Book Title: Agam Dariyo Ratne Bhariyo
Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ અને ગણધરો દ્વારા રચાયેલ આગમો પણ સાગરની ઉપમાને ધારણ કરી શકે તેમ છે. અનેક સુભાષિત રૂપી રતો આમાં રહેલા છે. એક મરજીવાની જેમ આગમ સમુદ્રમાં ડૂબકી લગાવી પૂજયપાદ દાદાગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાએ આપણી સમક્ષ આપણે સમજી શકીએ, ગ્રહણ કરી શકીએ તેવા અનેક સુભાષિતો મૂકયા છે. તેઓએ પૂરૂષાર્થ કરી રસ્તો કાઢયા અને જગત સમક્ષ મૂકયા, આપણે લઇશું તો કલ્યાણ આપણું થશે. ઉપેક્ષા પ્રમાદ કરશું તો નુકશાન પણ આપણને જ છે. કરવું તે સ્વઆધારિત છે. આ પુસ્તકને વારંવાર એકાગ્રતાથી વાંચવામાં આવશે તો અચૂક એકાદ વાક્યરત પ્રાપ્ત થતાં આપણું દારિદ્ર ટળશે. આ પુસ્તક માટે માત્ર એક નાની વિનંતીને સ્વીકારીને સુંદર અને માર્મિક પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ.પં. શ્રી નંદીભૂષણ વિ.મ. ઋણ મસ્તકે ચઢાવું છું. મૂળ મેટરને વ્યવસ્થિત કરવામાં અને | મુફ સંશોધન વિ. કાર્યોમાં મુનિરાજ શ્રી સંયમબોધિ વિ.મ.નો સહયોગ સાંપડયો છે. તો મુનિરાજ શ્રી ઉદયદર્શન વિ.મહારાજે પ્રેસ કોપી તૈયાર કરી આ કાર્યને સરળ બનાવ્યું છે. પ્રાંતે પૂજયપાદ ગુરુદેવશ્રીને એક જ વિનંતી કરૂ છું કે આવા સુંદર લેખો લખીને આપણા જેવા અજ્ઞાની જીવોને પ્રભુનો માર્ગ બતાવે, સમજાવે... આ સત્યકાંત વિ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162