Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચાર પ્રકારનો છે. પ્રમાણકાળ, યથાયુર્નિવૃત્તિકાળ-મરણકાળ અને અદ્ધાકાળ. આ રીતે પ્રભુએ એક-એકના ભેદાનભેદ સમજાવ્યા. શ્રેષ્ઠીએ સાંભળ્યા; હૃદય દ્રવી ઊયું. પ્રભુ આટલો મોટો કાળ પૂર્ણ ક્યારે થાય? ભગવાને તેમના પૂર્વભવની વાત કહી. મહાબળ કુમારપણે તમે હતા. તેરમા તીર્થંકર વિમળનાથ ભગવાનના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર પધાર્યા. દેશના સાંભળી તમે તેમની પાસે દીક્ષિત થયા. પાંચમા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને સુદર્શનપણે તમે આવ્યા છો. આ વાત સાંભળી શ્રમણોપાસક સુદર્શન કૃતકૃતાર્થ થયા, ગદગદિત થયા. તેમણે પ્રભુ પાસે દીક્ષા ધારણ કરી, બાર વરસમાં કર્મક્ષય કરી તેઓ મોક્ષ પધારી ગયા. આ જીવંત-પ્રયોગ કાળને જીતવાનો છે. તેનું વર્ણન વાંચી લેવું. પ્રયોગઃ ૧૨ઃ- [ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ ઋષિભદ્રપુત્રશ્રમણોપાસકના અર્થાવગ્રહ ધારણાદિથી થયેલ નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનની ગૂંજાયશમાંથી ઉત્પન્ન થયેલો છે. વાત એમ છે કે કેટલાક શ્રમણોપાસકો આલબિકાનગરીના એક સ્થાનમાં એકત્ર થઈને જ્ઞાનચર્ચામાં જીવાદિ તત્ત્વની વિચારણા કરી રહ્યા હતા. પ્રશ્ન ઉદ્ભવ્યો, દેવલોક વ્યચ્છિન્ન ક્યાં થાય છે? અને દેવોની સ્થિતિ કેટલી મોટી હોય છે? વગેરે વગેરે.
તેમના જવાબો નિર્મળ જ્ઞાની ઋષિભદ્રપુત્રશ્રાવકે આપ્યા- હે દેવાનુપ્રિયો ! દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની હોય છે, મધ્યમ સમયાધિક વધતાં વધતાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હોય છે. ત્યારપછી દેવલોક તથા દેવો બુચ્છિન્ન થઈ જાય છે.
આ પ્રમાણેનો જવાબ સાંભળી, શ્રમણોપાસકોને તેના જવાબના અર્થની શ્રદ્ધાપ્રતીતિ રૂચિ થઈ નહીં. તેથી પ્રભુ પાસે જઈને સમાધાન મેળવ્યું કે ઋષિભદ્રપુત્રની વાત યથાર્થ છે. એમ પ્રભુની વાત સાંભળી, શ્રાવકોએ ઋષિભદ્રપુત્ર પાસે આવી વારંવાર ક્ષમાપના માંગી.
કુમારો ! આવા નિર્મળ દેશવિરતિ પર્યાય પાળનાર શ્રાવક ઋષિભદ્રપુત્ર વ્રત નિયમ પૌષધ વગેરેથી કર્મનો ક્ષયોપશમ કરતાં અંતે એક માસનો સંથારો કરી, પ્રથમ દેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મધારણ કરી મોક્ષે જશે. કુમારો, આ વૃત્તાંત પણ તમારા માટે વિચારણીય છે. તેથી અધ્યાત્મ પ્રયોગ સિદ્ધ થાય અને કષાય મંદ પડી જાય છે. એવી જ રીતે પુદ્ગલ નામના બ્રાહ્મણ પરિવ્રાજકનું દષ્ટાંત છે. તે છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા, નિર્મળ અધ્યવસાયે તેમને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે પાંચમા દેવલોક સુધી જોવા જાણવા લાગ્યા; પ્રરૂપણા કરવા લાગ્યા કે આવડો જ લોક છે. તે અજ્ઞાની