Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 26
________________ બૃહદ્ આલોચના ૪૭ દુઃખ એ સર્વ કર્માનુસાર આવે છે અને જાય છે. એ કોઈના ટાળ્યા ટળે એમ નથી; અર્થાત્ અનીતિથી મેળવેલું ઘન તે જીવને સુખી કરતું નથી. પણ રોગાદિકના દુઃખ ભોગવવી અંતે બીજા પાસે ચાલ્યું જાય છે. ૩oil સર્વથી શ્રેષ્ઠ સંતોષઘન ગોથન ગજથન રતનશન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષઘન, સબ ઇન ધૂળ સમાન. ૩૧ અર્થ:- ગાયોના ગોકુલરૂપી ઘન, હાથીઓની હારમાળારૂપ ઘન, અનેક પ્રકારના રત્નોરૂપી ઘન હોય કે વળી સોનાની ખાણ કે ભલે બીજા રત્નોની ખાણ હોય, પણ સર્વ પ્રકારની ઇચ્છાઓને નાશ કરનાર એવું સંતોષરૂપી ઘન જો જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થાય તો તેની સમક્ષ ઉપરોક્ત જણાવેલ સર્વ ઘન ઘૂળ સમાન ભાસે છે. અને તે નર સદા સુખનો અનુભવ કરે છે. માટે જ કહ્યું છે કે “સંતોષી નર સદા સુખી અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી.” જીવની તૃષ્ણા આકાશ જેવી અનંત છે. જેટલું મળે તેથી વિશેષ મેળવવાની ભાવના થાય છે. તૃષ્ણાના કારણે ઘણું થન હોવા છતાં પણ તેનો આત્મા સદા અશાંત રહે છે. પણ સપુરુષના બોઘબળે સંતોષભાવ આવવાથી તે આત્મા શાંતિ પામે છે. |૩૧| સર્વોત્કૃષ્ટ રત્ન તે બ્રહ્મચર્ય શીલ રતન મહોટો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨ અર્થ - શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે આત્મા, તેમાં રમણતા તે ચર્યા. એવું બ્રહ્મચર્યરૂપી શીલરત્ન જગતમાં કહેવાતા હીરા, માણેક આદિ સર્વ રત્નોથી મહાન છે. સ્ત્રીઆદિ ત્યાગરૂપ બાહ્ય બ્રહ્મચર્યના પાલનથી પુણ્ય વૃદ્ધિ પામે છે. તેથી આ હીરા માણેક આદિ રત્નોની પ્રાપ્તિ પણ તેને હોઈ શકે. માટે સર્વ રત્નોની ખાણરૂપ આ શીલરત્ન તે મહાન રત્ન છે. બાહ્ય બ્રહ્મચર્યના પાલનથી અંતરંગ બ્રહ્મમાં રમણતા કરી સમ્યગ્દર્શન પામીને જીવ કાળાંતરે કેવળજ્ઞાન પ્રગટાવી ત્રણ બૃહદ્ આલોચના લોકનો નાથ થાય છે. માટે ત્રણે લોકની સંપત્તિ આ શીલરત્નમાં આવીને વસી છે એમ માની શકાય છે. ૩રા શીલનો પ્રભાવ અદ્ભુત આશ્ચર્યકારી શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩ અર્થ :- શીલનો પ્રભાવ અદ્ભુત, આશ્ચર્યકારી છે. શીલવાન પુરુષોના પ્રભાવથી સાપ તેની પાસે પણ આવતા નથી તો તે આભડે એટલે સ્પર્શ ક્યાંથી? શીલવાન આત્માના પ્રભાવે આગ પણ શીતળ જળ બની જાય છે. મહાસતી સીતાજીના શીલના પ્રભાવે ઝળહળતો અગ્નિકુંડ તે શીતલ સરોવર બની ગયો. અને સીતાજી તે સરોવરમાં કમલ ઉપર બિરાજમાન જણાયા. શીલરત્નના પ્રભાવે અરિ એટલે શત્રુ, કરી એટલે હાથી અને કેસરી એટલે સિંહ જેવા ભયાનક પ્રાણીઓના ભય પણ નાશ પામે છે. શીલના પ્રભાવે શત્રુ મિત્ર બની જાય, ગાંડો થયેલ હાથી સ્વસ્થ થાય અને સિંહ જેવા પ્રાણીઓ પણ શીલવાન મહાત્માઓ પાસે ક્રૂરતા ભૂલી જઈ શાંત થઈને બેસે છે. /૩૩ના વચન, નયનના સંયમવડે જીવન પવિત્ર શીલ રતનકે પારખુ, મીઠા બોલે બૈન; સબ જગમેં ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪ અર્થ :- ખરેખર જગતમાં જે શીલ રત્નની કિંમતના પારખું એટલે પરિક્ષક અથવા જાણનાર છે, તેના બૈન એટલે વચન મીઠા હોય છે. તે સદાચારી પુરુષની વાણી કરુણામય સત્યથી ભરેલી હોવાથી મીઠી હોય છે. આવા ઉત્તમ પુરુષોના નૈન એટલે નયન વિકાર દ્રષ્ટિથી નહીં જોતા સદા નીચે રહે છે. તેમના વચન અને નયન સંયમમાં હોય છે. તેઓ ઉદાસીન વૃત્તિથી જીવે છે. જગતમાં તે સર્વથી ઊંચા ગણાય છે, આદરણીય પુરુષ મનાય છે. એ સર્વ એમના શીલરત્નનો પ્રભાવ છે. ll૩૪ો.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42