Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 29
________________ પ૧ બૃહદ્ આલોચના કામ ભોગનું ફળ કિંપાક ફળ સમાન કામ ભોગ પ્યારા લગે, ફલ કિંયાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪ અર્થ - અનાદિકાળથી જીવને સ્પર્શ ઇન્દ્રિયનો વિયોગ થયો નથી. તેથી વિશેષપણે આ જીવને કામ ભોગ પ્યારા લાગે છે. પણ તે ભોગ જીવને દેહાદિમાં અત્યંત આસક્તિ કરાવી જન્મમરણ વઘારે છે, વીર્યશક્તિનો નાશ કરી આ ભવમાં નિર્બળતા આપે છે, તથા ‘વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન' એટલે આ વિષયનો અંકુર માત્ર ભાવ હૃદયમાં ઉત્પન્ન થતાં; જ્ઞાન, ધ્યાન ટળી જાય છે, અને મોહમયી ભાવો કરાવે છે. તેનું પરિણામ કિંપાક ફળ સમાન આવે છે. કિંપાક ફળ દેખાવે સુંદર તેમજ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. પણ પેટમાં જતાં આંતરડાને તોડી નાખે છે. માટે કામવાસનાને કિંપાક ફળ સમાન ગણી ત્યાગવા યોગ્ય છે. આ વાત વિશેષ સમજાવવા માટે બીજું દ્રષ્ટાંત આપે છે. કોઈને ખરજવાનું દર્દ થયું હોય તો તે ભાગને ખણખણ કરે. ખરજવાની ખાજને ખણતાં તે બહુ મીઠી લાગે છે. પણ તે ભાગ પછી છોલાઈ જતાં તે ખરજવું વધી જાય છે અને દુઃખની ખાણરૂપ થઈ પડે છે. તેમ ઇન્દ્રિયજન્ય ભોગોને ભોગવવાથી તેની આસક્તિ વધે છે અને તે જીવને અનંત જન્મમરણના ફેરામાં ધકેલી દઈ દુઃખની ખાણરૂપ થઈ પડે છે. //૪ો. સશુરુ આજ્ઞાએ જપ તપ સંયમનું ફળ મોક્ષ જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારન પીછે ઘનો નિશ્ચય પદ નિરવાન. ૫ અર્થ:- સંસારી મોહી જીવને ચિત્તની સ્થિરતા માટે જપ કરવાનું કે ઇન્દ્રિય નિગ્રહ માટે બાહ્ય તપ અથવા શ્રદ્ધા બળ વધારવા અંતરંગ સ્વાધ્યાય આદિ તપ કરવાનું કે પર પદાર્થમાં રાગદ્વેષ ઘટાડવા માટે સંયમ સદાચારનું પાલન કરવાનું, તે દોહ્યલું જણાય છે, કડવા ઔષથને પીવા સમાન જણાય છે. પણ તે કડવા ઔષઘને પીવાથી રોગ મટે છે, અને ૫૪ બૃહદ્ આલોચના રોગ મટવાથી પ્રાપ્ત થયેલી સ્વસ્થતા તેને ઘણા સુખનું કારણ થાય છે. તેમ સદ્ગુરુ આજ્ઞાએ પ્રથમ અવસ્થામાં કડવા ઔષઘ સમાન અરુચિ ઉત્પન્ન કરનાર એવા જપ, તપ, સંયમનું સેવન કરવાથી જીવને અનાદિનો આત્મભ્રાંતિરૂપ રોગ મટે છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી આગળ વથી સંયમને અંગીકાર કરી સર્વથા ચારિત્રમોહનો નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. કેવળજ્ઞાન પ્રગટવાથી નિશ્ચયે નિર્વાણપદ અર્થાત્ મોક્ષપદને પામી આત્માના અનંતસુખમાં સર્વકાળને માટે તે બિરાજમાન થાય છે. //પા. અનંત દુઃખથી ભરેલો સંસારરૂપી સમુદ્ર ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ અર્થ :- ડાભ એટલે ઘાસની અણી પર પડેલું ઝાકળનું જળબિંદુ અલ્પ સમય માત્ર ટકે છે. તે પવન આવતાં પડી જાય છે. અથવા સૂર્યના તાપથી સૂકાઈ જાય છે. તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખની ચાહનાનું ફળ પણ તેવું જ ક્ષણિક છે. તે પર પદાર્થને આધીન છે. એક ઘારું રહેતું નથી. તથા પોતાના શરીરની સ્વસ્થતા ન હોય તો પ્રાપ્ત ઇન્દ્રિય સુખ પણ ભોગવી શકાતું નથી. વળી તે રાગ દ્વેષના ભાવો કરાવી નવીન કર્મનો બંઘ પાડીને ચાર ગતિરૂપ ભયંકર સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે. તે સંસાર રૂપી સમુદ્ર આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા, મરણ આદિ અનેક દુઃખરૂપી જળથી ભરેલો છે. અનાદિથી એવો જ સંસારનો સ્વભાવ છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને ઠ દીથી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૯૬) Iકા ઇન્દ્રિય સુખાભાસ તે દુઃખનું જ બીજું રૂપ ચઢ ઉનંગ જહાંસે, પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખરૂપ. ૭

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42