________________
બૃહદ્ આલોચના
૧૫
જ્ઞાનાનંદને ભોગવે છે તથા પૌલિક ભાવોથી જે સદા વિરક્ત છે, જે વર્તમાન યુગમાં પ્રધાન પુરુષ છે, જે હમેશાં અપ્રમાદી છે, ‘નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.' જેઓ વિકથા કરતા નથી. જિનેશ્વર ભગવાનરૂપ સૂર્ય અને કેવળી ભગવંતરૂપ ચંદ્ર અસ્ત પામવાથી જગતમાં જે દીપકરૂપે થઈ પ્રકાશ આપે છે. ત્રણે ભુવનના પદાર્થોને પ્રગટ કરવામાં કુશળ છે. એવા આચાર્ય ભગવંત જગતમાં સદા જયવંત વર્તો. ઉપાધ્યાય ભગવંતના મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે :
જે
ઉપાધ્યાયના ૨૫ ગુણ :—અગિયાર અંગ, બાર ઉપાંગ, 'ચરણ સિત્તેરી અને 'કરણસિત્તેરી એ બધા મળી પચ્ચીશ ગુણ ઉપાઘ્યાયના થાય છે. મોક્ષમાળા વિવેચન (પૃ.૮૫)
ચરણસિત્તેરી—પાંચ મહાવ્રત, દસ યતિધર્મ, સત્તર પ્રકારે સંયમ(૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૪ કષાયનો નિગ્રહ.) દસ વૈયાવૃત્ય, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ એટલે નવવાડ, ત્રણ રત્નત્રય, બાર પ્રકારના તપ, ચારેય કષાય ઉપર વિજય આ પ્રમાણે બધા મળી સિત્તેર પ્રકાર થાય છે.
કરણસિત્તેરી–ઉપર કહેલા ચરણ એટલે ચારિત્રને પુષ્ટિ કરવાવાળા ગુણોને કરણ કહે છે. તે ઉત્તર ગુણો છે. તે આ પ્રમાણેઃ— ચાર પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર ડિમા, પાંચ ઇન્દ્રિય નિરોધ, પચ્ચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહ. આ
પ્રમાણે બધા મળી કરણના સિત્તેર પ્રકાર થાય છે. -જૈન તત્ત્વપ્રકાશમાંથી
ઉપાધ્યાય ભગવંત જે આચાર્ય નથી પણ આચાર્ય ભગવંતના
સાધુઓને સહાયક છે. જે બાર અંગ– (૧) આચારાંગ સૂત્ર, (૨) સૂત્રકૃતાંગ સૂત્ર, (૩) સ્થાનાંગ સૂત્ર, (૪) સમવાયાંગ સૂત્ર, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર), (૬) જ્ઞાતૃધર્મકથાંગ સૂત્ર, (૭) ઉપાસક દશાંગ સૂત્ર, (૮) અંતકૃતદશાંગ સૂત્ર, (૯) અનુત્તરોપપાદકદશાંગ સૂત્ર, (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર, (૧૧) વિપાક સૂત્ર તથા (૧૨)મું દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ ગયેલ છે. તથા જે બાર ઉપાંગ—(૧) ઔપપાતિકોપાંગ સૂત્ર, (૨) રાજપ્રશ્નોપાંગ સૂત્ર, (૩) જીવાભીગમોપાંગ સૂત્ર, (૪) પ્રજ્ઞાપનોપાંગ સૂત્ર, (૫) જમ્બુદ્વીપપ્રજ્ઞતિ
૧૬
બૃહદ્ આલોચના સૂત્ર, (૬) ચંદ્રપ્રતિ સૂત્ર, (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, (૮) કલ્પિકા સૂત્ર, (૯) કલ્પવડિસિકા સૂત્ર, (૧૦) પુષ્પિકા સૂત્ર, (૧૧) પુષ્પચૂલિકા સૂત્ર, (૧૨) વહ્નિદશા સૂત્રના અર્થ નિર્ભિમાનપણે આપવામાં જે સાવધાન છે. પરવાદીરૂપ હાથીઓને હરાવવામાં જે સિંહ જેવા છે. આગમની વાચના દેવામાં જે શક્તિમાન છે. જે સૂત્રના અર્થને વિસ્તારવામાં રસિક છે. રાજકુંવર જેમ રાજ્યની ચિંતા ધરાવે છે તેમ તે સાધુગણની ચિંતા રાખનારા છે. જે આચાર્ય પદવીને યોગ્ય છે, એવા ઉપાધ્યાય ભગવંતને મારા સદા નમસ્કાર હો.
સાધુ ભગવંતના મુખ્ય ગુણ સત્તાવીશ છે તે નીચે પ્રમાણે :—
સાધુના ૨૭ ગુણ :– પાંચ મહાવ્રત, 'રાત્રિભોજન ત્યાગ, પપાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, છકાયજીવની રક્ષા, લોભ ત્યાગ, 'ક્ષમા ઘારણ, 'ચિત્તની નિર્મળતા, 'વિશુદ્ધ વસ્ત્રપડિલેહણ, સંયમયોગમાં પ્રવૃત્તિ (તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ઘારણ કરે અને નિદ્રા-વિકથા-અવિવેકનો ત્યાગ કરે), અકુશલ મન-વચન-કાયાનો ત્યાગ, શીતાદિ પરિષહ સહન કરવા, મરણાદિ ઉપસર્ગ સહન કરવા; એમ એકંદર સત્તાવીશ ગુણ સાધુના છે. (મોક્ષમાળા વિવેચન પૃ.૮૫)
સાધુ મુનિવરો જે શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે. અને આચાર્ય, ઉપાધ્યાય તથા બીજા સાધુપુરુષોની પણ સેવા કરે છે. સર્વ વિષયના ઝેરનું જેણે નિવારણ કરેલ છે. જે નિષ્કામ છે તથા સંગરહિત છે. જે શરીર ઉપરના મમત્વથી રહિત છે. જે ધ્યાન અને સ્વાધ્યાયમાં કાળ ગાળે છે. બાર પ્રકારના તપથી યુક્ત છે. જે ભમરાની માફક અનેક ઘરથી થોડું થોડું વહોરે છે. જે પાંચ ઇન્દ્રિયોને હમેશાં વશ રાખે છે. છ કાય જીવોની રક્ષા કરે છે. જે બ્રહ્મચર્યની નવવાડોનું પાલન કરે છે, એવા મુનિને મારા હિતની ખાતર સદા પ્રણામ કરું છું. ।।૨।।
શાસનનાયક શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ; અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩