Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 33
________________ ૬૧ કુર બૃહદ્ આલોચના જ્યારે અણસમજુ એવો અજ્ઞાની જીવ તે પાપ કરીને હરખાય છે, રાજી થાય છે. જ્ઞાનીને, પાપના ફળ કડવા દુઃખરૂપ આવે છે તેની જાગૃતિ હોવાથી તેને કોઈ પદાર્થમાં આસક્તિ નથી તેથી તે લુખા કર્મ બાંધે છે. તે કર્મો ધ્યાનથી નિવૃત્ત થઈ શકે. જ્ઞાનીની સંસારમાં પ્રવૃત્તિ તે રુચિપૂર્વકની નથી પણ માત્ર ઉદયાથીન છે. જ્યારે અજ્ઞાનીને પરપદાર્થમાં અત્યંત આસક્તિ હોવાથી તે ચીકણાં એટલે તીવ્ર કર્મનો બંઘ કરે છે, અને તેના ફળમાં તે ચોરાશી લાખ જીવયોનિમાં રઝળ્યા કરે છે. જ્યારે જ્ઞાની પુરુષોને અનંતાનુબંધી કષાય જવાથી “અપ્પોસિ હોઈ બંઘો, નિદ્ધ ઘસ્યું ન કુણઈ અર્થાત તેમને અલ્પમાત્ર કર્મનો બંધ થાય છે. તેમને અનંત સંસાર વઘારે એવા નિર્ધ્વસ પરિણામ કદી થતા નથી. માટે સંસારી જીવે કોઈ પદાર્થમાં આસક્તિ કરવા યોગ્ય નથી. ૨૦. પોતાના આત્મસ્વરૂપને સમજી અનંતા જીવો મોક્ષને પામ્યા સમજ સાર સંસારમેં, સમજુ ટાલે દોષ; સમજ સમજ કરિ જીવ હી, ગયા અનંતો મોક્ષ. ૨૧ અર્થ :- આ જગતમાં એક સમજ એટલે સમ્યકજ્ઞાન જ સારરૂપ છે. જ્ઞાન એ પ્રત્યેક આત્માનો ગુણ હોવા છતાં તે વિપરીત જ્ઞાનરૂપે પરિણમેલો હોવાથી અજ્ઞાન કહેવાય છે. પણ જો જ્ઞાની પુરુષના ઉપદેશે જડ ચેતનાત્મક વિશ્વનું સ્વરૂપ સમજે તો સમજનાર જીવ પોતાના રાગદ્વેષ કામ ક્રોધાદિ દોષોને ટાળી શકે છે. આ પ્રકારે ચેતનમય પોતાના આત્માનું અનંત સુખસ્વરૂપ સમજીને તથા સદ્ગુરુ આજ્ઞાએ દેહથી ભિન્ન એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય આદરીને ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષને પામ્યા છે, પામે છે, અને પામશે. માટે આપણે પણ તે જ સ્વસ્વરૂપને સમજી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તી આત્માનું શાશ્વત સુખ મેળવી લઈએ તો આ મનુષ્યભવની કિંમત કોઈ રીતે થઈ શકે એમ નથી. પરમકૃપાળુદેવે પણ પત્રાંક ૬૫૧માં જણાવ્યું કે-“જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે.” વળી પત્રાંક ૫૩૭માં કહ્યું કે–“એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે.” રવા બૃહદ્ આલોચના સર્વ દુઃખ નાશનો ઉપાય વિષય કષાયનો ત્રણેય યોગથી સંવર ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સે, મિટે કર્મ દુઃખરોગ. ૨૨ અર્થ - પાંચ ઇન્દ્રિયના રૂપ, રસ, ગંઘ, સ્પર્શ અને શબ્દ એ વિષયો છે; તેનું ઉપશમન કરવું અર્થાત્ તે તે વિષયોમાં વૃત્તિને ન જવા દેવી; તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય ભાવો છે, તેને ઉપશમાવવા અર્થાત્ તેના પ્રતિપક્ષી ગુણો જે ક્ષમા, વિનય, સરળતા અને સંતોષભાવ છે તેને હૃદયમાં લાવી ક્રોધાદિ કષાયોમાં ન તણાવું તે ઉપશમ છે. વિષયોના કારણે કષાયના ભાવો જન્મે છે. વિષય કષાયને લઈને આ સંસાર છે. માટે પરમકૃપાળુદેવે જણાવ્યું કે નથી ઘર્યો દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” વિષયકષાયમાં પ્રવર્તવાથી સંસાર વધે છે. અને એના પ્રતિપક્ષી ગુણો વૈરાગ્ય ઉપશમભાવ લાવવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. વળી દ્રવ્યકર્મ આવવાના કારણ મનવચનકાયાના ત્રણ યોગ છે. તે દ્વારા શુભાશુભ કર્મનો જીવને આસ્રવ થાય છે. માટે પ્રથમ વિષય કષાય ઉપશમ કરી ભક્તિ સત્સંગ સ્મરણ આદિ શુભ પ્રવૃતિઓમાં રહી અશુભ કર્મો આવવાના કારણોને રોકવા. પછી “શુભ ભાવવડે મન શુદ્ધ કરો.” એમ શુભભાવવડે શુદ્ધ ભાવને પામી કર્મ આવવાના આગ્નવોનો નિરોઘ કરવો તેનું નામ સંવર છે. વિષયકષાયનો ઉપશમ તથા મનવચનકાયાના યોગની સંવરરૂપ ક્રિયા જો યત્ના અને વિવેકપૂર્વક કરવામાં આવે તો જન્મ જરાને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ’ જે રાગદ્વેષાદિ કર્મના ફળમાં રહેલા છે તેનો અવશ્ય નાશ થાય, અને આત્મા પોતાના શાશ્વત અનંત સમાધિસુખને પામે. એમ જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવથી સર્વ દુઃખ નાશનો ઉપાય આપણને બતાવ્યો. રરા

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42