Book Title: Agam Dariyo Ratne Bhariyo Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ ગામમાં નવોસવો લીધાં જાણી * મનુષ્ય આયુષ્યની એક ક્ષણ પણ કરોડો રતો કરતાં (કરોડો રનની પ્રાપ્તિ કરતાં) પણ દુર્લભ છે. (1) અસંખ્ય રતોના વિમાનાધિપતિ દેવો પણ મનુષ્યભવ પામી શકતા નથી. અસંખ્ય દેવો તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. (2) કરોડો રતની પ્રાપ્તિ માટે જે પુણ્ય જોઈએ તેના કરતાં પણ મનુષ્યભવની એક ક્ષણ મેળવવા વધારે પુણ્ય જોઈએ. (3) ચક્રવર્તીઓ પોતાના છએ ખંડનું રાજ્ય આપીને પણ આયુષ્ય વધારી શકતા નથી. (4) મનુષ્યભવના આયુષ્ય દ્વારા અનુત્તર સુધીના સ્વર્ગ અને મોક્ષ મેળવી શકાય છે. (5) શુભ અધ્યવસાય વગર કરોડો રતોથી પણ મનુષ્યપણું મળતું નથી. (6) ગર્ભજ પર્યાપ્ત મનુષ્યની અપેક્ષાએ મનુષ્ય આયુષ્યની ક્ષણ સંખ્યાતા જીવોને જ મળે છે. મનુષ્ય આયુષ્યથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ધર્મની આરાધના થઈ શકે છે, જે ફક્ત રતોથી થઈ શકતી નથી. જેમ રતો કરતા મનુષ્યભવનું આયુષ્ય કિંમતી છે તેમ મનુષ્યભવમાં પૂર્ણ આયુષ્ય, ઇન્દ્રિયપૂર્ણતા, આર્યક્ષેત્ર, આર્યકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની શ્રદ્ધા, ધર્મનું શ્રવણ, ધર્મના પરિણામ અને ધર્મનું આચરણ, આ બધું કરોડો રતોથી પણ મળી શકતું નથી, પણ અનંત પુણ્ય ભેગું થાય ત્યારે મળે છે. લોહી, ચામડી, આંખ-કાનના પડદા વગેરે આજે અબજોના ખર્ચ પણ વૈજ્ઞાનિકો બનાવી શકતા નથી, કિન્તુ જીવ પોતાના પુણ્યથી આ બનાવી શકે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો મનુષ્ય કરતાં પણ દેવલોકમાં ઘણાં ઉત્તમ છે, છતાં દેવલોકના આયુષ્ય કરતા મનુષ્યના આયુષ્યની કિંમત વધારે છે, કારણ દેવલોકમાં વૈરાગ્ય અને સમ્યગદર્શન કોઈકને જ મળે છે, બધાને નહિ, વળી તે ટકાવવા પણ કઠણ છે એટલે ત્યાંથી સંસારમાં રખડવાનું ઊભું જ રહે છે. જ્યારે મનુષ્ય લોકમાં આવા કિંમતી આયુષ્યને જો વેડફે નહિ, કુટુંબ-ધન-પરિવાર અનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162