, બીજાને કડવા વચન કહે છે, ગાળો આપે, ડરાવે, ઘમકાવે, મારે, શાપ આપે, હાથ પગ ઉછાળે કે ક્રોધના આવેશમાં માણસ કંઈનું કંઈ કરી બેસે છે. એવો ક્રોઘ કરીને મેં મારા આત્માને તેમજ પરના આત્માને સંતાપિત કર્યા, દુઃખી કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર જણાવું છું કે મારા એવા અપરાધ નિષ્ફળ થાઓ. સાતમું માન પાપસ્થાનક : માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ - માન એટલે અહંકાર. અહંકારમાં પોતાને મોટો માને, હું જે કરું છું તે બધું સારું જ કરું છું એમ માને અને તેમજ વર્તે. તે અહંભાવ સહિત ત્રણ ગારવ કર્યા. ગારવ એટલે ગર્વ, ઘમંડ, ગારવના ત્રણ પ્રકાર છે. ઋદ્ધિ ગારવ, રસ ગારવ અને શાતા ગારવ. પૂર્વ પુણ્ય પ્રાપ્ત થયેલ ઘનાદિ ઋદ્ધિનો ગર્વ કરવો તે ઋદ્ધિ ગારવ. અમે તો મિષ્ટાન્ન સિવાય જમીએ નહીં વગેરે રસ ગારવ. માથું દુઃખવું કેવું હોય તે પણ અમે જાણીએ નહીં વગેરે શાતા ગારવ છે. પછી આઠ પ્રકારના મદ છે. મદ એટલે પ્રાપ્ત થયેલ વસ્તુથી છકી જવું તે મદ. તેના આઠ પ્રકાર છે. જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, જ્ઞાનમદ, તપમદ, ઘનમદ, ઐશ્વર્યમદ. અજ્ઞાનદશામાં મારા જીવે આવા મદ આદિ કર્યા તે મને વારંવાર ધિક્કાર, ધિક્કાર, મારા આવા અપરાધ નિષ્ફળ થાઓ. આઠમું માયા પાપસ્થાનક : સંસાર સંબંધી તથા થર્મ સંબંઘી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ :- માયા એટલે કપટ, સરળતાનો અભાવ. મનમાં કંઈ, વચનમાં બીજું અને વર્તનમાં વળી ત્રીજું તે માયાકપટ છે. માયાના બે પ્રકાર છે. એક લૌકિક એટલે સંસાર સંબંધી માયા. તેમાં પોતા પાસે જે ઉપલબ્ધ સામગ્રી હોય તેનાથી અધિક બતાવી પોતાનો સ્વાર્થ સાધવો દુક્કડં. ભાવાર્થ - ક્રોથ એ કાળ જેવો છે. ક્રોઘ આવતાં પોતે પ્રથમ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42