Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 31
________________ બૃહદ્ આલોચના ૫૭ કંઈ તકલીફ ન પડે. તો આ ભવમાંથી નિશ્ચિતરૂપે જીવે પરભવમાં જવાનું છે. ત્યાં આપણી સંભાળ લેનાર કોણ છે? પોતાનાં જ પુણ્યપાપના ફળ ત્યાં સુખ દુ:ખ રૂપે આપશે. માટે અહીં ધર્મ સંબંધી વિચાર કરવો જોઈએ. ‘ઘર્મ કહે આત્મસ્વભાવ કું' તેથી ગુરુઆજ્ઞાએ આત્મસ્વભાવને ઓળખવાનો ભક્તિ સહિત ગાઢ પ્રયત્ન કરીને આત્મામાં ઊંડા સંસ્કાર નાખવા જોઈએ કે જેથી તે સંસ્કારરૂપી ઘન પરભવમાં પણ તેની સાથે જાય. ત્યાં ફરી ઘર્મનું અનુસંઘાન થઈ બે-ત્રણ ભવમાં નીવેડો આવી જાય અર્થાત્ મુક્તિને મેળવી લે. કહ્યું છે કે ‘ભક્તિનું ભાથું સાથે ભરી લે, શ્રદ્ઘાવડે સમકિત કરી લે; મળ્યા શ્રીમદ્ ગુરુરાય, ભાઈ તારી જિન્દગી ચાલી જાય.’ ।।૧૨।। વિનયવાન જીવ ધર્મ બોઘ પામે ૨જ વિરજ ઊંચી ગઈ, નરમાઈકે પાન; પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે તાન. ૧૩ અર્થ :– રજ એટલે ધૂળના કણ અને વિરજ એટલે વિશેષ નાના ધૂળના સૂક્ષ્મ રજકણો. તે પત્થરની જેમ ભારે કે કઠોર નથી પણ હલકા અને નરમ છે. તે રજકણો હલકા અને નરમ હોવાથી પવનવડે ઊડીને ઊંચ સ્થાને જઈ બિરાજે છે. જ્યારે પત્થર પોતાની કરડાઈ એટલે કઠોરતાના કારણે પગોની ઠોકરો ખાતો ફરે છે, તેમ નમ્રતાવાળા વિનયી જીવો ઉત્તમ ઘર્મબોધ પામી ઊંચ ગતિને સાથે છે. તે કાળાંતરે સર્વોત્કૃષ્ટ એવા સિદ્ઘપદને પામી લોકાંતે જઈ બિરાજે છે. જ્યારે વિનયહીન અભિમાની જીવ પત્થરની જેમ જીવનમાં અનેક ઠોકરો ખાઈ અંતે નીચ એવી દુર્ગતિમાં જઈ પડે છે. માટે હમેશાં વિનયવાન બની અહંકારનો ત્યાગ કરવા યોગ્ય છે. ।।૧૩। હમેશાં ગુણગ્રાહી થવું અવગુન ઉર ધરીએ નહીં, જો હવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહિ છાયામેં સૂલ. ૧૪ અર્થ :– કોઈના પણ અવગુણને હૃદયમાં લાવી તેની નિંદા કરવી ૫૮ બૃહદ્ આલોચના નહીં. ‘પરિનંદા એ સબળ પાપ માનવું.' પ્રત્યેક જીવમાં ગુણ અને અવગુણ બન્ને હોય છે. કાલુ નામના કવિ કહે છે કે બબૂલ એટલે બાવળનું વૃક્ષ કાંટા સહિત હોય પણ તેની છાયામાં કાંટા હોતા નથી. તો વિરખ એટલે તે વૃક્ષનો ગુણ ગ્રહણ કરી તેની શીતળ છાયાની પ્રશંસા કરવી જોઈએ. પણ કાંટાના દોષની નિંદા કરવી ન જોઈએ. જો સંપૂર્ણ ગુણી આત્મા હોય તો મોક્ષમાં હોય અને સંપૂર્ણ દોષી હોય તે નરકમાં હોય. મનુષ્યપણું પુણ્યપાપના લગભગ સમાનપણાથી મળે છે. મનુષ્યમાં ગુણ અને અવગુણ બન્ને હોય. પણ ‘જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ' માટે ગુણગ્રાહી બની સર્વના ગુણો પ્રત્યે પ્રમોદભાવ લાવવાથી જીવ સમ્યક્દર્શનની યોગ્યતાને પામે છે. જ્યારે દોષવૃષ્ટિ કેળવી દોષોનો ભંડાર બની દુર્ગતિએ જાય છે. ।।૧૪।। અજ્ઞાની અજ્ઞાનવશ વર્તે, પણ સમજુ તેવો થાય નહીં જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાકા બુરા ન માનીએ, કહાં લેને વો જાય ? ૧૫ અર્થ :— ‘જગત જીવ હૈ કર્માઘીના' જગતના જીવો બધા કર્મને આધીન છે. કર્મને આધીન જેવી પ્રકૃતિ મેળવી છે તેવી જ ઉદય આવ્યે દેખાવ આપે છે. જેમકે કોઈ વ્યક્તિ ક્રોધમાં આવી ગમે તેમ બોલે પણ તે નિમિત્તે આપણે વાંકુ કે બૂરું ન બોલવું જોઈએ. કારણ તે બિચારો અજ્ઞાની જીવ ક્ષમા ગુણને ક્યાં લેવા જાય? ક્ષમા ગુણનું તેને ભાન નથી તેથી જ આવી ગેરવર્તણુંક કરે છે. પણ આપણે ઉપશમની કિંમત જાણતા હોઈએ તો તે સમયે ક્ષમા ગુણને પાસે રાખી નવીન કર્મનો થતો બંધ અટકાવવો જોઈએ. ।।૧૫।। પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતનો મહિમા અપરંપાર ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬ અર્થ :— પરમકૃપાળુ સદ્ગુરુદેવ એક કારીગર એટલે શિલ્પકાર જેવા છે. જેમ શિલ્પી ટાંકણાવડે બેડોળ પત્થરને પણ ઘડી ઘડીને પૂજવા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42