Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 357
________________ ૩૪૮ અભિનવ ઉપદેશ પ્રસાદ છેવટે રંભા અને ઉર્વશી પિતાના મૂળરૂપે પ્રગટ થઈ સૂર્યયશા રાજાની દઢ ધર્મારાધનનાની પ્રશંસા કરી ત્યાંથી સ્વર્ગમાં પાછી ફરી. સંયમ દિન આરાધનામાં દઢ એવા સૂર્યયશા રાજા પણ અરીસા ભુવનમાં બેઠાબેઠા કેવલજ્ઞાન પામ્યા. પાક્ષિકાદિ પર્વતિથિમાં તમે પણ સૂર્યયશા રાજાની માફક પૌષધ ધર્મની વિધિપૂર્વક આરાધના કરો. વિધિપૂર્વક એટલે શું? પ્રભાતમાં પૌષધ ગ્રહણ કરે. ત્યાર બાદ પ્રતિક્રમણ કરી, પડિલેહણ કરે, દેવવંદન કરી, સઝાય કરે પછી ગુરુદન કરે. મુખ્ય માર્ગે તે પ્રતિક્રમણાદિ ગુરુ નિશ્રાએ જ કરવા જોઈએ. છતાં કારણ વિશાત્ પ્રતિક્રમણ ગુરુ નિશ્રામાં ન કરેલ હોય રાઈમુહપત્તિ પડિહવાની વિધિ કરીને પ્રત્યેક મુનિરાજને વંદના કરવી. ત્યાર પછી ગ્ય સમયે જિનાલયમાં જઈ ચૈત્યવંદન કરે. પછી વ્યાખ્યાન શ્રવણ કરી પરિસિ ભણાવે. મધ્યાહને પુનઃ દેવવંદન વિધિ કરી પચ્ચખાણ પારે. વચ્ચેના સમયમાં સ્વાધ્યાય-આદિ કરે. જે આહાર પૌષધ દેશથી કર્યો હોય તે એકાસણું, નિવિ કે આયંબિલ કરીને પછી વાપર્યા બાદનું ચિત્યવંદન કરે. સાંજે ફરી પડિ. લેહણ, દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણાદિ કરી, સ્વાધ્યાય કરે. રાત્રે એક પ્રહર વિતે ત્યાર બાદ પરિસિ ભણાવી વિધિ પૂર્વક સંથારો કરે. વિધિ પૂર્વક સંથાર એટલે શું? आणुजाणह संथारं बाहु वहाणेण वाम पासेणं कुक्कुडो पाय पसारणं अतरंत पमज्जए भूमि સંથારો કરવા માટેની અનુજ્ઞા લઈ ડાબે પડખે, હાથને એશીકા રૂપે ગોઠવી, કુકડીની જેમ પગ સંકેચી અને તેમ કરવા અસમર્થ હોય તે ભૂમિનું પ્રમાર્જન કરીને પછી પગ લાંબા કરે. વળી ફરીથી જે પગ સંકોચે તે પાછા ઢીંચણનું પ્રમાર્જન કરે અને કદાચ પડખું ફેરવે તે પણ શરીર અને ભૂમિને પુંછને પછી પડખું ફેરવે. જે કદાચીત કાલચિતા માટે ઉઠવું પડે તે નિદ્રાનું નિવારણ કરવા માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની વિચારણા કરે દ્રવ્યથી હું કેણ છું ? તેમ વિચારે.

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364