Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
1
( 5.
થઈને રહે છે અને ભવભ્રમણ કરે છે. નરકાદિ ભવ કરવા માટેની પૃથ્વી સાત પ્રકારની છે અને મોક્ષગામી જીવો શરીરનો સથવારો છોડી સિદ્ધાલયમાં વાસ કરે તે આઠમી પૃથ્વી છે. કુમારો ! તેનું મનન ચિંતન કરવા આ ઉદ્દેશકનો અભ્યાસ ખાસ કરવો. પ્રયોગઃ ૪ – કુમારો! ઉપરોક્ત પુદ્ગલ સ્કંધોથી ઉત્પન્ન થયેલી કાયા દ્વારા જીવ પાંચ ક્રિયા કરે છે અને તે ક્રિયા દ્વારા જીવ કર્મ સંપત્તિનો વારસદાર થાય છે. આ ક્રિયાનું જગત પ્રજ્ઞાપના સૂત્રથી તમારે જાણી લેવું. પ્રયોગ : ૫ ઃ- [વિષયાનંદ કુમાર] મૈયા ! આ વાત સાંભળી અમારી જિજ્ઞાસા વધતી જાય છે, જીવ મરતો નથી તેવી શ્રદ્ધા તો પાકી થઈ ગઈ છે. કાયાની માયા છોડવા શું પ્રયત્ન કરવો તેનો માર્ગ પ્રકાશો.
મૈિયા કુમારો! આસક્તિ છોડવા પ્રયત્ન કરવો પડે છે. તેની વાત આ ઉદ્દેશકમાં પ્રભુએ પ્રરૂપી છે. દેશવિરતિ શ્રાવક બે ઘડીનું સામાયિક કે ત્રીસ મુહૂર્તનો પૌષધ કરે છે. ત્યારે તેના ચિંતનના સ્તર ઉપર કાયાથી માંડી માતા, પિતા, પત્ની, ઘર વખરી આદિ મારા નથી, તેવા જોરદાર સંસ્કાર પાડે છે અને કદાચ તેની વસ્તુ ચોરાઈ જાય તો કાયાને સ્થિર રાખે છે. છતાં મારાપણાની મમતા તેઓને સંપૂર્ણ છૂટતી નથી. તેથી સામાયિક પૂરી કરીને તેની શોધ કરવા જાય છે. મારાપણાની માલિકીનો ત્યાગ તેને તેટલા સમય પૂરતો જ હોય છે. તેના વ્રતોનું વર્ણન ૪૯ ભાંગાઓથી દર્શાવ્યું છે. તેમજ ગોશાલકના શ્રાવક અને વીતરાગના શ્રાવકમાં શું તફાવત છે? તે બધા મૃત્યુ પામીને ક્યાં સુધી જાય છે? તેની વાત આચરણની પ્રક્રિયા ઉપર નિર્ભર છે. હે કુમારો ! આસક્તિ છોડવા તમારે ભરચક પ્રયત્ન કરવો જોઈએ. પ્રયોગઃ - [મૈયા] કુમારો ! આ પ્રયોગમાં આહારદાન વિધિ, નિગ્રંથ નિગ્રંથીના અકૃત્યની આલોચના વિધિ, તેમની પ્રાયશ્ચિત્ત વિધિ; તેમજ આરાધક-વિરાધક વિષયક સમજૂતી આપી છે.
તે ઉપરાંત દીપક જલે છે, તેમાં શું જલે છે? તેની સમજણ; એક જીવ એક ઔદારિકાદિ શરીરને આશ્રયે કેટલી ક્રિયાવાળો હોય, તેની સૂક્ષ્મ ગણિત વિધિ; તેવી જ રીતે વૈક્રિય શરીરાદિના આશ્રયે કેટલા દંડકના જીવો કેટલી ક્રિયા બાંધે છે? વગેરે સર્વ વર્ણન છે તે તમારે વાંચી લેવું. પ્રયોગ : ૭ – [ભગવતી મૈયા] એ કુમારોના વદન ઉપર દષ્ટિ સ્થિર કરીને કહ્યું – કુમારો! સુંદર સંદર્ભવાળી રમુજભરેલી જ્ઞાન ચર્ચાની વાત હું કરું છું, તે તમે એકાગ્ર