Book Title: Alochana Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ બૃહદ્ આલોચના પ્ અર્થ :— પાપી : હું પાપી છું. જીવમાં મિથ્યાત્વ છે ત્યાં સુધી તેનું વર્તન બધું પાપમય છે. બધા પાપનું મૂળ મિથ્યાત્વ છે. માટે જેને છૂટવું હોય તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવાનો લક્ષ રાખવો જોઈએ. મિથ્યાત્વ જાય ત્યારથી ધર્મની શરૂઆત થાય છે. મદોન્મત્ત : આઠ પ્રકારના મદ છે. ઘન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ વડે જીવ ઉન્મત્ત એટલે ગાંડો થયેલો છે. તેમાં તે તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળે તો પણ તેનો જીવને અહંકાર થઈ આવે છે. માનાદિ જીવના મોટા શત્રુ છે, “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.’’ હું જાણું છું એમ થાય તે અનંતાનુબંધી માન છે. તે જાય તો જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક્દર્શન થાય ત્યારે ખરી રીતે એને એમ થાય કે હું કંઈ જ જાણતો નથી. મલિન કર્મ રજ : જ્યાં સુધી કર્મરૂપી રજ એટલે ઘૂળ આત્મા ઉપર ચોટેલ છે ત્યાં સુધી આત્મા મલિન છે. કર્મના નિમિત્તે જીવના ભાવ પણ મલિન થાય છે. તે આત્માને અપવિત્ર કરે છે. જેમ રત્ન ઉપર ઘૂળ પડી હોય તો રત્નની ચમક દેખાય નહીં તેમ. આપના બોધેલા ત્રણ તત્ત્વ તે સદ્દેવ, સદ્ગુરુ અને સદ્ઘર્મ છે. તે કર્મરજથી રહિત છે. માટે તેમનું અવલંબન લીધા વિના હે પ્રભુ! મારા એકલાથી મોક્ષ મેળવી શકાય એમ નથી. કેમકે હું તો મોક્ષમાર્ગનો સાવ અજાણ છું. ॥૬॥ વિષયોની આસક્તિને કારણે જીવ મૂઢ અને નિરાશ્રિત હે પરમાત્મા! હું પ્રપંચમાંહી પડ્યો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. IIII અર્થ :– હે પરમાત્મા! હું તો સદા પ્રપંચમાં પડ્યો છું. પ્ર+પંચ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું એ બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા, બોલવા, સૂંઘવા, સ્પર્શવા આદિમાં હું ખોટી થઈ રહ્યો છું. ઇન્દ્રિયોના સંયમ વગર પરમાત્મા તરફ વળણ થાય એમ નથી, છતાં હજી હું તો ઇન્દ્રિયોનો જય કરી શકતો નથી અને તેના કારણે જગતનો બધો પ્રપંચ મને કરવો પડે છે. બૃહદ્ આલોચના તેથી હું મૂઢ છું. જે ત્યાગવાનું છે તેને તો હિતકારી માનું છું, એવો મારો અવિવેક છે. વિવેકની ન્યૂનતા એ જ જીવની મૂઢતા છે. અજ્ઞાન દશામાં પણ વિષયોથી છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢતા ન કહેવાય. પણ એવી વિવેકશક્તિ હજી મને પ્રગટી નથી ત્યાં સુધી હું મૂઢ જ છું. ૬ તથા હું નિરાશ્રિત છું, અર્થાત્ મેં હજુ સુધી ખરા અંતઃકરણથી જ્ઞાનીપુરુષનું શરણ સ્વીકાર્યું નથી ત્યાં સુધી હું આશ્રય વગરનો અનાથ છું. સદ્ગુરુનો આશ્રય સાચા ભાવથી સ્વીકારી તેની આજ્ઞા ઉપાસું તો હું તેમનો આશ્રિત ગણાઉં. પણ હજી સુધી જોઈએ તેવા ભાવથી હું ખરો સત્પુરુષનો આશ્રિત બન્યો નથી. માટે હું નિરાશ્રિત છું. ખરેખર વિચારે તો આપણને કોઈનો આશ્રય નથી. કંઈ દુઃખ આવે ત્યારે કોઈ લઈ શકતું નથી. તેથી હું મહા ખુવાર એટલે પાયમાલ થઈ ગયો છું અર્થાત્ આત્માના બધા ગુણોને ખોઈ નાખી હું પાયમાલ એટલે સંપૂર્ણ બરબાદ થઈ ગયો છું. તેના ફળસ્વરૂપ આ સંસારનાં મોહમાં પડી હું અતિ દુઃખમય ત્રિવિધતાપની સ્થિતિમાં કાળ નિર્ગમન કરું છું. ।।૭।। ભક્તિના અભાવે વિવેકનો પણ અભાવ બની અંઘ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં, નાથ ! વિવેકની શક્તિ. IIા અર્થ :– અનાદિકાળથી અમિત એટલે અમાપ અજ્ઞાનથી આંધળો બની જઈ હું આપની ભક્તિને ભૂલી ગયો છું. માટે હે નાથ ! મારામાં નિશ્ચય એટલે નક્કી હિતાહિતનું ભાન કરવારૂપ વિવેકશક્તિ રહી નથી. કેમકે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને તેથી વિવેક આવે છે. જેમ આંધળા માણસને કઈ દિશામાં જવું તેનું તેને ભાન નથી તેમ અજ્ઞાનથી અંધ એવા મને આ સંસારથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. II૮।। મુજને અનાથ જાણી મારો ઉદ્ધાર કરો ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. ।।૯।Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42