Book Title: Adhar Abhishek
Author(s): Bhuvananandvijay
Publisher: Parshva Padmavati Tirth

View full book text
Previous | Next

Page 15
________________ પાંચમું સદૌષધિ સ્નાત્ર આ સ્નાત્રની મુખ્ય સામગ્રી : સહદેવી, શતાવરી, કુમારી, વાળો, રીંગણી, મયૂરશિખા, અંકોલ, શંખાવલી, લક્ષ્મણા, આજો-કાજો, થોર, તુલસી, મરવો, કુંતી, ગળો, સરપંખો, રાજહંસી, પીઠવણી, શાલવણી, ગંધજોલી, મહાનોલી વગેરે પવિત્ર વનસ્પતિઓ. • આને સદૌષધિ કહેવાય છે. આ ચૂર્ણ જલકુંડીમાં નાખી નવણ તૈયાર કરવું. • તેને જરૂરિયાત મુજબ જુદા-જુદા કળશોમાં ભરી લેવું. ♦ પછી ‘નમોર્હત્’ બોલી નીચેનો શ્લોક બોલવો— સહદેવી શતમૂલી, શતાવરી શંખપુષ્પિકા; કુમારી લક્ષ્મણા ચૈવ, સ્નાપયામિ જિનેશ્વરમ્. સહદેવ્યાદિ-સદૌષધિ-વર્ગણોદ્વર્તિતસ્ય બિંબસ્ય; ગંધ-તન્મિત્રં બિંબોપરિ, પતત્ જલં હરતુ દુરિતાનિ. ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો– ૦ હ્રૌં હ્રી ૫૨મ-અર્થતે સહદેવ્યાદિ-સદૌષધિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. ૭૦ આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • સદૌષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. • તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. ජීහහහහ ૬ GOGOGOO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34