Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકાશકીયા પૂજય સરળસ્વભાવી તપસ્વીરત્ન ઉપાધ્યાય શ્રીભુવનાનંદવિજયજી મહારાજ દ્વારા સંકલિત કરાયેલ “પરમ મંગલકારી અઢાર અભિષેકનું પ્રકાશન કરતાં અમને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. આ નાની પુસ્તિકામાં આપણાં જિનમંદિરોમાં વિવિધ પ્રસંગોએ કરાતા અઢાર અભિષેકના વિધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રીના મનમાં આ પુસ્તિકા તૈયાર કરવાની ભાવના જાગી, જેને પૂજ્યપાદ યોગદિવાકર ગુરુદેવશ્રીના મંગળ આશીર્વાદ પ્રાપ્ત થયા. સાથોસાથ પૂજ્યપાદ ઉપાધ્યાયપ્રવરશ્રીની શુભ પ્રેરણાથી લાભ લેનાર પુણ્યવાનોનાં નામો પણ તરત જ નોંધાઈ ગયાં. આમાં પ્રકાશિત થયેલી સામગ્રી સકલ સંઘને ઉપયોગી બને તેવી છે. વળી આનો આકાર પ્રતને બદલે પુસ્તક સ્વરૂપ રાખેલ હોવાથી પૂજય ગુરુદેવોને તથા માનનીય વિધિકારોને આ નાની પુસ્તિકા સાથે રાખવી અનુકૂળ પડે તેમ છે. સંપાદન અને સ્વચ્છતાની દૃષ્ટિએ સુંદર રીતે તૈયાર થયેલ આ પુસ્તિકા શ્રીસંઘના દરેક વર્ગ પસંદ પડશે એવી આશા છે. પૂજ્ય યોગદિવાકર આચાર્ય ભગવંતના આશીર્વાદથી આ સંસ્થાને ભવિષ્યમાં પણ આવાં સુંદર અને ધર્મોપયોગી પુસ્તકો તૈયાર કરીને શ્રીસંઘને ચરણે ધરવાનો સુઅવસર મળ્યા કરે એ જ શુભેચ્છા. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનાનંદવિજયજી મહારાજે આ પુસ્તિકા પ્રકાશિત કરવાનો અવસર અમને આપ્યો એ બદલ તેમનાં ચરણોમાં વંદન પાઠવીએ છીએ. નિવેદકો : શ્રીપાર્થ-પદ્માવતી તીર્થના કાર્યવાહકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34