Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 34
________________ બૃહદ્ આલોચના ૬૩ સમ્યક્દર્શનવડે નિર્વેર બુદ્ધિ થઈ તો જીવની મુક્તિ રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાઘ; નિર્વેરી સબ જીવસૅ, પાવે મુક્તિ સમાઘ. ૨૩ અર્થ :- ઉપરની ગાથામાં કહ્યું તેમ વિષયકષાયનો ઉપશમ કરવાથી તથા ત્રણેય યોગોનો સંવર કરવાથી અનાદિનો ‘આત્મભ્રાંતિસમ રોગ નહીં.’ તે નાશ પામી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી ખરો સમતાભાવ પ્રગટે છે. પછી આગળ વધી શ્રાવકના વ્રત અથવા આત્મજ્ઞાન સહિત સર્વ વિરતિ મુનિપણાના વ્રતની તે આરાધના કરે છે. તેના ફળસ્વરૂપ જગતના સર્વ જીવો પ્રત્યે નિર્વેર ભાવ પ્રગટવાથી સર્વ જીવોની રક્ષા કરી અંતે મુક્તિરૂપી આત્મ-સમાધિને તે પામે છે. ઇતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડું અર્થ :- ઇતિ એટલે આ પ્રમાણે મારી તમારા પ્રત્યે કોઈ પણ થયેલ દુક્કડં કહેતા દુલ્ય અર્થાત્ ભૂલચૂક તે મિ એટલે મારી, મિચ્છા એટલે મિથ્યા થાઓ; અર્થાત્ મારા મન વચન કાયાના યોગથી કોઈ પણ પ્રકારે તમને દુઃખ થયું હોય તો તેની હું આપના પ્રત્યે માફી માગું છું. બૃહદ્ આલોચના ગણઘરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિનઆજ્ઞા અનુસાર, અર્થ :- ભૂતકાળમાં તીર્થકર ભગવાનની અનંત ચોવીશીઓ થઈ ગઈ, તે બધા જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. અને વ્યતીત થયેલા અનંતાકાળમાં અનંતા ક્રોડ સિદ્ધ ભગવંતો થઈ ગયા તેમને, તથા વર્તમાનમાં પાંચ મહાવિદેહક્ષેત્રે વિચરતા સર્વ જિનેશ્વરોને તેમજ ઓછામાં ઓછા વિચરતા બે કરોડ કેવળી ભગવંતોને તથા વધારેમાં વધારે પૃથ્વી પર વિદ્યમાન રહેતા નવ કરોડ કેવળી ભગવંતોને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. એ બધા સર્વજ્ઞ પુરુષો કૃતકૃત્યદશાને પામેલા પરમાત્માઓ છે. હવે શ્રી ગણઘર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન તથા સાધુ ભગવંતોને તેમજ સમ્યક્દર્શન સહિત પંચમ ગુણસ્થાનવર્તી દેશવ્રતી-શ્રાવકોને અને જેને વ્રત નથી પણ સમ્યક્દર્શન છે એવા ચતુર્થ ગુણસ્થાનવર્તી અવિરત સમ્યફદ્રષ્ટિ એવા સર્વ જ્ઞાની પુરુષોને તેમજ વ્યવહાર સમકિતરૂપ શ્રદ્ધાળુણ જેનામાં દૃઢ છે એવા સર્વ મુમુક્ષુઓને, હું જિન આજ્ઞા અનુસાર તેમની યથાયોગ્ય ભૂમિકા પ્રમાણે, સાચા ભાવથી મારા આત્મહિતાર્થે તેમને પ્રણામ કરું છું. એક નવકાર ગણવો નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.” પ્રભુ સમક્ષ દોષોની નિંદા કરી શુદ્ધ થવાની ભાવના પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. અર્થ - જેના પદ એટલે ચરણ તે પંકજ એટલે કમળરૂપ છે, તથા અરિગંજન એટલે આત્માના ગુણોને ઘાતનાર એવા ઘાતીયા કર્મરૂપી શત્રુઓને જેણે હણ્યા છે, એવા અરિહંત ભગવંતને હું પ્રણામ કરીને મારા જીવનના અનેક દોષોનું કિંચિત્ વૃત્તાંત આપ સમક્ષ રજૂ કરું છું. આપ શ્રી પંચપરમેષ્ઠિ ભગવદુભ્યો નમઃ અર્થ :- શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન એ “પંચ પરમેષ્ઠિ' ભગવાનને મારા નમસ્કાર હો. કેમકે જગતમાં સર્વથી શ્રેષ્ઠ પૂજવાલાયક આ પાંચ પ્રકારના મહાન આત્માઓ છે. જે સમ્યક્દર્શનથી યુક્ત હોય તે જ આ પંચ પરમેષ્ઠિ પદમાં ગણાય છે. સમ્યક્રર્શન વિના પૂજનીયપદ પ્રાપ્ત થતું નથી. જિન આજ્ઞા અનુસાર સર્વ ભગવંતોને પ્રણામ (દોહા) અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ કોડ.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42