Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 23
________________ બૃહદ્ આલોચના ૪૧ (૪) સંસારાનુપ્રેક્ષા - આ ચારગતિરૂપ સંસારમાં મારા જીવે અનંત દુઃખ ભોગવ્યા છે. હવે આ સંસારરૂપ બંધનથી છૂટવાના ઉપાયનું ચિંતવન કરવું તે. એ વિષેનો વિશેષ વિચાર મોક્ષમાળા શિક્ષાપાઠ ૭૪-૭૫માંથી જાણી લેવા યોગ્ય છે. ચોથું ઘ્યાન તે શુક્લધ્યાન છે. તે આત્માના શુદ્ધ પરિણામરૂપ છે. તે અતિ નિર્મળ ધ્યાન છે. આ ઘ્યાનમાં ચૈતન્ય આત્મા પોતાના અનુભવમાં લીન હોય છે. તેના પણ ચાર ભેદ છે. (૧) પૃથવિતર્કવીચાર - આ પ્રથમ શુક્લધ્યાનનો ભેદ આઠમે, નવમે, દશમે તથા અગ્યારમે ગુણસ્થાનકે સ્થિત છદ્મસ્થોને હોય છે. (૨) એકત્વવિતર્કઅવીચાર - આ ધ્યાનનો સદ્ભાવ બારમા ગુણસ્થાનકના અંતમાં હોય છે. ત્યારપછી કેવળજ્ઞાન પ્રગટે છે. (૩) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ - નામનો શુક્લધ્યાનનો ભેદ તેરમા ગુણ-સ્થાનકમાં કેવળી ભગવંતને અંતર્મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે હોય છે. તે અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગ, વચનયોગ અને મનોયોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મકાયયોગમાં સ્થિર થઈને વચનયોગ અને મનો યોગનો પણ નિરોધ કરે છે. (૪) વ્યુપરતક્રિયાનિવર્તી - આ શુક્લ ઘ્યાનનો ચોથો ભેદ સિદ્ધદશા પ્રાપ્ત કરવાના એક સમય પહેલાં કેવળી ભગવાનને ચૌદમા અયોગી ગુણસ્થાનકના અંત સમયમાં હોય છે. ઉપર જણાવેલ ધર્મધ્યાનમાં સદા મનની વૃત્તિ રોકીને શુક્લધ્યાન પ્રાપ્તિની ભાવના ભાવી આત્માને સંતોષવો, પણ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં આત્માનો ઉપયોગ જાય નહીં એવો ભગવંતનો સદા આપણને ઉપદેશ છે. નારા જ્ઞાનીપુરુષની દશા ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧ બૃહદ્ આલોચના અર્થ :– કર્મ સિદ્ધાંતના જાણનાર એવા જ્ઞાનીપુરુષો ભૂતકાળમાં થઈ ગયેલા સુખદુઃખના પ્રસંગોને કદી સ્મૃતિમાં લાવતા નથી તથા ભવિષ્યમાં કોઈ પદાર્થ મેળવવાની ઇચ્છા રાખતા નથી. કેમકે ઇચ્છા માત્ર દુઃખ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે— “હે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” ૪૨ જ્ઞાનીપુરુષોને વર્તમાનમાં ઉદયાનુસાર જે જે પ્રસંગો પ્રાપ્ત થાય તેમાં સમભાવે વર્તે છે. ‘વિચરે ઉદય પ્રયોગ’ તે જગતમાં સાચા જ્ઞાનીપુરુષો કહેવાય છે. ।।૨૧। જ્ઞાનીપુરુષ અંતરથી સદૈવ ન્યારા અહો ! સમવૃષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) થાવ ખિલાવે બાળ. ૨૨ અર્થ :— અહો! શબ્દ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઓહો સભ્યદૃષ્ટિ જ્ઞાનીપુરુષ પૂર્વકર્માનુસાર ઉદયાધીન પોતાના કહેવાતા કુટુંબનું પ્રતિપાલન એટલે સારી રીતે પાલનપોષણ કરતા દેખાતા છતાં પણ અંતરથી ન્યારા રહે છે. તેમને કુટુંબ પ્રત્યે આસક્તિ નથી, મોહ મમત્વભાવ નથી. જેમ ધાવમાતા, બાળકને ધવડાવે, રમાડે, મોટો કરે છતાં અંતરથી તે મારો પુત્ર છે એવો ભાવ તેને હોતો નથી. તેમ જ્ઞાનીપુરુષ પણ જ્ઞાનદશા હોવાથી કુટુંબમાં રહેતા છતાં અંતરથી સદૈવ જલ-કમલવત્ અલિપ્તભાવે રહે છે. ।।૨૨। જ્ઞાની-પુરુષને સુખ દુઃખ સમાન સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહિ, ગિરિ સર દીસે મુકરમેં ભાર ભીંજવો નાંહિ. ૨૩ પરમકૃપાળુદેવે આજ ભાવની ગાથા લખી છે – “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.”શ્રીમદ્ રાજચંદ્ર અર્થ :— પૂર્વે બાંધેલા શુભાશુભ કર્માનુસાર જ્ઞાનીપુરુષના ઘટ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42