________________
બૃહદ્ આલોચના
૬૭ એટલે અવિનય કર્યો, આશાતના કરી, તે સર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ વડે થતાં મારા સર્વ દોષો તે મિથ્યા થાઓ. દુક્કડું એટલે દુષ્કૃત્યો, મિ એટલે મારા તે મિચ્છા એટલે મિથ્યા થાઓ. એવી મારી અભિલાષા છે.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણઘરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, અને શ્રી સાધુસાથ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદ્રષ્ટિ સાથર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્ર-પાઠની, અર્થ-પરમાર્થની, ઘર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિ કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યક પ્રકારે વિનય, ભક્તિ, આરાઘના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાશ સર્વે માફ કરો, ક્ષમા કરો, હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
ભાવાર્થ – શ્રી અરિહંત ભગવંતની કે વીતરાગતાને પામેલા એવા કેવળજ્ઞાનીની કે શ્રી ગૌતમાદિ ગણઘરદેવની, શ્રી આચાર્ય ભગવાનની, શ્રી ઘર્માચાર્યની એટલે ઘર્મનો વિશેષ પ્રકારે ફેલાવ કરનાર એવા શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેની, શ્રી ઉપાધ્યાયની અને સાધુ-સાધ્વીની, શ્રાવક, શ્રાવિકાની; સમદ્રષ્ટિ એટલે સમ્યફષ્ટિની, સાઘર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રના મૂળ સૂત્રપાઠની, શાસ્ત્રોના અર્થની અને પરમાર્થની એટલે નય આદિવડે પ્રકાશિત તેના રહસ્યની, ઘર્મ સંબંધી સર્વ ભાવોની અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતના મન, વચન અને કાયા વડે કરી, કરાવી, અનુમોદી, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વીતરાગ ભગવંતોની સમ્યપ્રકારે વિનય, ભક્તિ, આરાઘના, પાલન, સ્પર્શના તથા સેવના એટલે સેવા વગેરે યથાયોગ્ય પ્રમાણે અનુક્રમ પૂર્વક નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે સર્વ માટે મને ધિક્કાર હો, ધિક્કાર હો. વારંવાર હું ભાવના ભાવું છું કે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, નાશ પામો.
બૃહદ્ આલોચના હે નાથ! મારી સર્વ પ્રકારની ભૂલચુક, અવગુણ, અપરાધ વગેરે માફ કરો, ક્ષમા કરો; હું મન વચન કાયાએ કરી ખમાવું છું. ગુરુ આજ્ઞા ન ઉઠાવવાથી અપરાધી
(દોહા) અપરાથી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર;
ઠગું વિરાણા માલમેં, હા હા કર્મ કઠોર. અર્થ :- પરમકૃપાળુ સરુદેવે મારા ઉપર કૃપા કરી મને આત્મધર્મનો બોઘ આપ્યો છતાં હું દેહમાં આત્મબુદ્ધિ છોડી દઈ આત્મામાં આત્મબુદ્ધિ કરી તેમની આજ્ઞા ઉઠાવતો નથી, માટે હું સદ્ગુરુ પરમકૃપાળુદેવનો અપરાથી છું. વિષયવિકારથી ભરેલો છું. તેની વાસનાના કારણે કષાયભાવો કરી એટલે ત્રણેય લોકની સર્વ સંપત્તિ મને મળી જાય એવી ભાવના હોવાથી, ભાવથી હું ચોર છું. કેમકે પૌલિક પદાર્થ પોતાના નથી છતાં પોતાના માનવા એ ભાવ ચોરીનો જ પ્રકાર છે. પરિગ્રહમાં તીવ્ર આસક્તિના કારણે હું વિરાણા એટલે બિરાના અર્થાત્ પારકા માલને પણ ઠગીને મેળવવા પ્રયત્નશીલ છું. માટે હાય ! હાય! હું કેવો કઠોર ક છું કે આપનો યોગ અને બોઘ મળવા છતાં પણ મારું મન પાપથી ડરતું નથી.
ભયંકર દોષોથી યુક્ત હોવાથી મહાપાપી કામી કપટી લાલચી અપછંદા અવિનીત;
અવિવેકી ક્રોથી કઠિન, મહાપાપી ભયભીત. અર્થ - હે પ્રભુ! વિષય વિકારથી ભરપૂર વૃત્તિવાળો હોવાથી કામી છું. મનમાં કંઈ, વચનમાં બીજું અને વળી વર્તનમાં ત્રીજું હોવાથી હું મહાકપટી છું. અનેક પ્રકારના ભોગોની મનમાં તીવ્ર લાલસા એટલે ઇચ્છા હોવાથી હું લાલચી છું. અતિ ઉશ્રુંખલ હોવાથી અપછંદ એટલે સ્વચ્છંદી છું. વિનય વિનાનો હોવાથી અવિનીત છું. મારા આત્માના હિત અહિતનું ભાન મને ન હોવાથી હું અવિવેકી છું. કઠીન એટલે મહા મુશ્કેલીએ શમે એવા મહાક્રોઘનો ઘારક છું. હું સદૈવ વિષયકષાયમાં પ્રવૃત્તિ કરવાથી