Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ બૃહદ્ આલોચના અર્થ :- હે રાગરહિત નિરાગી પરમાત્મા! હવે મને અનાથ જાણીને આ દીનદાસનો પ્રેમપૂર્વક હાથ ઝાલો, જેથી મારો ઉદ્ધાર થાય. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે. તેમાં આપ પરમાત્મા જ નીરાગી છો, માટે મારી રક્ષા કરો. ૯ સદેવગુરુઘર્મનું શરણ સત્ય છે હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ઘર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું. ૧on અર્થ :- આ સંસારના જન્મ મરણના દુઃખોથી છૂટવા માટે હું આપ પરમાત્મારૂપ દેવનું, તથા આપના ઉપદેશેલ દયામૂળ થર્મનું, તેમજ તે ઘર્મને પોતે આચરી બીજાને પણ સમજાવનારા એવા મુનિનું અથવા સદ્ ગુરુભગવંતનું હું શરણ સ્વીકારું છું. ./૧૦ના મારા અપરાધને માફ કરી પાપથી મુક્ત કરો હું માનું છું પ્રભુ! મુજ અપરાઘની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહ્યું પછી કાંહી. ll૧૧ અર્થ - હે પ્રભુ! મારા આત્મસ્વરૂપની મારે આરાધના કરવી જોઈએ પણ તે મેં કરી નથી, માટે હું અપરાથી છું. તે અપરાધની માફી માગું છું. હવે મારા પૂર્વના પાપોથી મુક્ત કરી મને નિર્દોષ બનાવો, પછી હું આપને કાંઈ વિશેષ કહીશ નહીં. ||૧૧. મને સમકિતની પ્રાપ્તિ થાઓ એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો; મુજ દોષ દયાનિથિ, દેવ દિલે નવિ ઘરજો. ૧રા અર્થ – હે અવિનાશી પ્રભુ! મારા આત્માની આરાધના થાય, મને સમક્તિની પ્રાપ્તિ થાય એ મારી અભિલાષા છે, તે આપ પૂરી કરજો. તથા મારા દોષો, હે દયાના ભંડાર એવા સદેવ! આપ હૃદયમાં લાવશો નહીં. /૧૨ાા હું હવે પાપનો પશ્ચાત્તાપ કરું છું હું પાપનો પશ્ચાત્તાપ હવે કરું છું; વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. ૧૩મા બૃહદ્ આલોચના અર્થ:- બઘા કર્મ પાપરૂપ છે. તેમાં પણ આત્માના ગુણોને ઘાતે તે તો મુખ્ય પાપ છે. તે ઘાતીયા કર્મ જાય તો પરમાત્મા થવાય. માટે હવે હું તે પાપોને નિવારવા પશ્ચાત્તાપ કરું છું. કેમકે પશ્ચાત્તાપ છે તે કરેલા પાપોને નિવારવાનો સાચો ઉપાય છે. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો જીવ તીવ્ર કર્મ બાંધે. જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણીને વીંધીને ઝાડમાં પેસી ગયું; તેનું અભિમાન કરવાથી તેમણે નરકનું આયુષ્ય બાંધ્યું. તેમજ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોઘના વિચારો કરવાથી સાતમી નરકે જવાય એવા પાપનાં દળિયાં બાંધ્યાં; પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી તેઓ છૂટી ગયા. વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. ઘણા ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ પશ્ચાત્તાપ જાગે તો ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય અને બીજાને પણ તેની લઘુતા કે માન મૂકીને કરેલા વિનયની અસર થાય છે. પશ્ચાત્તાપથી જાગૃત થાય તો પોતાના આત્મહિત માટે શું કરવું જોઈએ તેનો તે ઊંડો વિચાર કરી શકે છે. વળી વસ્તુસ્વરૂપને સમજવા, જે ઊંડા વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. આવા સૂક્ષ્મ વિચારો કરવા માટે સત્પષના બોધના આઘારે હું સદા ઊંડો ઊતરું છું અર્થાત્ જગતને ભૂલી જઈ મનને આત્મવિચારમાં લઈ જવા માટે પ્રયાસ કરું છું. ./૧૩. આપની આત્મસ્મૃતિથી મારો ઉદ્ધાર તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો, વિકાસ નાથ કરે છે. ૧૪ અર્થ – વૈરાગ્ય ઉપશમ વડે ઊંડા ઊતરતાં તમારા શુદ્ધઆત્મરૂપ તત્ત્વમાં અને મારા મૂળ આત્મસ્વરૂપમાં કોઈ ભેદ જણાતો નથી. માત્ર કર્મોને લઈને તે ભેદ જણાય છે. એવી આત્માની ચમત્કૃતિ નજરે તુર્ત તરી આવે છે. તથા મારા આત્મસ્વરૂપનો વિકાસ કેમ કરવા અથવા તેની પ્રાપ્તિ કેમ કરવી તેના ઉપાય પણ આપના બોઘેલ તત્વપ્રકાશમાં મળી આવે છે. /૧૪ો.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42