________________
૧૪
કલ્પસૂત્ર
(૨૩) કલ્પસૂત્રમાં સંપાદક મહાદ કેટલીક શોધાત્મક સામગ્રીનું ઉદઘાટન કરેલ છે કે જે પોતે સ્વવિષયમાં નિશ્ચિત રીતે સ્તુત્ય છે. પ્રસ્તાવનાના અંતર્ગત ઐતિહાસિક અધ્યયનની સૂક્ષ્મ દષ્ટિ જણાઈ આવે છે. અને સાથે જ વિપુલ જ્ઞાન ભંડારના દસ્તાવેજ પણ પ્રાપ્ત થાય છે કે જે સંપાદકની ગંભીરતાના ઘોતક છે. ભગવાન મહાવીરની સંપૂર્ણ જીવન સામગ્રીઓની સાથોસાથ ભગવાન પાર્શ્વનાથ ભગવાન અરિષ્ટનેમિ, ભગવાન ક્ષભદેવ વગેરેનાં સંબંધમાં ગંભીર વિચાર કરવામાં આવેલ છે. સ્થવિરાવલી અને સામાચારીના સંબંધમાં સમ્યક પ્રકાશ નાખવામાં આવ્યો છે. સંક્ષિપ્ત પારિભાષિક શબ્દકોષનું સંગ્રહ ઉપાય છે. સંક્ષેપમાં પ્રસ્તુત ગ્રન્થ શોધના ઉત્સુકો અને સાધારણ વાંચકોને માટે પણ ઉપયોગી અને સંગ્રહણીય છે. પુસ્તકની છપાઈ અને મઢાઈ ઘણી જ સુંદર છે.
શમણ” માસિક (૨૪) શ્રી દેવેન્દ્રમુનિ જૈન સાહિત્યાકાશના ઉદયમાન તેજસ્વી સિતારા છે. સાહિત્યિક ચિંતન મનન અધ્યયન અને લેખનમાં એમની જેટલી ઊંડી રૂચિ છે, તેવી ભાગ્યે જ કયાંય બીજે જોવામાં આવે છે. સાહિત્ય સેવા એમની સાધના બની ગઈ છે. 'કલ્પસૂત્ર' ને એમને અનુવાદ અને સંપાદન મેં જોયું છે. 'કલ્પસૂત્રની અનેક ટીકાએ અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ છે. પરંતુ મારા ખ્યાલ પ્રમાણે આટલું સર્વાગ સંપૂર્ણ અને જનસાધારણને માટે ઉપયોગી સંસ્કરણ બીજું નથી. મુનિશ્રીએ ખૂબ પરિકામ લીધો છે. અને એ પરિશ્રમ સાર્થક થયો છે. આ સફળતા માટે મારી હાદિક વધાઈ. શ્રમણી વિદ્યાપીઠ,
પં. શેભાચન્દ્રજી ભારિલ્સ ઘાટકોપર મુંબઈ ૭૭.
(૨૫) મંત્રી મહોદય,
કલ્પસૂત્રની આટલી સુંદર આવૃત્તિ જોઈને મને બેહદ પ્રસન્નતા થઈ છે. સ્વાધ્યાયપ્રેમી માટે આ પ્રકાશન અાંત ઉપગી છે માટે મહેરબાની કરીને ૧૦ નકલ વી. પી. થી મોકલી આપશો, જેથી દરેક સ્વાધ્યાયી સદસ્યોને એક એક પ્રતિ આપી શકાય. આપ લખે તો પુસ્તકોની કિંમત પહેલાં મોકલી આપશું.
ન્યાયમૂર્તિ ઈન્દ્રનાથ મોદી
(૨૬) સ્વાધ્યાય સંઘના સભ્યોની મીટીંગમાં એવો નિર્ણય લેવાયો છે કે પર્યુષણ પર્વમાં જે સ્વાધ્યાયપ્રેમી સજજન પ્રવચન કરવા માટે ભારતના વિવિધ ક્ષેત્રોમાં જાય તેમને પ્રવચન કરવા માટે દેવેન્દ્રમુનિએ સંપાદિત કરેલ ‘કલ્પસૂત્ર' અત્યત ઉપયોગી છે. એટલા માટે કલ્પસૂત્ર'ની ૧૦૦ નકલ મોકલી આપશો. તેની કિંમત ડ્રાફટથી મોકલીએ છીએ.
મંત્રી સ્વાધ્યાય સંઘ.
ગુલાબપુરા (રાજસ્થાન)
(૨૭) કલ્પસૂત્ર તે સાધુસમાજ માટે છે. પહેલાના વખતમાં શ્રાવકે માટે એ ઉપયોગી ગ્રંથ ગણાતો નહીં. એમાં :
(૧) ભગવાન મહાવીરના રાત્તાવીસ ભવનું ટૂંકુ વર્ણન છે. (૨) તેમના છેલા ભવમાં-જન્મ, ગર્ભસંક્રમણ તથા ત્રિશલાજીને દેખાયેલ ૧૪ સ્વપ્નાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org