________________
પ્રબંધ પહેલો, અધિકાર પહેલો : અધ્યાત્મમાહાભ્ય અધિકાર
વેલડી જેવી લાગે. આ વાત કહેવી જેટલી સહેલી છે તેટલી અનુભવમાં મૂકવી સહેલી નથી. કામવાસનાનાં ગુપ્ત પ્રલોભનો વખતે કે કામરૂપી જવરના ઉદય વખતે માણસની ખરી કસોટી થાય છે. અધ્યાત્મરસિક, જાગ્રત, પ્રજ્ઞાવાન વ્યક્તિ તે સમયે તેને તુચ્છ, નિરર્થક, દુર્ગતિના સાધનરૂપ સમજીને દૂરથી જ તિલાંજલિ આપે છે. કામવાસના ઉપર મન, વચન અને કાયાથી વિજય મેળવવો એ ખરેખર ઘણી દુર બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાત્મરસિક કામવિજેતા સ્થૂલિભદ્રનું તથા તેવા મહાત્માઓનું સ્મરણ ત્યારે ઉપકારક નીવડે છે. [૧૬] વિષસિમ તૃષ્ણા વર્ધમાનાં મનોવને |
अध्यात्मशास्त्रदात्रेण छिन्दन्ति परमर्षयः ॥१६॥ અનુવાદ : મનરૂપી વનમાં વધતી જતી વિષવેલડી જેવી તૃષ્ણાને પરમ ઋષિઓ અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છેદી નાખે છે. | વિશેષાર્થ : ગ્રંથકારે અહીં મનને વનનું રૂપક આપ્યું છે. વનમાં તો કેટલાયે પ્રકારની વનસ્પતિ પોતાની મેળે ઊગી નીકળે છે અને વૃદ્ધિ પામે છે. એવી રીતે મનુષ્યના ચિત્તમાં જાણતાં-અજાણતાં કેટકેટલા પ્રકારની તૃષ્ણાઓ જાગે છે. જેમ કેટલીક વનસ્પતિ ઝેરી હોય છે અને તે ખાનારના પ્રાણ હરી લે છે તેમ કેટલીક ભયંકર તૃષ્ણાઓ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. અરે, કેટલીક તૃષ્ણાઓ સંતોષવા જતાં માણસ તત્કાળ મૃત્યુને શરણ થઈ જાય છે. કેટલીક વાર બીજા લોકો એવી વ્યક્તિનો તત્કાળ વધ કરી નાખે છે. ક્યારેક રાજય તરફથી મૃત્યુદંડની સજા થાય છે. ઝેર તો માણસને એક વાર મારી નાખે છે, પણ વાસનારૂપી ઝેરી વેલડીઓ તો જીવને અનેક વાર, અનેક ભવમાં મારી નાખે છે. આવી વિષવેલડી માટે અધ્યાત્મશાસ્ત્ર દાતરડાનું કામ કરે છે. તે તૃષ્ણાઓનો મૂળમાંથી ઉચ્છેદ કરી મનરૂપી વનને વિશુદ્ધ કરે છે. [૧૭] વને વૈજ્જ થ લીધે તેનો ધ્યાને રત્ન મળે
दुरापमाप्यते धन्यैः कलावध्यात्मवाङ्मयम् ॥१७॥ અનુવાદ : વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અંધકારમાં તેજ અને મરૂભૂમિમાં જલ જેમ દુર્લભ છે તેમ આ કળિયુગમાં ધન્ય વ્યક્તિઓથી જ અધ્યાત્મશાસ્ત્રને પ્રાપ્ત કરી શકાય છે.
વિશેષાર્થ : જૈન ધર્મ પ્રમાણે અવસર્પિણીનો આ પાંચમો આરો છે. હિંદુ ધર્મ પ્રમાણે સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એ ચાર યુગમાંથી અત્યારે સૌથી ખરાબ એવો કલિયુગ પ્રવર્તી રહ્યો છે. વ્યવહારમાં પાંચમા આરા કરતાં “કલિયુગ' જેવો શબ્દ વધુ પ્રચલિત છે. તેથી ગ્રંથકારે આ શ્લોકમાં “કલિ' શબ્દ પ્રયોજ્યો છે. મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલા, અનેક પ્રકારની પાપપ્રવૃત્તિઓથી ખદબદતા આ કલિયુગમાં અધ્યાત્મશાસ્ત્રમાં રસ પડવો એ ઘણી દુર્લભ વાત છે. ધન્ય વ્યક્તિઓ, ભાગ્યશાળી જીવો, પુણ્યવંત આત્માઓ પુણ્યના ઉદયે અધ્યાત્મશાસ્ત્રને પામી શકે છે અને એ માટે રસરુચિ ધરાવી શકે છે. એ માટે કવિ ઉપાધ્યાયજી મહારાજે ચાર દૃષ્ટાન્તો આપ્યાં છે. જેમ વનમાં ભૂલા પડેલા અને થાકેલા પથિકને કોઈ ઝૂંપડું જોવા મળે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org