Book Title: Alochana Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ ૧૩ ૧૪ બૃહદ્ આલોચના છે. જેમના ગર્ભ, જન્મ, દીક્ષા, તપ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકો વખતે નર્કના જીવોને પણ ક્ષણિક શાંતિનો અનુભવ થાય છે, જેથી તરાય એવા ઘર્મના જે પ્રવર્તક હોવાથી તીર્થકર કહેવાય છે, જે ઉપદેશરૂપ અમૃતને વરસાવી પદાર્થોના રહસ્યને ખોલે છે, જેની પાંત્રીસ ગુણયુક્ત વાણી હોય છે. જન્મથી જ જે ત્રણ જ્ઞાન યુક્ત છે, જેને મહાગોપ, મહામાહણ, નિર્ધામક અને સાર્થવાહ જેવી ઉપમાઓ છાજે છે એવા મારા ઇષ્ટદેવ અરિહંત ભગવાનને મારા સદા નમસ્કાર હો. ||૧|| પંચપરમેષ્ઠી ભગવંતની સ્તુતિ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકલકે ચરનકું, વંદું શિષ નમાય. ૨ અર્થ - હવે આ ગાથા વડે પંચ પરમેષ્ઠી ભગવંતને નમસ્કાર કરે બૃહદ્ આલોચના ઘાતીયા કર્મરૂપ શત્રુઓના ગંજન એટલે જુલમને જેણે નાશ કર્યો એવા શ્રી અરિહંત ભગવંત જે મારા ઇષ્ટદેવ પરમાત્મા છે, તેને હું સદા ભાવપૂર્વક પ્રણામ કરું છું. કેમકે તે ભગવંતના સ્વરૂપની સ્મૃતિ પણ મારા જન્મ જરા મરણના ભયને ભાંગનાર છે તથા શાશ્વત મોક્ષસુખને આપનાર છે. સિદ્ધ પરમાત્માના આઠેય કર્મ નાશ પામવાથી નીચે પ્રમાણે તેમને આઠ ગુણની પ્રાપ્તિ થાય છે. સિદ્ધના ૮ ગુણ :- (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન, (૩) અવ્યાબાઘ સુખ, (૪) અનંત ચારિત્ર, (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુત્વ, (૮) અનંતવીર્ય એ સિદ્ધના આઠ ગુણ છે. તે અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ ક્ષય થવાથી પ્રગટેલા છે. -મોક્ષમાળા વિવેચન (પૃ.૮૫) સિદ્ધ ભગવંત ત્રિવિઘતાપની ઉપાથિને સર્વકાળને માટે નાશ કરી સદા શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણતા કરનારા છે. જેઓ રૂપાતીત સ્વભાવવાળા છે, જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે, પીડારહિત છે, ફરીથી સંસારની સંતતિને જે પામનાર નથી તથા અનંતસુખના ભોક્તા છે. તે અનંતસુખને બતાવવા માટે અહીં કોઈ ઉપમા મળી શકે એમ નથી એવા સિદ્ધ ભગવંતને મારા સદા પ્રણામ હો. અરિહંત ભગવાનને પુણ્ય પ્રતાપે બાર ગુણની પ્રાપ્તિ નીચે પ્રમાણે થાય છે. - અરિહંતના ૧૨ ગુણ :- (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય-ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર એ આઠ પ્રાતિહાર્ય અને (૧) અપાય-અપગમ-અતિશય, (૨) જ્ઞાનઅતિશય, (૩) પૂજા-અતિશય, (૪) વચન-અતિશય એ ચાર અતિશય મળી અરિહંતના બાર ગુણ થાય છે. - મોક્ષમાળા વિવેચન (પૃ.૮૪). અરિહંત પ્રભુ, તીર્થકર નામકર્મના ઉદયથી ભવ્યજનોના કલ્યાણ અર્થે દેશના આપે છે. જેઓ સદા આઠ પ્રાતિહાર્યથી યુક્ત હોય છે, જેમને ઇન્દ્રો તથા ચક્રવર્તીઓ વગેરે પણ સદા પૂજે છે. ચાર ઘાતીયા કર્મથી જે રહિત ઉપકારની દ્રષ્ટિએ મુખ્ય કરી અહીં અરિહંત ભગવંતને પહેલા નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવંતને નમસ્કાર કર્યા છે. નવકારમંત્રમાં પણ આ જ ક્રમ રાખવામાં આવ્યો છે; કારણકે મોક્ષમાર્ગને બતાવનાર અરિહંત ભગવંત છે. જ્યારે સિદ્ધ ભગવંત તો અશરીરી હોવાથી નિરાકાર છે અને મોક્ષમાં બિરાજમાન છે. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું સદા સ્મરણ કરું છું. તથા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સર્વ સાધુ ભગવંતના ચરણકમળમાં સદા શીશ નમાવી વંદન કરું છું. આચાર્ય ભગવંતના મુખ્ય છત્રીશ ગુણ નીચે પ્રમાણે છે : આચાર્યના ૩૬ ગુણ – “પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ, બ્રહ્મચર્યની નવ ગુમિ, ચાર કષાયથી મુક્ત, “પાંચ મહાવ્રત, "જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય એ પંચાચાર પાલન, ત્રણ ગુમિ અને પાંચ સમિતિ એમ એકંદર છત્રીશ ગુણ આચાર્યના છે. -મોક્ષમાળા વિવેચન (પૃ.૮૫) આચાર્ય ભગવંત ભવ્ય પ્રાણીઓને સૂત્ર અનુસાર સત્યમાર્ગનો ઉપદેશ આપે છે. ચતુર્વિધ સંઘના જે આઘારભૂત છે. જેઓ આત્માનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42