Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 24
________________ બૃહદ્ આલોચના ૪૩ એટલે હૃદયમાં સુખ દુઃખનો અનુભવ થાય છે, પણ તે અજ્ઞાનીની જેમ સુખ દુઃખના પ્રસંગમાં હર્ષ શોક કરતા નથી; સમતાભાવે વેદે છે. જ્ઞાની પોતાના જ બાંધેલા કર્મોના ફળ જાણી ધૈર્યપૂર્વક વેદે છે જ્યારે અજ્ઞાની દુઃખના પ્રસંગોને આર્તધ્યાનપૂર્વક રડતા ભોગવે છે, જેથી જ્ઞાની પ્રતિ સમયે કર્મોથી મુક્ત થાય છે અને અજ્ઞાની નવા કર્મોથી બંધાય છે. આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે. જેમ ગીરી એટલે પહાડ અને સર એટલે તળાવ, મુકર એટલે અરીસામાં પહાડ અને તળાવ દેખાતા છતાં પણ, પહાડથી કંઈ અરીસો ભારે થતો નથી કે તળાવ અરીસામાં પ્રતિબિંબિત થવાથી તે અરીસો કંઈ ભીજાંઈ જતો નથી. તેમ જ્ઞાનીપુરુષો સુખના અનુકૂળ પ્રસંગે કે દુઃખના પ્રતિકૂળ પ્રસંગે સુખદુઃખની કલ્પના કરતા નથી પણ કર્મફળના ઉદયમાં જ્ઞાતાદૃષ્ટા રૂપે રહે છે. ।।૨૩। મમતાથી બંઘ, સમતાથી મુક્તિ જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસેં, કર્મ બંધ-ક્ષય હોય. ૨૪ અર્થ :– આખા જગતમાં જે જે પદાર્થો દૃષ્ટિગોચર થાય છે તે બધા જ પુદ્ગલ દ્રવ્યના બનેલા છે. પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તે સ્કંધરૂપે આપણને દેખાય છે. તેમાંથી જે જે પુદ્ગલ પદાર્થોનો સ્પર્શ આપણા પૂર્વ કર્માનુસાર · થવાનો હશે તે થયા વિના રહેશે નહીં, એ નિશ્ચિત વાત છે. પણ જો તે પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે મમતાભાવ હશે તો નવીન કર્મનો બંધ થશે; અને તે પદાર્થોના નિમિત્તે રાગદ્વેષ નહીં કરતા સમભાવે વર્તન કરીશું તો પૂર્વકર્મો ક્ષય થઈ જશે અને નવીન કર્મનો બંધ થશે નહીં. ।।૨૪।। જેવા કર્મો બાંધ્યા તેવા ભોગવે બાંઘ્યા સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; લ નિરજરા હોત હૈ, યહ સમાઘિ ચિત્ત ચાવ. ૨૫ અર્થ :– અજ્ઞાન અવસ્થામાં પૂર્વે શુભાશુભ ભાવવડે જે જે કર્મો જીવે બાંધ્યા તેના પુણ્યપાપરૂપ ફળ તેને ભોગવવા પડે છે. ભગવાન મહાવીરને પણ કર્મોએ છોડ્યા નથી. તે ઉદયમાં આવેલા કર્મોને ભગવાન ૪૪ બૃહદ્ આલોચના મહાવીરની જેમ સમતાભાવે ભોગવે તો નવા કર્મો બંધાતા નથી અને પૂર્વકર્મની બળવાન નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા જેમ જેમ થાય છે તેમ તેમ આત્મા પોતાની સ્વસ્થતા ભણી વળતો જાય છે. એને ભગવાન સમાધિ કહે છે. “આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘સમાધિ’ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એવી આત્મસમાધિરૂપ શાશ્વત સુખશાંતિને મેળવવા માટે સાચી ચાવ એટલે ઇચ્છા તારા ચિત્તમાં એટલે અંતરમાં રાખ. જેથી કાળાંતરે જીવનો મોક્ષ થાય. રા કર્મો ન બાંધે તો ભોગવવા પડે નહીં બાંધ્યા બિન ભુગતે નહીં, બિન ભુગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય, ૨૬ અર્થ :– અજ્ઞાન અવસ્થામાં જીવે રાગદ્વેષના ભાવો કરી કર્મ બાંધ્યા જ ન હોય તો તેને ભોગવવા પડે નહીં. પણ બાંઘ્યા છે તો તેના ફળ સુખદુઃખરૂપ ભોગવ્યા વિના તે કર્મોથી છૂટાય નહીં. તે વાત યથાર્થ છે. એ વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૯૨૭માં જણાવે છે કે— “યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનવૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વથી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.” જીવ પોતે જ રાગદ્વેષાદિ ભાવોવડે કર્મનો કર્તા બને છે. પોતે કર્મોને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42