Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ બૃહદ્ આલોચના ૧૧ સર્વ જાણે તે સર્વજ્ઞ હે સર્વજ્ઞ પ્રભુ! શું વિશેષ કહું હું તમને; નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને. ।।૨ા અર્થ :— હે સર્વજ્ઞ ભગવાન! હું આપને વિશેષ શું કહું? કેમકે આપ તો સર્વજ્ઞ હોવાથી સર્વ જાણો છો. આપનાથી લેશમાત્ર પણ કંઈ અજાણ્યું નથી. મારા સત્તામાં પડેલા કર્મને પણ આપ તો જાણો છો. ।।૨ા પશ્ચાત્તાપથી, બાંઘેલા કર્મનું ઝરણ હું કેવલ પશ્ચાત્તાપથી દિલ દહું છું; મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું. I॥૨૧॥ અર્થ :– હું કેવળ એટલે માત્ર પશ્ચાત્તાપથી મારા દિલને દહું છું, અર્થાત્ પશ્ચાત્તાપરૂપ ભાવઅગ્નિવડે બાંધેલા કર્મોને બાળું છું. તથા આપ પ્રભુની કૃપાથી મારા કર્મજન્ય પાપો ક્ષય થાય અને નવા ન બંધાય, તેના માટે સમતા, ક્ષમા, ઘીરજ મારામાં બની રહે એવી મારી અભિલાષા છે. ॥૨૧॥ ‘વિભાવ પરિણામથી થાકવું' તે યથાર્થ શાંતિ ૐૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ. ॥૨॥ અર્થ :– હે પરમકૃપાળુદેવ! ૐના પ્રતીતરૂપે આપના દ્વારા મળેલ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રના ધ્યાન વડે મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે જ ખરી શાંતિ છે. તેથી જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના જિન એટલે રાગદ્વેષને જિતનાર એવા વચનો મારી આત્મસ્રાંતિને હરનાર થાઓ, હરનાર થાઓ; એ જ મારી અભિલાષા છે. ૨૨ા ૧૨ બૃહદ્ આલોચના શ્રી લાલાજી રણજીતસિંહ કૃત શ્રી બૃહદ્ આલોચના બૃહદ્ એટલે મોટી અર્થાત્ વિસ્તારપૂર્વક કરવામાં આવેલી આલોચના. આલોચના એટલે ભૂતકાળમાં થઈ ગયેલા દોષોને આલોચવા અર્થાત્ તેને સ્મૃતિમાં લાવી ગુરુ આગળ તે તે દોષોને કહેવા અને તેની નિંદા કરવી, પશ્ચાત્તાપ કરવો કે જેથી ભવિષ્યમાં ફરી તેવા દોષો થવા ન પામે. એમ કરવાથી આત્મા કર્મભારથી હલકો થાય છે તથા નવીન પાપકર્મ કરતો અટકે છે. જેથી કાલાંતરે આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકાને પામે છે. ગુરુ આગળ દોષો પ્રગટ કરવાથી તે નાશ પામે છે તથા ગુરુ આગળ દોષો છૂપાવવાથી, રૂપી રાજાની જેમ ભવભ્રમણ વધી જાય છે. દોષો સદ્ગુરુ સમક્ષ જ પ્રગટ કરી શકાય. તે સિવાય કોઈના આગળ કહેવાય નહીં. માટે આપણે પરમકૃપાળુદેવના ચિત્રપટ કે મૂર્તિ સમક્ષ ખરા અંતઃકરણથી દોષો પ્રગટ કરી પશ્ચાત્તાપ કરવો અને ફરી તેવા દોષ થવા દેવા નહીં તો જ માફી મળી શકે. આલોચનાદિ પદ સંગ્રહમાં કહ્યું છે કે— “ભૂતકાલકી ક્ષમા સફલ જબ હોય ભવિષ્યકી પ્રતિગના’ ઉપર પ્રમાણે ગુરુ આગળ થયેલા દોષોને આલોચી આત્માને નિર્મળ કરવો. હવે આલોચના કરતાં પહેલાં આઠ ગાથાઓ વડે પંચ પરમેષ્ઠિ ભગવંતની સ્તુતિ મંગલાચરણરૂપે કરે છે. સિદ્ધ ભગવંતની સ્તુતિ (દોહા) સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઇષ્ટદેવ વંદું સદા, ભય ભંજન ભગવંત. ૧ અર્થ :– જેણે આઠેય કર્મનો સંપૂર્ણ નાશ કરવાથી પોતાનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ કર્યું એવા શ્રી સિદ્ધ પરમાત્મા તથા ચાર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42