________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. નહીં તે તે પક્ષી એવું અજબ છે કે, જે એક વખત હાથમાંથી સટકી જવા દીધું તે પછીથી તે કદિ પણ હાથમાં આવશે નહીં. એ તે એના આકાશમાં યથેચ્છ ઉડયા કરશે. અને આ ઉડ્ડયનથી અનર્થ ઉત્પન્ન થવાનો સંભવ વિશેષ છે. કારણ કે જેમ પક્ષી મેઘમાળાને ભેટવાને માટે ગિરિ શુંગેની મર્યાદાને વટાવીન ઉડે છે. તેને જેમ, સિધુ ઉમિમાં ડૂબકી દઈ ડૂબી જવાને પ્રસંગ આવે છે. તથા કવચિત યથેચ્છ ઉડતાં પારધીની જાળમાં સપડાઈ જાય છે, તેમ આ કવિની નિરંકુશ કપનાની સ્થિતિ બને છે. કલાપી આગળ કહે છે.
તુને અરે હૃદય આવું જ છે મળેલું,
તે રાખજે દઢ લાશ રાદા રે તું, છે એક બાજુ દુનિયાં સઘળી હઠીલી,
ને એકલે કવિ રહીશ તું એક બાજુ. દુનિયાને જે વસ્તુ ન રૂચે, તે તેને બહુ સમજાવવા કવિએ પ્રયાસ કરે નહીં. કારણ કે એમ કરવાથી તે જગતમાં નિંદાને પાત્ર થાય છે. આ કાવ્યમાં કલાપીનું સ્વાનુભવત્વ સ્પષ્ટ જણાય છે. કારણ કે કલાપીએ કેટલાંક એવાં સત્યને તેની કવિતામાં ગાયાં હતાં, જેથી તેના પરિ. ણામ માટે તેના હૃદયને સંતાપ થયો હોય એવું તેના
For Private And Personal Use Only