Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રયોગઃ ૩૧ - પ્રિયકુમારો! આનંદ નામનો ગુણ આત્માનો છે, તે આનંદ જીવની કાળલબ્ધિ પાકી જતાં સહજ રીતે પ્રગટ થાય છે માટે આ પ્રયોગમાં અસોચ્ચા કેવળીનું વર્ણન કર્યું છે. તેઓ કોઈના ઉપદેશ વિના સહજ ઉન્નતિ કરતાં-કરતાં ઉપર ઉઠે છે. એક દિવસ એવો પ્રાપ્ત થાય છે કે તેઓ કેવળજ્ઞાનને વરે છે. બીજીવાત સોચ્ચા કેવળીની છે. તેઓ તીર્થકર ગણધર કે શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાદિ પાસેથી ઉપદેશ સાંભળી, બોધ પામી સંયમ પર્યાયમાં ઉન્નતિ કરતાં-કરતાં કેવળી બની જાય છે. આ ‘૩૧'માં ઉદ્દેશકને ખોલી-ખોલીને તમને સમજાવીશ. વિષયાનંદકુમાર ખુશ ખુશ થઈ ગયા અને ભગવતી મૈયાના ચરણોમાં ઝુકીને કહેવા લાગ્યા– મૈયા મૈયા! જલદી સમજાવો. કારણ કે અમારે કેવળી બનવું છે. મૈયાએ તેમની જિજ્ઞાસા પૂર્ણ કરી. પ્રયોગઃ ૩૨ - ભગવતી મૈયા] પ્રિયકુમારો! આ પ્રયોગ જન્મ-મરણ વિષયકની પ્રક્રિયાવાળો છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રવેશ કરે તો તે નિરંતર ઉત્પન્ન થાય છે તથા સાંતર પણ ઉત્પન્ન થાય છે. તેનું ગણિત અનેક ભાંગા દ્વારા સમજવા માટે પાર્થ પ્રભુની પરંપરાના ગાંગેય અણગાર વીરપ્રભુની પાસે આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યા અને પ્રભુએ ઉત્તર આપ્યા. બંનેમાંથી કોઈ થાક્યું નહીં. અનેક ભાંગાઓને તે અણગાર સમજતા ગયા અને જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ કરતા ગયા. તમોને પણ આ ભાંગા સમજવાની મઝા પડશે. આપણે તે સમજવા નરકથી લઈને સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જશું; એકેન્દ્રિયથી લઈને પંચન્દ્રિય સુધીનું ગણિત કરશું; આવું કરવાથી કુમારો ! મોહરાજાની ફોજ રવાના થઈ જાય છે. બિચારો વિકાર મંત્રી ઠંડોગાર બની જાય છે અને પ્રમાદ કુમાર નજીક આવતા જ ડરે છે. ગાંગેય અણગાર તો પ્રભુનું શાસન સ્વીકારી, સંયમ પાળી કર્મનો ક્ષય કરી મોક્ષે પહોંચી ગયા. બંને કુમારોએ હાથ જોડી પ્રણામ કર્યા. આ ગણિતના પ્રશ્નો ગાંગેય અણગારે પૂછ્યા હતા. તેથી ગાંગેય અણગારના ભાંગા કહેવાયા. કુમારોએ આ વૃત્તાંત સાંભળી ભગવતી મૈયાનું ગણિત મનમાં જડબેસલાક બેસાડી લીધું. પ્રયોગઃ ૩૩ - ભગવતી મૈયા]કુમારો ! હવે આ ઉદ્દેશકમાં બે પ્રયોગ સિદ્ધ હસ્ત અણગારોના છે. વૈશાલીનગરના ઉપનગર એક બાજ બ્રાહ્મણકંડ અને બીજી તરફ ક્ષત્રિયકુંડ નામના બે કુંડ હતા. બંને કુંડ ચંદ્ર-સૂર્યની જેમ વૈશાલી નગરીની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. તદાકાલે પ્રભુ બ્રાહ્મણ કુંડમાં પધાર્યા. તે કુંડમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી વસતા હતાં. જેઓ પ્રભુના દર્શનાર્થ આવ્યા. પ્રભુના દર્શન કરતા
(38