Book Title: Adhar Abhishek Author(s): Bhuvananandvijay Publisher: Parshva Padmavati Tirth View full book textPage 6
________________ મુદ્રાઓ દ્વારા જિનભગવંતોનું આહ્વાન કરવામાં આવે છે, સાથોસાથ જિનબિઓને ચંદ્ર-સૂર્યનું દર્શન પણ કરાવવામાં આવે છે. આ બધાં વિધાનોમાં ગૂઢ આધ્યાત્મિક રહસ્યો છુપાયેલાં છે, જે યોગ્ય જાણકાર ગુરુભગવંતોના ચરણોમાં બેસીને જાણી લેવા જોઈએ. જગતહિતકારી શ્રી તીર્થંકરદેવોના જન્મઅવસરે છપ્પન દિષુમારિકાઓ જિનસ્નાત્ર કરે છે તે બીના જૈનસંઘમાં સુપેરે વિદિત છે. મેરુગિરિ ઉપર ચોસઠ ઇન્દ્રોનો મહામહોત્સવ પણ સારી રીતે જાણીતો છે. આ સ્નાત્ર મહોત્સવની લઘુ આવૃત્તિ એટલે જ “અઢાર અભિષેકની પરમ-પાવની મંગલ ક્રિયા. એવું કયું ગામ કે સંઘ હશે જ્યાં ક્યારેય અઢાર અભિષેકની ક્રિયા થઈ ન હોય! ઇન્દ્રાદિ દેવો કે છપ્પન દિકુમારિકાઓ જેવું વિશિષ્ટ પુણ્ય આપણે ધરાવતા નથી તેથી એમના જેવી શ્રેષ્ઠ સામગ્રીથી જિનસ્નાત્ર આપણે કરી શકવાના નથી, તેમ છતાં તેની કાંઈક ઝાંખી કરાવે એવા અઢાર અભિષેક આપણી શકિત મુજબ આપણે જરૂર કરી શકીએ. આ કારણસર જ આધુનિક પદ્ધતિથી સુઘડ અને આકર્ષક રીતે તૈયાર કરાયેલ આ પુસ્તિકા શ્રીસંઘમાં આદરપાત્ર બનશે એવી આશા છે. પૂજ્યપાદ યોગદિવાકર ભવોદધિતારક ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી આ કાર્ય સારી રીતે સંપન્ન થઈ શક્યું છે. પૂજ્યપાદનું ઋણ કઈ રીતે ચૂકવવું તે અંગે મારી પાસે કોઈ શબ્દો નથી.' નિવેદક : ગુરુપાદપધસેવી ઉપા. ભુવનાનંદવિજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34