Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં અનેકવાર અનેક પ્રકારનાં નાનાં-મોટાં અનુષ્ઠાનો થયા કરતાં હોય છે. આપણાં મોટાભાગનાં અનુષ્ઠાનોમાં અઢાર અભિષેકનું આયોજન લગભગ અનિવાર્ય જેવું ગણાય છે. જૂદા જૂદા પ્રસંગોએ અઢાર અભિષેક કરાવવાનો અવસર આવતો ત્યારે તેને લગતાં પુસ્તકો જોઈને ઘણીવાર ગ્લાનિ થતી. પદ્ધતિસરનો વિધિ દર્શાવતા પુસ્તકનો અભાવ જોઈને ઘણી વાર એવી ભાવના થતી કે આ વિધાનનું એક વ્યવસ્થિત પુસ્તક હોય તો કેવું સારૂં!પૂજ્યપાદ ગુરુદેવનાં ચરણોમાં આ વાતનું નિવેદન કર્યું. સદ્ભાગ્યે તેમના મનમાં પણ આ વિચાર રમતો જ હતો તેથી મારી ભાવનાને વેગ મળ્યો. પૂજ્યશ્રીએ મને જ આજ્ઞા કરી કે તું જ આ કાર્ય કર.” પુસ્તક તૈયાર કરવાની બાબતમાં મારો અનુભવ ખાસ નહીં, પણ ગુરુદેવે આજ્ઞા કરી એટલે કાર્ય અવશ્ય પાર પડશે એવી શ્રદ્ધાના સહારે કાર્ય હાથ ઉપર લીધું. આજે પરિણામ આપ સૌની સામે છે. જે જાતની કલ્પના કરી હતી તે પ્રકારનું પુસ્તક તૈયાર થયું છે તે ખરેખર તો ગુરુદેવશ્રીની મંગલકૃપાનું જ ફળ છે. છેક દીક્ષાકાળથી જ ગુરુદેવ નિરંતર કૃપા વરસાવતા રહ્યા છે. ભવિષ્યમાં પણ નિરંતર તેમની કૃપાપ્રસાદી મળ્યા કરશે તેમાં કોઈ શંકા નથી. વાચકોને મારો આ પ્રયત્ન અવશ્ય ગમશે એવી શ્રદ્ધા છે. સાથોસાથ ઉપયોગકર્તાઓ મારા આ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડશે એવી આશા સાથે આ કાર્યમાં લાભ લઈને આ કાર્યને સરળ કરી આપનારા ગુરુભક્તોને પણ ધન્યવાદ પાઠવું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34