________________
બૃહદ્ આલોચના
હું તો અનંત દોષનું ભાન છું કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત;
લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ અર્થ - હે પ્રભુ! મારામાં અનંત દોષો ભરેલા છે. તે મારાથી વાણી દ્વારા કહી શકાય એમ નથી. ભગવાનમાં અનંત ગુણો છે. તે જ મારામાં દોષરૂપ થયેલા છે. વાણી દ્વારા પણ જે દોષો વર્ણવી ન શકાય તે લખવામાં કેવી રીતે આવી શકે. છતાં હે ભગવાન! આપ તે મારા સર્વ દોષોને કેવળજ્ઞાનવડે જાણો જ છો. ૧૪ રાગદ્વેષ અજ્ઞાન નાશ પામો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના
કરુણાનિથિ કૃપા કરી, કર્મ કઠિન મુઝ છેદ;
મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ અર્થ:- હે કરુણાનિધિ એટલે દયાના ભંડાર એવા પ્રભુ! આપ મારા પર કૃપા કરી કઠોર એવા દ્રવ્યકર્મ, ભાવકર્મને છેદવા માટે, મને સમ્યક્ષુદ્ધિ આપો. તે સર્વ કર્મનું મૂળ કારણ એવી મિથ્યાત્વ મોહરૂપ અજ્ઞાનની ગ્રંથિ છે. પ્રથમ તેને છેદવા માટે અને આત્મજ્ઞાન પ્રગટાવવા અર્થે મારા મિથ્યાત્વમોહનીય કર્મનો અને અનંતાનુબંધી ક્રોથ માન માયા લોભરૂપે ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય એવો પુરુષાર્થ જગાડો. કેમકે
“રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાન વગર સર્વ કર્મનો ક્ષય કરી શકાય નહીં માટે સૌથી પ્રથમ જીવને પ્રયોજનભૂત કાર્ય એ જ છે. I/૧૫
પતિત પાવન નાથજી મારો કરો ઉદ્ધાર પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર;
ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર, ૧૬ અર્થ:- આ જગતમાં કર્મવશાત્ અનાદિકાળથી પતિત થયેલા મારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરવાને સમર્થ એવા હે મારા નાથજી! આપનું
૨૪
બૃહદ્ આલોચના તરણતારણ એવું બિરુદ છે. તો તે બિરુદનો વિચાર કરીને પણ અમને તારો. અમારા દ્વારા થયેલી સર્વ ભૂલચૂકને અમે વારંવાર ખમાવીએ છીએ, વારંવાર આપની સમક્ષ તેની માફી માગીએ છીએ. II૧૬ાા
શ્રદ્ધા, શીલ, સંતોષ ગુણોની માગણી માફ કરો સબ માહરા, આજ તલકના દોષ;
દીનદયાળુ દો મુજે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ અર્થ - આજ દિન સુધી જે કંઈપણ મારાથી જાણ્યે અજાણ્યે દોષો સેવાયા હોય, તે સર્વને હે ભગવંત! આપ માફ કરો અને દીન ઉપર દયા કરનાર એવા દીનદયાળુ પ્રભુ! મને હવે સાચી શ્રદ્ધા, શીલ એટલે સદાચારરૂપ સંખ્યક્રચારિત્ર અને આત્મામાં જ પરમ સંતોષભાવ આપો.
આપના બોથ વડે મને સાચી શ્રદ્ધા પ્રગટે અને તે જીવનમાં ઊતરી મારું આચરણ સમ્યક્ બને એમ ઇચ્છું છું. તેના ફળસ્વરૂપે હું આત્માના સુખમાં જ પરમ સંતોષભાવ પામી સર્વ કાળને માટે વિભાવ પરિણામથી છૂટી જાઉં, અને શાશ્વતું મુક્તિધામને પામું એ જ મારી આપ પ્રભુ પ્રત્યે સાચા હૃદયની પ્રાર્થના છે. ૧૭
આત્મનિંદા કરી આત્મશુદ્ધિ કરવાની ભાવના
આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ;
રાગદ્વેષ પતલા કરી, સબસેં ખીમત ખીમાવ. ૧૮ અર્થ :- મારા આત્માએ જે પૂર્વે દોષો કર્યા છે તેને સ્મરણમાં લઈ, તેની નિંદા કરી હે પ્રભુ! આપ સમક્ષ તે સર્વ દોષોને શુદ્ધ રીતે ભણી અર્થાત્ બધું સ્પષ્ટ કહી દઉં છું. તથા ગુણવંત પુરુષોને ભાવથી વંદન કરી, અનાદિના શત્રુ એવા રાગદ્વેષના ભાવોને પાતળા કરી અર્થાત્ ઘટાડીને સર્વને ખીમત એટલે ક્ષમી અને ખીમાવ અર્થાત્ ક્ષમાવું છું; જેથી મારા આત્માની શુદ્ધિ થાય. ll૧૮ાા ગુરુદેવની કૃપાએ પૂર્વ પાપથી છૂટું અને નવા ન બાંઘુ
છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધુ કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯