Book Title: Agam Dariyo Ratne Bhariyo Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-સૂર્યકાંતવિજયેભ્યો નમઃ ઐ નમ: કઇક કહેવા જેવું સાગર....અફાટ અને અગાધ..... ન તેનો છેડો મળે, ન તેનું તળીયું જડે દૂર દૂર દેખતા નજર થાકી જાય, | તો ય કિનારો ના દીસે, ડૂબકી લગાવીએ તો ઝટ પેટાળ ય હાથવગું ન થાય. આવા સાગરનો પણ કિનારો મેળવે છે કેટલાક વહાણવટીયાઓ, તો તેના તળીયે પહોંચે છે કેટલાક મરજીવાઓ. મરજીવાને જોઇએ છે તો, પાણીદાર ને ઝળહળતા. લાલ લીલા ને સફેદ. અનેક જાતના ને વિવિધ ભાતના. આવા રતો કિનારે તો કયાંથી મળે ? સાહસને ધારણ કરી ડૂબકી લગાવી મધદરિયે પહોંચે તો હાથ લાગે, બાકી કિનારે તો કોડી અને છીપલાઓ જ પડ્યા હોય. પરંતુ બધા લોકો મરજીવા બની શકતા નથી. સાહસ ખેડવું તે દરેકના ગજામાં નથી હોતું. લોક તો મરજીવાએ લાવેલા રનો જ જુએ છે. તેની પાછળ કેરાયેલ પુરૂષાર્થ-મહેનત સાથે તેઓને ઝાઝો સંબંધ નથી હોતો, તો મરજીવો પણ તેઓની ખુશામતની આશા રાખતો નથી. પ્રભુના મુખમાંથી નીકળેલPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162