Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
1
( 5.
ઝેર ઉત્પન્ન થાય છે. તેને આશીવિષ કહે છે. આ આશીવિષ બે પ્રકારના હોય છે– જાતિ આશીવિષ અને કર્મ આશીવિષ. (૧) જન્મથી જ આશીવિષવાળા જીવ. સર્પ, દેડકાં, વીંછી, મનુષ્ય વગેરે જાતિ આશીવિષ કહેવાય છે. (૨) તપશ્ચર્યા કરતા તપસ્વીને લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેને કર્મ આશીવિષ કહે છે. આ લબ્ધિ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય પંચેન્દ્રિય અને દેવતામાં પણ હોય છે. દેવોને તે લબ્ધિ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. પરલોકમાંથી આશીવિષવાળો માનવ અથવા પશુ દેવગતિમાં જન્મ ધારણ કરે, તે પૂર્વના સંસ્કાર રૂપે લાવ્યો હોય છે. તેનો પ્રભાવ ફક્ત અપર્યાપ્તાવસ્થા સુધી જ દેવમાં રહે છે. ત્યારબાદ દેવોના પર્યાપ્તામાં આશીવિષ લબ્ધિ હોતી નથી. આ તમે બરાબર મનન કરજો. આ ઉદ્દેશકમાં તેની ચર્ચા છે.
ઘાતકર્મના આવરણવાળા જીવને છvસ્થ કહ્યા છે, તે દસ વસ્તુને જાણી કે જોઈ શકતા નથી, ધર્માસ્તિકાય આદિ. ઘાતકર્મના ક્ષય કરનાર કેવળી ભગવાન દસદસ વસ્તુ જાણી-જોઈ શકે છે. જાણવા-જોવાનો સ્વભાવ આત્માના જ્ઞાન-દર્શન ગુણમાં હોય છે. તે જ્ઞાન દર્શન કેટલા, કોને કોને હોય છે, તેના ભેદ પ્રભેદ પ્રજ્ઞા વડે તમારે જાણી લેવા. પ્રયોગઃ ૩ - [કષાયાનંદ કુમાર મૈયા! સઘળા એકેન્દ્રિય જીવોને કાયા નાની મોટી અંગુલના અસંખ્યાતમાં ભાગની કહી છે. તો પછી વૃક્ષ તો એકેન્દ્રિય છે. તે આવડું મોટું કેમ છે? મૈયા - કુમાર ! તમારો પ્રશ્ન મઝાનો છે. તે જીવોએ પ્રદેશબંધનો પ્રચય અધિક કર્યો હોય, તેથી એક હજાર યોજનની કાયા થઈ શકે છે. તેની નેશ્રામાં અનેક જીવો હોય છે. તે નાની કાયાવાળા હોય છે. વૃક્ષો ત્રણ પ્રકારના જીવોવાળા હોય છે. યથા– અનંત, અસંખ્યાત, સંખ્યાત. તેમાં ફરીથી બે પ્રકાર હોય છે– (૧) એક બીજવાળું (૨) બહુ બીજવાળું. તે સર્વ જીવો કર્માધીન દેહ ઉપાર્જન કરે છે.
કુમારો! એક આશ્ચર્યકારી બીના તમને કહું છું. પંચેન્દ્રિય જીવ– ગાય, બળદ, મનુષ્ય વગેરે શરીરધારી હોય છે. તેના અવયવોનું કોઇપણ કારણથી છેદન થાય, ટુકડે-ટુકડા થઈ અલગ પડે તો તે અવયવોની વચ્ચે જીવના પ્રદેશોને કોઈ શસ્ત્રથી કાપી-તોડી-ફોડી-બાળી-જાળી શકતા નથી. તે આત્મપ્રદેશો સળંગ-અખંડ-અરૂપી હોય છે. તે બધા એક સાથે જીવમાં જ સંકોચાઈને એકત્રિત થઈ જાય છે. સંસારી જીવો કે મોક્ષગામી જીવોમાં સ્વયં શુદ્ધ આત્મકાય જ અસંખ્યાત પ્રદેશથી યુક્ત છે. તે આત્મપ્રદેશો અરૂપી છતાં કર્મધારી જીવો માટે કાર્મણ શરીરથી યુક્ત શરીરોમાં વ્યાપક
( ).
34