Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 13
________________ ૨૧ બૃહદ્ આલોચના અનંતાનુબંધી કષાયનું કારણ છે કે જેથી જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે : “જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંઘ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંઘી’ સંજ્ઞા કહી છે”. શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૧૩) “સતુદેવ, સદ્ગુરુ અને સથર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસગુરુ તથા અસતુથર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે.” (પત્રાંક ૬૧૩) ૧૦ના સૌથી મોટું પાપ મિથ્યાત્વ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષઘ જ્ઞાન વિરાગ. ૧૧ અર્થ:- સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. તેને અજ્ઞાન કહો, દર્શનમોહ કહો કે વિપરીત માન્યતા કહો, એક જ છે, દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ વિપરીત માન્યતા અથવા અજ્ઞાનનો મિથ્યા મોહરૂપી રોગ, તે અનાદિકાળથી મારામાં અથાગ એટલે અપાર ભરેલો છે. તે અંગૃહિત મિથ્યાત્વના રોગને હજુ સુધી હું કાઢી શક્યો નથી. તે રોગના સાચા સુજાણ વૈદ્યરાજ શ્રી સદગુરુ ભગવંત છે. તે શ્રી ગુરુના શરણમાં જવાથી જ આ રોગને મૂળથી નષ્ટ કરી શકાય એમ છે. આ રોગનું વાસ્તવિક ઔષઘ સદ્ગુરુ દ્વારા આપેલ સાચું જ્ઞાન અર્થાત્ બોથ છે અને તે બોઘવડે જીવનમાં સાચો વિરાગ અર્થાત્ વૈરાગ્યભાવ પ્રગટે છે. એ જ્ઞાન વૈરાગ્યવડે મિથ્યાત્વરૂપી મહામોહને જે પ્રથમ દૂર કરશે તે જીવ આગળ વધીને રાગદ્વેષરૂપ ચારિત્રમોહનો પણ નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવશે. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. ll૧૧ાા બૃહદ્ આલોચના કરેલા પાપોનો ગાઢ પશ્ચાત્તાપ જે મેં જીવ વિરાળિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખર્ચો, વારંવાર ધિક્કાર. ૧૨ અર્થ - અનંતકાળથી મેં જે જે જીવોની વિરાધના કરી છે અર્થાત્ જેમને મેં દુઃખી કર્યા છે તથા અઢાર વાપસ્થાનક એવા પ્રાણાતિપાત એટલે જીવોની હિંસા, મૃષાવાદ, અદત્તાદાન એટલે ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ એટલે કલેશ, અભ્યાખ્યાન એટલે અછતાં આળ દીઘાં, પૈશુન્ય એટલે પરની ચુગલીચાડી કરી, રતિઅરતિ એટલે ગમવા અણગમવાપણું કર્યું, પરંપરિવાદ એટલે બીજાના અવગુણ અવર્ણવાદ ગાયા, માયામૃષાવાદ એટલે માયાકપટથી જૂઠું બોલ્યો, મિથ્યાદર્શનશલ્ય એટલે વીતરાગમાર્ગમાં શંકા, કાંક્ષા આદિ વિપરીત પ્રરૂપણા કરી. એવા પાપ જે મેં સેવ્યા છે, તે સર્વને હે પ્રભુ! આપની સાક્ષીએ ખરા મનથી હું ધિક્કારું છું, તેનો તિરસ્કાર કરું છું. જેથી ફરીવાર એ પાપો મારાથી થવા ન પામે. એ માટે આ બૃહદ્ આલોચનાનો પાઠ પણ આપની સમક્ષ ભાવ શુદ્ધિ માટે આજે ઉચ્ચારું છું. /૧૨ા મારા જેવો કોઈ અઘમ નથી બુરા બુરા સબકો કહે, બુરા ન દિસે કોઈ; જો ઘટ શોથે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩ અર્થ :- આ જીવ દુર્યોધન જેવી દ્રષ્ટિના કારણે સર્વને ખરાબ કહે છે; પણ યુધિષ્ઠિર ઘર્મરાજા જેવી દ્રષ્ટિ કરે તો આ જગતમાં કોઈની બુરાઈ નજરે ન પડે. જગતવાસી જીવોમાં ગુણદોષ બન્ને વિદ્યમાન છે, પણ જેવી જીવની દ્રષ્ટિ હોય તેવી તેને સૃષ્ટિ જણાય છે. બઘામાં ગુણ જાએ તો પોતે ગુણનો ભંડાર બને છે અને નિખાલસતાથી પોતાના દોષ જાએ તો એને ખ્યાલ આવે કે મારા જેવો જગતમાં કોઈ દોષી નથી. ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.’ “અઘમાઘમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?” ૧૩

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42