Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તે કમારો
તે ભગવતી મૈયાની પ્રયોગશાળાનો પ્રયોગ અપનાવી સમ્યગુદષ્ટિ સંપન્ન થઈ ગયા છે. નિશદિન અભ્યાસ કરતાં સાત ખંડના પ્રયોગો તેઓને આત્મસાત બની ગયા છે.
| આઠમું શતક પ્રયોગઃ ૧ – [ભગવતી મૈયા] કુમારો ! આજે તમને આઠમા ખંડમાં પ્રવેશ કરાવું છું. તમે હવે વિશુદ્ધ પ્રજ્ઞાશીલ બની રહ્યા છો. આ ખંડમાં દસ પ્રયોગો છે. તેમાં પ્રથમ પ્રયોગ પુદ્ગલ વિષયક છે. જીવ અને અજીવ પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ અલગ છે. તે તમે જાણીને અનુભવી રહ્યા છો અને આત્મમસ્તી માણી રહ્યા છો.
જીવ જ્યારે કષાય અને વિષય દ્વારા પુદ્ગલ તરફ આકર્ષણ પામે છે ત્યારે જીવનો પુરુષાર્થ તે બાજુ વહે છે. તે વહેવડાવવાની સહાયતા યોગ કરે છે. યોગરૂપ સાધનના માધ્યમે પૌલિક સામગ્રીને ખેંચી વસ્તુના રૂપમાં પરિણત કરી દે તેને પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. પુદ્ગલ પરમાણુઓ સંયોગ સંબંધથી સ્વયં પરિણત થઈ જાય તેને વિસસા પરિણત પુગલ કહેવાય છે. જેમાં પ્રયોગ અને વિસસા આ બંને ક્રિયા દ્વારા પરિણત પુદ્ગલ થાય તે મિસસા પરિણત પુદ્ગલ કહેવાય છે.
આ રીતે પુદ્ગલો અલગ અલગ વિભાજિત થઈને એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના રૂપમાં પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિકના રૂપમાં શરીર રૂપે ગોઠવાઈ જાય છે. ત્યારપછી તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન ગુણોની પર્યાયો પરિણત થાય છે. જે જીવે જેટલા પ્રદેશ બંધનું કર્મ બાંધ્યું હોય તે પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ બંધ ઉપસ્થિત થાય છે. તેની શક્તિનું માપ અનેક ડિગ્રીથી મપાય છે. એકથી લઈ સંખ્યાત, અસંખ્યાત અને અનંતા પરમાણુઓ સાથે મળીને કાર્યવાહી કરે છે.
અનંતશક્તિનો પુંજ એવો આ આત્મા લૂલો બની પુલપિંડના વાહનથી ચાલીને જીવન વિતાવે છે. તે વાહનનું વિજ્ઞાન પરમાત્માએ ગણિતાનુયોગથી દર્શાવ્યું છે. આ ગણિત જાણવામાં તમોને ખૂબ મઝા પડશે. તમારું ચિત્ત એકાગ્ર થશે. જીવોની ગતિ, દંડક અને કર્મના ભાંગા તમે પોતે જ આ ઉદ્દેશકથી બનાવો. ત્યારપછી તેને હેય જાણી, તેની આસક્તિ છોડો. એક આત્મા જ ઉપાદેય છે તેનું જ સ્મરણ, ભજન કરો. પ્રયોગ : ૨ ઃ- [ભગવતી મૈયા] જુઓ કુમારો ! આપણે પૌદ્ગલિક રચનાનું શરીરરૂપી ભાજન કેમ બને છે તે જોયું. જીવ તે શરીરમાં વાસ કરે છે. જીવમાં થતાં વિષય કષાય રૂ૫ અધ્યવસાયના વિષથી વાસિત થયેલા શરીરના અવયવ રૂ૫ દાઢામાં