Book Title: Alochana Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 2
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ.પુ.પ્રભુશ્રીજી પ.પૂ.બ્રકાચારીજી પરમકૃપાળુદેવ પ્રથમવૃત્તિનું નિવેદન આ ‘બૃહદ્ આલોચના' પ્રતિ ચૌદસના દિવસે અગાસ આશ્રમના સભામંડપમાં સ્વાધ્યાયરૂપે બોલવામાં આવે છે. આ આલોચનાના પદોના અર્થ સભામંડપમાં થયા ત્યારે લોકોની ભાવના હતી કે આ અર્થો છપાય તો ઘણાને ઉપયોગી થાય. પણ આમાં આવતાં અનેક અતિચારોના ભેદો વગેરે શોધવાનું કાર્ય બાકી હોવાથી અપૂર્ણ હતું. તે શ્રી ભાવનાબેને શોધી આપી પૂર્ણ કર્યું. આ કાર્યની પૂર્ણતામાં જે જે ગ્રંથોનો આઘાર, અતિચારો વગેરે શોધવામાં લીધેલ, તે ગ્રંથોના નામો તે તે ફકરાઓ નીચે આપેલ છે. ગાથાઓના અર્થ સંપૂર્ણ સમજાય તો ભાવમાં વિશેષ વૃદ્ધિ થાય. તથા અતિચારોના ભેદ વગેરે જણાય તો મુમુક્ષુ તે તે પાપોથી બચવા પ્રયત્ન કરે અને થયેલા દોષોની પરમકૃપાળુદેવ સમક્ષ ભાવપૂર્વક આલોચના કરી, માફી માંગી તે તે પાપોથી નિવૃત્ત થાય અને નવીન કર્મબંઘ કરતો અટકે. એવા શુભ આશયથી આ નાનો ગ્રંથ પ્રગટ કરવાનો વિચાર કરેલ છે. જે સર્વને સહાયરૂપ થાઓ એ જ શુભેચ્છા. - આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન પૃષ્ઠ અનુક્રમણિકા વિષય લેખક ક્ષમાપના પાઠનું પદ્ય ................ એક મુમુક્ષુ ................૧ બૃહદ્ આલોચના ...............શ્રી લાલાજી રણજીતસિંહજી...૧૨ આલોચનાના પદો – ૧. આત્માર્થે કરીએ ખામના ... શ્રી રત્નરાજ સ્વામીજી.....૧૫૨ ૨. જગભૂષણ જિનવરા........ શ્રી રત્નરાજ સ્વામીજી....૧૫૭ ૩. મિચ્છામિ દુક્કડં ........... .......૧૬૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42