Book Title: Adhar Abhishek Author(s): Bhuvananandvijay Publisher: Parshva Padmavati Tirth View full book textPage 5
________________ અઢાર અભિષેક અંગે પ્રાસ્તાવિક આ એક અત્યંત પવિત્ર, સકલ-સંઘમાન્ય અને મનને પ્રસન્નતા આપનારું વિધાન છે. વર્ષ દરમ્યાન ગમે ત્યારે આવશ્યકતાનુસાર આ વિધાન કરી-કરાવી શકાય છે. નૂતન દેરાસરની પ્રતિષ્ઠાના અવસરે, અંજનશલાકાના અવસરે; વિવિધ પ્રકારના મહોત્સવો થતા હોય ત્યારે, શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનો થતાં હોય ત્યારે આ પરમ મંગલકારી અઢાર અભિષેક કરવામાં આવે છે. દેરાસરમાં કોઈ પણ પ્રકારની નાની મોટી આશાતના થઈ ગઈ હોય, જાણતાં અજાણતાં કોઈ દોષ સેવાઈ ગયો હોય, શારીરિક અપવિત્રતાવાળી વ્યક્તિ જાણતાં અજાણતાં દેરાસરમાં આવી ગઈ હોય ત્યારે ખાસ કરીને અઢાર અભિષેક કરવા-કરાવવા જોઈએ એવી શાસ્ત્રોની આજ્ઞા છે, જેનું પાલન શ્રીસંઘમાં કરવામાં આવે છે. અઢાર અભિષેકની ક્રિયા એટલી વિશિષ્ટ અને પ્રભાવશાળી છે કે જે કરવાથી ઉપર નિર્દેશેલા સર્વ દોષોની તત્કાલ નાબૂદી થાય છે. સંઘમાં કોઈ નાના મોટા ઉપદ્રવો થતા હોય તો તે પણ દૂર થાય છે. અઢાર અભિષેકમાં વપરાતી સામગ્રીમાં મુખ્યત્વે વનસ્પતિઓ અને વનસ્પતિજન્ય પદાર્થોનો જ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત સુવર્ણમાં સુગંધ ઉમેરવામાં આવે તેમ તેમાં દૂધ, દહીં, ઘી વગેરે પણ અવસર પ્રમાણે વાપરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ આ બધા પદાર્થો સ્વયં પવિત્ર અને અન્યને પવિત્ર કરનારા માનવામાં આવ્યા છે. એક વિશેષતા એ છે કે અભિષેકવિધિ દરમિયાન વિવિધ પ્રકારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34