________________
૧૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
વિચારે કે રાજાએ વંદન તે ખૂબ સારું કર્યું પણ આ અભિમાન ખોટું છે. જે તે અભિમાન નીકળી જાય છે તેનું વંદન સફળ બને.
ઈમ ચિતે દદે ઐરાવણ સુર તેડ તે હરખ્યો અંજલી જેડી ઉભે નડે જીનવંદન જાણ્યું માન ઉતારણ કાજ
ઐરાવણ સરીખા સહસ ચેસઠ ગજરોજ ઈન્ડે ઐરાવણ દેવતાને બોલાવ્યોને કહ્યું કે આપણે પૃથ્વી પર રાજાનું માન ઉતારવા જવાનું છે. તેથી ઐરાવણ હાથી સરીખા ૬૪૦૦૦ હાથી વિમુર્થી. હાથી પણ કેવા ?
ગજરાજ ઈક ઈકને મસ્તક સોહે પાંચસે બાર મસ્તક મસ્તક આઠ દંતુશી સાહે અતિહિ સફાર દૂત દંત પ્રતિ આઠ આઠ વાવી, વારે વારે આઠ કમી કમળ કમળ લાખ પાંખડી, લાખ નાટક તિહાં વિમળ
દરેકે દરેક હાથીને ૫૧૨ મસ્તક, દરેક મસ્તકમાં પણ આઠ આઠ દંતુશળ, પ્રત્યેક દંતશળે આઠ-આઠ વાવડી અને એકએક વાવમાં આઠઆઠ કમલ, પ્રત્યેક કમલમાં લાખ પાંખડી અને પાંખડી પાંખડીમાં એક એક નાટક તે પણ સામાન્ય નાટક નહીં પણ બત્રીશબદ્ધ નાટક.
સામાન્ય ગુણાકાર કરી તે જુઓ. ૫૧૨ માથા ૪૮દતુશળ=૪૯૬ X ૮ વાવડી=૩ર૭૬૮ X ૮ કમળ = ૨,૬૨,૧૪૪ X ૧,૦૦,૦૦૦ પાંખડી=૨૬, ૨૧,૪૪,૦૦,૦૦૦ એટલે એકજ હાથી ઉપર ૨૬ અબજ ૨૧ કરોડ ૪૪ લાખ નાટક થતા હતા અને આવા ૬૪૦૦૦ હાથી લઈને ઈન્દ્રએ તૈયારી આરંભી.
ડોડા વિચે એક એક કમલ પ્રતિ પ્રસાદ અગ્ર મહિષી આઠ આઠ સાથે ઇન્દ્ર ઉતહાસ પ્રતિ કમલે બેઠો ઇદો આવે જામ
બત્રી બદ્ધ નાટક ઝમક શમક હું તામ, પ્રત્યેક કમલની મધ્યકર્ણિકામાં એકેક ઈન્દ્ર પ્રસાદ હતું, તેમાં વચ્ચે ઇન્દ્ર તેની આઠ આઠ પટ્ટરાણીઓ સાથે બેઠા હોય તેવી ભવ્ય સમૃદ્ધિ વિવ વંદન કરવા આવ્યા.
રાજાએ નજર ઉંચી કરી જોયું તે દંગ રહી ગયે. અહે! આની સમૃદ્ધિ પાસે મારી ઋદ્ધિ તે તૃણુ સમાન છે. હવે જે હું અંતરની