Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 350
________________ (૩૫) પર્વમાં પૌષધ – સંયમ દિન આરાધે सम्वेसु-काल पव्वेसु पसत्यो जिणमए हवइ जोगो । अट्ठमो चउद्दसीसु अ नियमेण हवज्जि पोसहिओ ।। શ્રાદ્ધવિધિ પ્રકરણ ત્રણ-ગાથા અગીયારની ટીકામાં જણાવે કે જિનમતમાં સર્વપર્વ કાલમાં પ્રશસ્ત ગ [મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ ધર્મ] સેવવાને છે. પણ અઠ્ઠમી ચતુદશીએ તે નિયમ પૌષધ કરવું જ જોઈએ. શાસ્ત્રકાર મહારાજા અહીં એક સાથે બે બાબત સ્પષ્ટ કરે છે. (૧) પર્વોમાં પ્રશસ્ત યોગ સેવ (૨) પર્વતિથિ આઠમ-ચૌદશમાં તે પૌષધ અવશ્ય કર. મનહ જિણાણુંમાં શ્રાવકના છત્રીસ કર્તવ્યોમાં પણ પોષદૃવયે કહ્યું. પર્વમાં પૌષધદ્રત કરવું. અહીં પ્રશ્ન થાય કે જે પર્વોમાં પિષધ વ્રતનું વિધાન કર્યું તે શું અપર્વમાં પૌષધ ન કરે? કેમકે શ્રાદ્ધવિધિ અને મનહ જિણાવ્યું તે ઠીક પણ શ્રી સૂયગડાંગ આગમ સૂત્રના શ્રાવક અધિકારમાં ખુદ ભગવંત પણ ફરમાવે છે કે “ચતુદશ, અષ્ટમી, અમાવસી અને પૂર્ણિમામાં પૌષધનું અનુપાલન કરવું.” એમ જોતાં લાગે કે ચાર પર્વોમાં જ પૌષધ કર બાકીના દિવસોમાં નહીં. –પણુ આ વાત બરાબર નથી. કેમકે શ્રી વિપાકસૂત્ર નામક અગીયારમાં અંગમાં સુબાહકુમારના વર્ણનમાં ત્રણ દિવસ સાથે પૌષધ કર્યાનું આવે છે. ત્યાં અઠ્ઠમ તપની આરાધના પૌષધ પૂર્વક સુબાહકુમાર આદરતા તેવી વાત આવે છે. માટે વેસુ પર્વમાં અર્થ કર્યો તે બરાબર પણ માત્ર પર્વમાં પૌષધ કરે તેમ નહીં. અપર્વ દિવસમાં ન થઈ શકે તે પર્વદિનેમાં તે અવશય પૌષધ કરે તેમ સમજવું. વળી અપર્વતિથિ-દિવસેમાં પૌષધ કરવાથી અવિધિ જ થતું હોય તે અભયકુમાર અને વિજયરાજાએ તે તે કાર્ય પ્રસંગે ત્રણ દિવસ અને સાતદિવસના પિષધોપવાસથી તેઓના ધારેલા કાર્યની સિદ્ધિ થવા પામી તે કઈ રીતે શકય બને ?

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364