________________
સંસારમાં કેમ રખડે છે ?
૫૫
નવો વેશ રચે તે વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થાળે એ સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે
ન વેશ... ધરે ત્રિદંડી લાકડી મેટી શિર મુંડનને ધરે ચેટી વળી છત્ર વિલેપન અંગે સ્થળથી વ્રત ધારતો રંગે
એક વખત વીર પ્રભુને જીવ મરિચિમુનિ પ્રથમ તીર્થંકર પરમાત્મા ઋષભદેવ સાથે વિચરી રહેલ છે. ગ્રીષ્મઋતુમાં તૃષાથી પીડાયેલા એવા મરિચિમુનિને વિચાર આવ્યો કે હું આ સાધુપણુના ગુણે વહન કરવા સમર્થ નથી, કારણ કે હું નિર્ગુણ છું.
ભગવાનના જ પત્ર છે. ભરત ચક્રવર્તીના પુત્ર છે. વળી ભાવિ તીર્થકર છે એટલે વિચારે છે કે હવે વ્રતને ત્યાગ તે શી રીતે કરાય માટે કઈક નો વેશ ધારણ કરું.
ધરે વિદડ લાકડી માટી, શિર મુંડનને ધરે ચાટી.
શ્રમણ ભગવંતે તે ત્રણ દંડથી રહિત છે, પણ હું તે દંડ વડે જીતાયેલો છું. માટે મારે ત્રિદંડનું લંછન થાઓ. વળી સાધુઓ પિતાના કેશ એટલે કે વાળને લોચ કરે છે. પણ હું શસ્ત્ર વડે મુંડાવવા વાળો થાઉં તેમજ શિખાધારી બનું એટલે કે ચોટલી રાખું. વળી સાધુ મહાવ્રતધારી છે, મારાથી તે મહાવ્રત પળાય તેમ નથી તે અણુવ્રતધારી બનીશ.'
મુનિએ મોહ વગરના છે પણ હું મેહવાળો છું માટે માથે છત્રને ધારણ કરું. મહર્ષિ એ ઉપાનહ રહિત છે પણ મારે તે ચરણ (પગ) રક્ષા માટે ઉપાનહ (પગરખાં) રાખવા. સાધુઓ શીલ ગુણે કરી સગીધી છે. પણ હું નથી માટે શ્રીખંડ ચંદનના તીલકે મારે કરવા, મુનિએ કષાય રહિત છે. પણ હું તે કષાયે કરી ચુક્ત છું માટે - તને બદલે કષાયવાળા (ભગવા) વસ્ત્રો પહેરવા.
આવા વિચાર કરીને મરિચિએ ત્રિદંડી વેશ ધારણ કર્યો છતાં મચિને જ્યારે લેકે ધર્મ પૂછતાં તે મરિચિ કહેતા કે સાધુધર્મ તે જિનાએ કહ્યો તે જ છે. પણ હું તે ભાર સહન કરવાને સમર્થ નથી માટે આ રીતે વિચરું છું. એ રીતે લોકોને પ્રતિબંધ કરી જેમાં સાધુપણું ઈછે તેને સીધા આદિનાથ પ્રભુ પાસે મેકલી દેતા અને પ્રભુના નિર્વાણ પછી પણ સાધુ સાથે વિહરતા મરિચિ ભવ્યજનોને