Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 356
________________ સંયમ દિન આરાધે ૩૪૭ રવિવારે દુકાન ખેલીને બેસવાની વાત કરે પણ ધર્મ-આરાધન માટે સમય ન હોય! રાજા સૂર્યપશાની વાણી સાંભળી રંભા અને ઉર્વશી બંને પૂછી ખાઈને ઢળી પડી. ચંદનના સિંચન વડે તેમને મૂછ રહિત કરતા તે બેલી કે એક ક્ષણ માટે પણ અમે તમારો વિરહ સહન કરી શકતા નથી તે આઠ-આઠ પ્રહર સુધી તમારે વિરહ કઈ રીતે ખમાશે ? તમે જે અમારા સંગના સુખની અભિલાષા કરતા હે તે પર્વ દિવસને પૌષધ કરવાનું છોડી દો. સૂર્યયશા રાજા કહે પ્રાણતે પણ હું પર્વદિનેમાં પૌષધ છોડીશ નહીં. આ તે તદ્દભવ મેક્ષગામી જીવ છે, વળી અરિસા ભુવનમાં ગૃહસ્થ પણમાં જ કેવળજ્ઞાન પામનાર જીવ તે કદાપી પૌષધ છેડે ખરે? તેને તો એક સૂત્ર પાઠજ બસ હતો કિં કોપરું વિમા અવંકિયા નીવો તે વિ જેઓની પૌષધ પ્રતિમા (પ્રતિજ્ઞા (જેઓએ) જીવનના અંત પર્યત પણ અખંડિત રાખી હતી, ધન્ય છે તેઓને. કારણકે તેઓ બરાબર સમજે છે કે ઇન્દ્રની પદવી સુલભ છે પણ ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. ત્યારે વિદ્યાધર પુત્રી બનેલી બંને દેવીઓ બેલી કે તમે પાણીગ્રહણ વખતે વચન આપેલું છે. - સૂર્યશા રાજા કહે વચનને માટે બધું ધન-રાજ્ય વગેરે તમે જે કહે તે છેડી દેવાય, પણ ધર્મ એ તે આત્માનું ધન છે તે કઈ રીતે છોડાય ? તમે કહેશે કે મહારાજ સાહેબ, અમને પણ ધર્મ પ્રત્યે ઘણું પ્રીતિ છે. પણ નેકરી ધંધા છેડીને પર્વદિને પૌષધ કઈ રીતે કરે ? તમને પૂછું કે શું રવિવારે નોકરી છે? તે નકકી કરો કે દર રવિવાર અને રજાના દિવસોમાં તે હું જરૂર પૌષધ કરીશ. કદાચ પરિસ્થિતિવશ પવિત્ર પર્વ દિવસે ને ન સાચવી શકે તે કંઈ નહી હોલિડે ને તે Holi–પવિત્ર અને Day-દિવસ તરીકે મનાવવાનું કબૂલ રા ી શકે કે નહીં? સૂર્ય યશા રાજા રંભા અને ઉર્વશીને ઉપાલંભને કારણે પિતાનું મસ્તક છેદવા તૈયાર થયા. જેવો તે પિતાની ડેક ઉપર પ્રહાર કરવા ગયા કે ખગની ધાર બુઠ્ઠી થઈ ગઈ. તે નવા-નવા ખડ્રગ લેતે જાય છે ને પ્રહાર કરે છે પણ દરેકની ધાર બુઠ્ઠીઈ થ જાય છે.

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364