________________
30
બૃહદ્ આલોચના
(દોહા) કર્મમેલને કાઢી પોતાનું સિદ્ધસ્વરૂપે પ્રગટ કરવું
સિદ્ધો જેસો જીવ છે, જીવ સોઈ સિદ્ધ હોય;
કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧ અર્થ :- મૂળસ્વરૂપે જોતાં સર્વ જીવોનું સ્વરૂપ આઠેય કર્મ મળથી રહિત સિદ્ધ ભગવાન જેવું જ છે. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું છે કે –
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” શ્રીમદ્ રાજચંદ્ર પણ તે સ્વરૂપને સદ્ગુરુ દ્વારા જે સમજે તેજ પોતાની સિદ્ધ અવસ્થાને પામે છે. તે સિદ્ધ અવસ્થા પ્રગટ નહીં થવા દેવામાં કર્મરૂપી મેલનું અંતર છે. તે આઠ કર્મરૂપી મેલના અંતરને તોડનાર કોઈ શૂરવીર વીરલા પુરુષ છે કે જે પોતાના સર્વકર્મને હણી નાખી અનંત આત્મરિદ્ધિને પામે છે. [૧]
કર્મ જડરૂપ આત્મા ચૈતન્યસ્વરૂપ “કર્મ પુદ્ગલ રૂપ છે, જીવરૂપ હૈ જ્ઞાન;
દો મિલકર બહુ રૂપ છે, વિછડ્યાં પદ નિરવાન.” ૨ અર્થ :- કર્મ પુદ્ગલ સ્વરૂપે છે અર્થાત્ કાર્મણવર્ગણાઓવડે કર્મ બનેલ હોવાથી તે જડ સ્વરૂપ છે. તથા જીવનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો અસાઘારણ ગુણ છે. જ્ઞાનવડે જ આત્મા ઓળખાય છે. જ્ઞાનચેતના, દર્શન-ચેતના વડે જ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જડ સ્વરૂપ નથી. આત્મા સાથે કર્મ પરમાણુઓનો સંયોગ થયેલો હોવાથી જીવને અનેક રૂપ ચાર ગતિમાં ઘારણ કરવા પડે છે.
સમ્યક પુરુષાર્થ વડે આત્મા કર્મોથી વિછડ્યો અર્થાતુ છૂટો થયો કે તે પોતાના નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. રા.
બૃહદ્ આલોચના જ્ઞાન, વૈરાગ્યના બળે જીવ અને કરમને જુદા કરો “જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય;
આત્મજ્ઞાન વૈરાગ્યમેં, ઘીરજ ધ્યાન જગાય.” ૩ અર્થ :- હવે દશ દ્રષ્ટાંતે દુર્લભ અથવા દેવને પણ દુર્લભ એવા મનુષ્યભવને પામી પોતાના આત્માને દુઃખદાયી એવી કાર્મણવર્ગણાઓથી જુદો પાડો કે જેથી આત્મા પોતાના અખંડ આનંદને અનુભવી શકે.
તેનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ લાવવાથી તથા ઘીરજ રાખી એકાગ્રતાપૂર્વક આત્મચિંતન કરવાથી પ્રાપ્ત થાય છે.
“जीव जुदा पुद्गल जुदा, यही तत्त्व का सार;
अन्य सभी व्याख्यान भी, याहीका विस्तार." ||3|| દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જીવદ્રવ્યની ઓળખાણ કરો
દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન;
કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪ અર્થ:- જગતમાં રહેલ પ્રત્યેક વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હોય છે. તેથી તેનું જગતમાં અસ્તિત્વ મનાય છે. તેમ જીવદ્રવ્યને નિશ્ચયનયની અપેક્ષાથી જોતાં તે એક સ્વતંત્ર દ્રવ્ય છે; અર્થાતુ બીજા જીવ કે અજીવ કોઈ દ્રવ્ય સાથે તે એકમેક થયેલ નથી.
ક્ષેત્ર અપેક્ષાએ જોતાં આત્માનું ક્ષેત્ર પોતાના જ અસંખ્યાતુ પ્રદેશ છે. જે વર્તમાનમાં શરીરાકારે રહેલ છે. તે સિવાય આત્માનું બીજો કોઈ ક્ષેત્ર નથી. તે પ્રદેશો સંકોચ વિકાસ પામી શકે છે. હાથીના શરીરમાં વિસ્તાર પામીને અને કીડી વગેરેના શરીરમાં સંકોચાઈને તે પ્રદેશો રહેલા છે.
હવે કાળની અપેક્ષાએ જોતાં જીવનું અસ્તિત્વ સર્વકાળમાં છે. કેમકે જીવદ્રવ્ય અનુત્પન્ન હોવાથી અવિનાશી છે તેથી કોઈ કાળમાં તે જીવનો નાશ નથી તે સદા અજર અમર છે.
હવે ભાવ એટલે ગુણની અપેક્ષાએ જોતાં, આત્મામાં અનંતગુણ છે. તેમાં મુખ્ય જ્ઞાનગુણ છે. જ્ઞાનગુણ તે દર્શનગુણથી યુક્ત છે. દર્શનગુણમાં