________________
રે ભાઈ! તું ચાલતા શીખ
૨૩૯
ઈરિયાવહી સૂત્રની મહત્તા આગમ-શાસ્ત્રમાં કેટલી આંકી હશે કે ના વિમ્ સર કુર્યાત શબ્દ લખી દીધે. ઈરિયાવહી વિના બીજુ કંઈ પણ ન કરવું. તમે પણ “રે ભાઈ! તું ચાલતાં શીખ શીર્ષકની મહત્તાને સમજીને ઈરિયાવહી સૂત્રની ઊંડાઈ હદયમાં અવધારે, છતાં વિરાધના થાય તો પ્રતિકમણ કરો.
પ્રતિક્રમણના પર્યાયમાં પ્રતિક્રમણ ઉપરાંત પ્રતિચરણ વગેરે સાત અન્ય નામે છે. તેને દષ્ટાન્ત સહ સમજાવતાં પ્રતિકમણને દ્રવ્યાર્થભાવાર્થ રજુ કરે છે.
. કેઈ એક નગરમાં રાજાએ રાજ મહેલ માટે સૂત્ર છટાવ્યું અને રક્ષક રાખ્યા. રાજ્યમાં આજ્ઞા કરી કે જે કંઈપણ આ સૂત્રની અંદર પ્રવેશે તે તેને મારી નાખવે. પણ જો તે જ પગલે પાછા વળીને તે ચાલ્યો જાય તે તેને જીવતો છોડી દે.
એક વખત રક્ષકની વ્યગ્રતામાં બે ગામડીયાએ પ્રવેશ કર્યો. તેમને જોતાં રક્ષકોએ તલવાર ઉગામી, અરે દુષ્ટ તમે કેમ આ હદમાં પ્રવેશ્યા ? તેમાં એક બે આવ્યા તે શું ગુને કરી દીધું ? તે સાથે તલવારને ઝાટકે પડે ને પેલે ગામડીયે ત્યાં જ હેર થઈ ગયો.
બીજે ગામડી પુરુષ બે કે અજાણતાં પ્રવેશ કર્યો છે. કેતા હોતે પાછા ફરી જાઉં. એ રીતે બીજે ગામડી પુરુષ ત્યાંથી પાછો કર્યો ને જીવતો રહ્યો. આ થયું દ્રવ્ય પ્રતિ-કમણ
પણ ભાવ પ્રતિક્રમણ કોને કહેશો ? પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની ક્રિયા. પાપની રેખાને ઓળંગી ગયા તે નારકીની લટકતી તલવાર છે જ. પણ જે પ્રવેશ કર્યા પછી પણ બીજા ગામડીયાની જેમ પાછા ફરી જાઓ તે તેને કહેવાય - ભાવ પ્રતિક્રમણ
એજ રીતે પ્રતિક્રમણને બીજો પર્યાય છે પ્રતિચરણા. “તે તે ભાવને વિશે વારંવાર તે તે પ્રકારના આસેવન વડે ગમન કરવું”. આ વાકય દષ્ટાતથી વધુ સ્પષ્ટ બનશે.
કેઈ એક નગર માં એક વણિકે રત્નથી ભરેલે પ્રાસાદ બનાવ્યો. પોતાની પત્ની ને તે સાચવવાનું જણાવી પોતે દિગયાત્રા નિમિત્તે ગયે. માત્ર પિતાની શરીર સુશ્રુષા માં જ તત્પર એવી તે સ્ત્રીએ રત્ન પ્રાસાદની કશી ચિંતા ન કરી. પરીણામે મહેલ ની એક બાજુને થોડે ભાગ