Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 30
________________ બૃહદ્ આલોચના ૫ અર્થ :- ઉત્તુંગ એટલે ઉપર ચઢીને જો ત્યાંથી નીચે પડવાનું હોય તો તે શિખર નથી પણ, તેના માટે ઊંડો કૂવો છે. તેવી જ રીતે જે સુખની અંદર દુઃખનો વાસ છે તે સુખ નથી પણ દુઃખનું જ બીજું રૂપ છે. પાંચ તે ઇન્દ્રિયના કહેવાતા સુખો પુણ્યબળે પામી, તે ભોગવતી વખતે રાગદ્વેષ કરીને કે પુણ્યવડે ઘનાદિ મેળવી અભિમાન કરીને જો જીવ નવીન કર્મબંધ કરે, તો તેના ફળમાં તે દુઃખ જ પામશે. માટે તે ઘનાદિ કે ઇન્દ્રિયસુખ ખરું સુખ નથી પણ તે સુખાભાસ એ દુઃખનું જ બીજું રૂપ સમજવું. એવા ક્ષણિક ઇન્દ્રિયસુખ પાછળ લલચાવા જેવું નથી. ગા પુણ્યના ઉદયમાં દોષો સેવે પણ કર્મ તેને છોડે નહીં જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ અર્થ :– જ્યાં સુધી પુણ્યના ઉદયનો કરાર એટલે મુદત પૂરી થઈ નથી ત્યાં સુધી જીવ હજારો દોષો સેવે, પાપ કરે તો પણ માફ થયેલા જણાય છે; અર્થાત્ કોઈ તેનું નામ લેતું નથી. પણ જ્યારે તે પુણ્ય પૂરું થાય છે ત્યારે બધા જ સંયોગો વિપરીત જણાય છે. ચારે તરફથી અપકીર્તિ પામી અંતે દુર્ગતિમાં જઈ તે જીવ અનેક દુઃખો ભોગવે છે. એમ પાપાનુબંધી પુણ્યનો ઉદય જીવને નીચ ગતિમાં ઢસડી જાય છે. IILII પુણ્યના ઉદયમાં આત્મહિત કરી લેવું પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯ અર્થ :— સંસાર પુણ્યપાપના દ્વંદ્વરૂપ છે. જ્યારે પુણ્યનો ઉદય ક્ષીણ થાય છે ત્યારે પાપનો ઉદય થાય છે. પાપ કે પુણ્યનો ઉદય સર્વ કાળ માટે એક સરખો રહેતો નથી. પુણ્યના ઉદયમાં જીવ નવીન પુણ્ય ઉપાર્જન ન કરે તો પાપના ઉદયમાં તે થવાનું નથી. પાપના ઉદયમાં તો આપોઆપ ચારે તરફથી દુઃખના નિમિત્તો ઊભા થાય છે. જેમ જંગલમાં વાંસ પરસ્પર ઘસાવાથી કે વૃક્ષોની ડાળીઓ અત્યંત પવનવડે ઘસાવાથી આપોઆપ આગ લાગી જાય છે; અને તે દાવાનળનું રૂપ લઈ અનેક વૃક્ષોને ૫૬ બૃહદ્ આલોચના બાળી નાખે છે. માટે પુણ્યના ઉદયમાં અવશ્ય આત્મહિત કરી લેવું. ।।૯।। પાપનું ફળ દુઃખ આવે પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦ અર્થ :– કરેલા પાપોને જીવ છુપાવવા પ્રયત્ન કરે તો પણ તે છૂપા રહી શકે નહીં. મોડે વહેલે પ્રગટ થાય. કોઈક જીવને પૂર્વ જન્મમાં કરેલ પુણ્યરૂપ મહાભાગ્યના ઉદયે આ ભવમાં પાપ પ્રગટ ન થાય, તો પણ તેને પાપનું ફળ ભોગવવું પડશે. જેમ આગને રૂમાં લપેટી રાખવાથી તે કંઈ દબાઈ રહે નહીં. તે રૂને બાળીને પણ પ્રગટ થાય. માટે કોઈ પણ પ્રકારના પાપ કરવા નહીં. પાપ કરવાથી આ ભવ પરભવ બન્ને દુઃખમાં જાય છે. ।।૧૦। મૃત્યુ નિશ્ચિત માટે આત્મસ્વરૂપને શીઘ્ર ઓળખ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ અર્થ :– મોટે ભાગે સત્પુરુષના યોગે જ્યારે જીવને ભાન આવે છે ત્યારે ઘણું જીવન વ્યતીત થઈ ગયું હોય છે. અને થોડું માત્ર બાકી હોય છે. માટે સત્પુરુષો કહે છે કે હવે તો સુરત એટલે તારા સ્વરૂપનો લક્ષ કર, તેની સંભાળ લે. કેમકે પરભવમાં નક્કી જવું પડશે. મૃત્યુ કોઈને છોડશે નહીં. મરણ પાસે બધા જ અશરણ છે. માટે ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે આ મનુષ્યજન્મ મળ્યો છે તેને વૃથા ખોઈ ન દે. પણ આત્માનું શાશ્વત સ્વરૂપ જાણી મૃત્યુનો ભય નિવાર અને સ્વરૂપ ઘ્યાનવડે સમાધિમરણને સાધ્ય કર. ||૧૧|| ધર્મના સંસ્કારરૂપી ઘનની ભવોભવમાં આવશ્યકતા ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. ૧૨ અર્થ :— ચાર કોશ માત્ર ગામનું અંતર હોય અને ત્યાં જવાનું હોય તો સાથે ખરચી એટલે જરૂર પડતા રૂપિયા તથા ખાવા માટે ભોજન પાણી વગેરેનું ભાથું, લાર એટલે પાછળ બાંધી રાખે છે કે જેથી મને ત્યાં

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42